હિન્દી સિનેમા જગતમાં કામ કરનાર સિતારાઓની જોઈને મોટાભાગના લોકો તેમને રીલ લાઈફને રિયલ લાઇફ સાથે જોડીને જોવા લાગે છે. તે તેવું જ માને છે કે જે રીતે રીલ લાઇફમાં તેમની લવ સ્ટોરી ચાલે છે બસ તે રીતે જ રિયલ લાઈફમાં પણ એવું જ હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એવું બિલકુલ પણ હોતું નથી. હકીકતમાં ફિલ્મી સિતારાઓની લાઈફ તેમની રીલ લાઈફ થી ખૂબ જ અલગ હોય છે. જેનાથી લગભગ તમે પણ અજાણ હશો. જોકે અમે તમને આજે જણાવીશું કાજોલનાં જીવન સાથે જોડાયેલ એક રસપ્રદ વાત જ્યારે તેમના કોઈ ફેન્સે પૂછ્યો સવાલ તો તેમને કાજોલે કઈ રીતે આપ્યો જવાબ.
શું શાહરૂખ સાથે લગ્ન કરી લેત કાજોલ
હાલમાં જ્યારે કાજોલની સામે આસ્ક મી એનીથીંગ નામનો ટાસ્ક રાખવામાં આવ્યો તો તે તેમના પર જ ભારે પડી ગયો. કાજોલના એક ફેન્સ એ કાજોલને પૂછી લીધું કે જો અજય દેવગન તમારા જીવનમાં ના આવ્યા હોત તો શું તમે શાહરુખ ખાન સાથે લગ્ન કરી લેત ? સવાલ થોડો અજીબ હતો પરંતુ હતો રસપ્રદ. એવું એટલા માટે પણ કારણ કે કાજોલ અને શાહરૂખ ખાનની જોડીને ફિલ્મમાં દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે ત્યારબાદ આ જોડીને એકસાથે જોવા માટે ફેન્સ પણ આતુર રહે છે.
કાજોલનો રસપ્રદ જવાબ
ફેન્સના આ સવાલનો જવાબ આપતાં કાજોલે કહ્યું કે પ્રપોઝ કરવું તો પુરૂષોનું કામ છે એટલે કે જો અજય દેવગન ના આવ્યા હોત તો પ્રપોઝ તો શાહરુખ ખાને જ કરવાનું હતું. જો કાજોલના આ જવાબ પર ધ્યાન આપવામાં આવે તો તેમણે બધું જ શાહરૂખ ખાન પર જ ઢોળી દીધું હતું અને પોતે તેમાંથી બહાર નીકળી ગઈ. આપણા ફિલ્મી સિતારાઓનો પોતાનો એક અલગ અંદાજ છે, જો કોઈ સવાલથી તેમને બચવું હોય તો તે પૂરી વાતને ગોળ ગોળ ફેરવી નાખે છે. પરંતુ જે કંઈપણ હોય કાજલનો આ જવાબ હતો ખુબ જ મજેદાર.
કાજોલ-શાહરૂખની જોડી છે સુપરહિટ
કરણ અર્જુન, દિલવાલે, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કભી ખુશી કભી ગમ જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં નજર આવી ચૂકેલી કાજોલ અને શાહરૂખ ખાનની જોડીને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. પોતાની દરેક ફિલ્મમાં બંનેનો રોમેન્ટિક અંદાજ અને કેમેસ્ટ્રી દર્શકોના દિલો પર પોતાની એક અલગ છાપ છોડી જાય છે. આ ફિલ્મમાં આ જોડીને જોયા બાદ તો લોકોનું એવું જ માનવું હતું કે લગભગ વાસ્તવિક જીવનમાં પણ આ જોડી બની જાય.
પોત-પોતાનાં જીવનમાં ખુશ છે શાહરૂખ અને કાજોલ
કાજોલની જોડીને ભલે દર્શકોએ શાહરૂખ ખાનની સાથે પસંદ કરી પરંતુ વાસ્તવિક જીવનમાં કાજોલે બોલીવુડ સિંઘમ એટલે કે અજય દેવગણની સાથે લગ્ન કર્યા અને તેમના બે બાળકો ન્યાસા દેવગન અને પુત્ર યુગ દેવગણ પણ છે. પોતાના લગ્નજીવનમાં કાજોલ ખૂબ જ ખુશ છે.
વળી શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા અને તે તેમની સાથે પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનનાં ૩ બાળકો છે. સુહાના ખાન, આર્યન ખાન અને અબ્રાહમ ખાન. ઘણીવાર પોતાનાં બાળકોની સાથે શાહરુખ ખાન સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરતા રહે છે.