કબજિયાતની સમસ્યાથી પરેશાન હતી મહિલા, ટોયલેટમાં વધારે જોર લગાવ્યું તો ચાલી ગઈ યાદશક્તિ

જીવનમાં ઘણી બધી એવી ચીજો હોય છે જેને તમે નજરઅંદાજ કે ટાળી શકો છો પરંતુ અમુક પ્રાકૃતિક ચીજો એવી પણ હોય છે જેના પર કોઈનું કંઈ ચાલતું નથી. ઉદાહરણ તરીકે મળમૂત્ર જેવી ચીજોને આપણે લાંબા સમય સુધી રોકી શકતા નથી. તે આપણે દરરોજ દરેક પરિસ્થિતિમાં કરવું જ પડતું હોય છે. જોકે ઘણીવાર આંતરિક ગડબડના લીધે આપણને કબજિયાતની સમસ્યા થઈ જતી હોય છે તેવામાં તે દરરોજની ક્રિયામાં અડચણ ઉત્પન્ન થવા લાગે છે. કબજિયાત થવાની સ્થિતિમાં અમુક લોકો ડોક્ટર કે દવાનો સહારો લેતા હોય છે જ્યારે અન્ય લોકો પોતાની રીતે ઠીક થવાની રાહ જોતા હોય છે.

પરંતુ જો તમારી કબજીયાતની સમસ્યા ખૂબ જ વધારે વધી જાય તો તે તમારા માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. તેનું એક કારણ એ પણ છે કે કબજિયાત થવાનાં લીધે આપણે ટોયલેટમાં કંઈક વધારે જ જોર કરવા લાગીએ છીએ. તેવામાં હોંગકોંગમાં રહેવાવાળી મહિલાને આવું કરવું ભારે પડી ગયું. તેમણે મળ ત્યાગતા સમયે એટલું બધું જોર લગાવ્યું કે તેમની પાછલા ૧૦ વરસની યાદશક્તિ ચાલી ગઈ. તો આખરે આવું કેવી રીતે થયું ? તો ચાલો વિસ્તારથી જાણી લઈએ.

હકીકતમાં એક યુવકે સોશિયલ મીડિયા પર પોતાની માં ની સ્ટોરી શેર કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે તેમની માં પાછલાં બે સપ્તાહથી કબજિયાતની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેવામાં જ્યારે તે ટોયલેટ ગઈ અને તેમણે વધારે જોર લગાવ્યું તો અમનેસિયા બિમારીનો શિકાર થઈ ગઈ. જણાવી દઈએ કે અમનેસિયા એક એવી બીમારી છે જેમાં વ્યક્તિનાં મગજની અમુક ભાગની મેમરી ચાલી જાય છે. મોટાભાગનાં મામલાઓમાં આ સ્થિતિ ટેમ્પરરી હોય છે. અહીંયા મહિલાની સાથે પણ કંઇક એવું જ થયું હતું. લગભગ આઠ કલાક સુધી મહિલાને પોતાના જીવનની પાછલા ૧૦ વર્ષની કોઈ પણ વાત યાદ નહોતી. જોકે ત્યારબાદ તેમની યાદશક્તિ પરત આવી ગઈ.

તેમના દિકરાએ જણાવ્યું કે આ વાતથી ગભરાઈને હું મારી માતાને હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ જ્યારે ડોક્ટરે તેમનું ચેકઅપ કર્યું તો તેમનું મગજ નોર્મલ રીતે જ કામ કરી રહ્યું હતું. ત્યારબાદ હું મારી માં ને હોસ્પિટલેથી ઘરે લઈ આવ્યો પરંતુ બાથરૂમ ગયા બાદ આઠ કલાકમાં તેમની સાથે શું થયું હતું તેમનો તેમને કોઈ અંદાજો નહોતો.

આ પુરી ઘટનાની પાછળ સંભવતઃ કારણ જણાવતા ન્યુરોલોજીસ્ટ કહે છે કે કબજિયાત દરમિયાન જ્યારે મહિલાએ વધારે જોર લગાવ્યું તો તેમના મગજમાં ઓક્સિઝનની કમી થઈ ગઈ. હકીકતમાં તેમણે પોતાના મળાશયમાં એટલું જોરથી પ્રેશર નાખ્યું હશે કે તેમના પેટમાંથી બધું જ ઓક્સિજન ચાલ્યું ગયું અને મગજમાં તેમની કમી થઈ ગઈ. બસ આ જ કારણ હતું કે તેમની ટેમ્પરરી મેમરી લો થઈ ગઈ હશે. ડોક્ટરોનું માનીએ તો આ ચીજ તે લોકોમાં વધારે કોમન હોય છે જે વધારે ભાવુક હોય છે અથવા તો દરરોજ વધારે વજન ઉઠાવે છે. તે કંઇક એવું જ છે જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ જરૂરિયાતથી વધારે વજન ઉઠાવતા સમયે અચાનક બેભાન થઈ જાય છે. જ્યારે તમે વધારે જોર લગાવો છો તો તમારી હાર્ટબીટ ખૂબ જ વધી જાય છે અને બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે, જેના લીધે તમારા મગજમાં પણ બ્લડ ફ્લોની કમી થવા લાગે છે.

જોકે તે પણ સ્પષ્ટ નથી કે આ વિશેષ ઘટના હકીકતમાં હોંગકોંગમાં થઈ હતી કે પછી તે ઓનલાઈન ચાલી રહેલી કોઈ કહાની છે. પરંતુ જો તમને કબજિયાત હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.