જ્યોતિષશાસ્ત્રના આ અનોખા ઉપાયો હટાવી દેશે આંખોના ચશ્મા, બસ કરવું પડશે આ નાનું કામ

ટીવી, મોબાઇલ, પ્રદૂષણ, ખરાબ ખાણી-પીણી અમુક એવી ચીજો છે જેના લીધે આજકાલ ઘણા લોકોની આંખો કમજોર થઈ જાય છે. જેના લીધે તેમને સારી રીતે જોવા માટે ચશ્માનો સહારો લેવો પડે છે. ચશ્માંમાંથી આઝાદી મેળવવા માટે અને આંખોની રોશની વધારવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય છે. અમુક ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવેલ છે. આ ઉપાયોને અજમાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે.

હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં સ્વસ્થતા અને હૃદય માટે સૂર્યને મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્ય આંખનો કારક ગ્રહ પણ હોય છે. તેથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આંખોની રોશની વધારવા માટે તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોવો જોઈએ.

ચાક્ષુષોપનિષદ પાઠ

પ્રાચીન સમયમાં ઋષિ-મુનિ વૃદ્ધ થઈ જતા હતા પરંતુ તેમ છતાં પણ તેમની આંખો સ્વસ્થ રહેતી હતી. આવું એટલા માટે કારણ કે તે ચાક્ષુષોપનિષદ પાઠ (ચાક્ષુષી વિદ્યા) નો પાઠ કરતા હતા. માન્યતા છે કે તેનો પાઠ કરવાથી આંખો સંબંધિત બધી જ સમસ્યા દૂર થઈ જાય છે. તે આંખની રોશની વધારવાનું પણ કાર્ય કરે છે. આ પાઠને સૂર્યદેવને જળ અર્પિત કર્યા બાદ કરવો જોઈએ.

તાંબાના લોટાથી કરો સૂર્યદેવને જળ અર્પિત

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તાંબાના લોટાને પોતાના માથાની નજીક રાખો. હવે સૂર્યદેવને જળ અર્પિત કરો અને પડી રહેલા જળ માંથી સૂર્યના કિરણોને જુઓ. આવું કરવાથી આંખોની રોશનીમાં વધારો થશે. સાથે જ હૃદય સંબંધિત બિમારીઓ પણ થતી નથી.

મીઠાઈ અથવા ફળો

જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. તેના અનુસાર રવિવારના દિવસે મીઠાઈ કે ફળોનું સેવન કરવાથી આંખની રોશની અને હૃદયને ફાયદો થાય છે. આ દિવસે મીઠું ખાવાથી બચવું જોઈએ.

તાંબાના વાસણનું પાણી

રાતે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી દો. સવારે એ જ પાણીથી આંખોમાં છંટકાવ કરો. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ ઉપાય તમારી આંખોની રોશની વધારી દેશે. તેના સિવાય તમે તાંબાના પાત્રનું પાણી પણ પી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ બધા જ ઉપાયો પસંદ આવ્યા હશે. તેમની ખાસ વાત એ છે કે ચાક્ષુષોપનિષદ પાઠ ને છોડીને બાકી બધા જ ઉપાયો આંખોની સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.