કાગડાઓને પહેલેથી જ થઈ જાય છે ભવિષ્યની ઘટનાઓનો આભાસ, આપણને આપે છે આ ૫ મોટા સંકેતો

ઘણીવાર કાગડાઓ અચાનકથી આપણી અગાસી પર કે ઘરની છત પર આવી જાય છે અને બોલવા લાગે છે, તેવામાં આપણે કહીએ છીએ કે કદાચ કોઈ મહેમાન આવશે. જી હા, પહેલાના સમયમાં જ્યારે ઘરની છત પર આવીને કાગડાઓ બોલતા હતા તો માનવામાં આવતું હતું કે મહેમાન આવશે. આ માન્યતા આજે પણ અમુક લોકો માને છે. કાગડાઓને અતિથિ આગમનનું સૂચક અને પિતૃઓનું આશ્રય સ્થળ માનવામાં આવે છે. તેવામાં આજે અમે તમને કાગડાની સાથે જોડાયેલી અમુક એવી વાતો જણાવીશું, જેને તમે પહેલા જાણતા નહી હોય. તો ચાલો જાણી લઈએ અમારા આ લેખમાં તમારા માટે ખાસ શું છે ?

માનવામાં આવે છે કે જ્યારે અમૃતના ભાગ પાડવામાં આવી રહ્યા હતા ત્યારે કાગડાઓએ પણ થોડું અમૃત ચાખી લીધું હતું, જેના લીધે કાગડાઓ અમર થઈ ગયા. શાસ્ત્રોના અનુસાર કાગડાઓનું સ્વાભાવિક મૃત્યુ થઈ શકતું નથી અને કોઈપણ વૃદ્ધમાં વૃદ્ધ કાગડાનું પણ મૃત્યુ થઈ શકતું નથી. તેવામાં કાગડાનું આવવાથી ઘણા પ્રકારની ચીજોનું અનુમાન લગાવી શકાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાગડાઓને ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓનો આભાસ પહેલેથી જ થઈ જાય છે અને તેનાથી વ્યક્તિ પણ સતર્ક થઇ શકે છે.

કાગડાઓ આપે છે આ સંકેત

તો ચાલો હવે અમે તમને આંકડાઓ સાથે જોડાયેલા એવા સંકેતોના વિશે જણાવીશું, જેને તમે સરળતાથી જાણી શકો છો અને પોતાને સતર્ક કરી શકો છો.

જો કાગડાઓ તમારા પગને સ્પર્શ કરે તો

જો તમે સવારે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય અને અચાનકથી એક ઉડતો કાગડો તમારી પાસે આવીને તમારા પગને સ્પર્શી લે છે તો તેનો અર્થ થાય છે કે તમને જીવનમાં ખૂબ જ મોટી સફળતા મળશે અને તમારા જીવનમાં સુખદ પરિવર્તન આવશે. તેવામાં તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

જો કાગડા બીટ કરી દે તો

જો તમે કોઈ જગ્યાએ બેસેલા હોય કે ઉભા હોય અને કાગડો તમારા ખંભે કે માથા પર બીટ કરી દે છે તો તેને ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર આવું થવા પર વ્યક્તિને ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે અને તેમનું જીવન આવનાર અમુક સમય માટે ખૂબ જ કષ્ટદાયક રહે છે.

જો કાગડાઓ છત પર દક્ષિણની તરફ આવી જાય તો

જો કાગડાઓ તમારા ઘરનાં છત પર આવી જાય અને દક્ષિણની તરફ મોઢું કરીને બોલવા લાગે છે તો તેનો અર્થ થાય છે કે તમારા પરિવારમાં કોઈ સદસ્યનું મૃત્યુ થનાર છે અને તેને ખૂબ જ ખરાબ સંકેત માનવામાં આવે છે.

જો પાણી પીતો કાગડો જોવા મળે તો

જો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય એને રસ્તામાં કોઈ કાગડો તમને કોઈ વાસણમાં પાણી પીતો જોવા મળે તો તમારા માટે તે શુભ સંકેત હોઈ શકે છે. આવું જોવા મળવા પર તમને ધન લાભ થઈ શકે છે.

જો કાગડાના મોઢામાં કોઈ ટુકડો જોવા મળે તો

જો તમને કાગડાના મોઢામાં રોટલી કે માંસનો ટુકડો જોવા મળે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોઈ શકે છે. આવું થવા પર તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે અને તમારો આવનાર સમય ખૂબ જ સારી રીતે પસાર થશે.