કાનમાં દુખાવો થવા પર લસણ અને આદુનો કરો આ ઉપાય, તરત જ મળી જશે રાહત

કાનમાં દુખાવો થવા પર સૂવામાં કે ભોજન કરવામાં ખૂબ જ પરેશાની થાય છે, એટલું જ નહીં ઘણીવાર તે દુખાવો માથા સુધી પણ પહોંચી જાય છે. કાનમાં દુખાવો થવા પર તરત જ તેનો ઈલાજ કરાવવો જોઈએ. કારણ કે સમય પર સારવાર ના થવા પર કાનના દુખાવાની સમસ્યા વધી શકે છે અને ઘણીવાર કાનમાંથી લોહી પણ નીકળવા લાગે છે. કાનમાં દુખાવો થવા પર તમે નીચે જણાવવામાં આવેલા ઉપાયોને અજમાવી શકો છો. આ ઉપાયોને કરવાથી કાનના દુખાવામાં રાહત મળી જશે.

લસણ

લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે સંક્રમણની સારવાર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેથી કાનમાં દુખાવો થવા પર તમારે લસણનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. કાનમાં દુખાવો થવા પર દરરોજ લસણનું સેવન કરો. તેને ખાવાથી દુખાવામાંથી રાહત મળી જશે. તેના સિવાય તમે કાનમાં લસણનો રસ પણ નાખી શકો છો. લસણનો રસ કાઢવા માટે પહેલા તેને ખૂબ જ સારી રીતે પીસી લો અને જે રસ નીકળે તેને રૂ ની મદદથી કાનમાં નાખો. જો તમે ઇચ્છો તો આ રસ ની અંદર તેલ પણ ભેળવી શકો છો.

સરસોનું તેલ

સરસોનાં તેલની મદદથી પણ આ દુખાવો દૂર થઇ શકે છે. કાનમાં દુખાવો થવા પર સરસોનાં તેલને ગરમ કરી લો અને તેની અંદર લસણની એક કળી ઉમેરી દો. આ તેલને ગરમ કર્યા બાદ હળવું ઠંડુ કરી લો. ત્યારબાદ કોટન (રૂ)ની મદદથી તેને કાનમાં નાખી દો. આ પ્રક્રિયાને દિવસમાં ૩ વાર કરવી. કાનનો દુખાવો તરત જ ગાયબ થઈ જશે.

આદુ

આદુ પણ કાનના દુખાવાને ભગાડવામાં કારગર સાબિત થાય છે. હકીકતમાં આદુની અંદર પણ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે દુખાવાને શાંત કરી દે છે. કાનમાં દુખાવાની ફરિયાદ થવા પર આદુના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ સરસોનાં તેલને ગરમ કરીને તેની અંદર આદું નાખી દો. તેલ ગરમ થયા બાદ તમે તેને રૂ ની મદદથી કાનની અંદર નાખી દો અને કાનની ઉપર રૂ ને રાખી દો.

આઈસ પેક

આઈસ પેકને જે કાનમાં દુખાવો હોય તેના પર રાખી દો. આવું કરવાથી કાનનો દુખાવો દૂર થઈ જશે. આઈસ પેકની જગ્યાએ તમે ઈચ્છો તો હિટ પેડ ને પણ કાન પર રાખી શકો છો. જો તમારી પાસે હિટ પેડ ના હોય તો તમે એક કપડાને ગરમ કરીને પણ કાન પર રાખી શકો છો. આ રીતે આઈસ પેક ના હોવા પર તમે એક કપડાની અંદર બરફને બાંધીને તેને કાન પર રાખી દો. આવું કરવાથી ૧૦ મિનિટની અંદર જ કાનના દુખાવાથી તમને આરામ મળી જશે. આ પ્રક્રિયાને દિવસમાં ૪ વાર કરવી.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઈડર વિનેગરને કાનમાં નાખવાથી પણ કાનનો દુખાવો દૂર થઇ જાય છે. કાનમાં દુખાવો થવા પર એપલ સાઇડર વિનેગર અને પાણીને એક માત્રામાં લઈ લો. ત્યારબાદ બન્નેને ભેળવીને અને આ મિશ્રણના અમુક ટીપા કાનમાં નાખી દો. ત્યારબાદ કોટન બોલથી કાનને બંધ કરી દો. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવાથી કાનના દુખાવામાંથી રાહત મળી જશે. સાથે જ જો દુખાવાના કારણે કાનમાં સોજો આવી ગયો હોય તો તે પણ દૂર થઈ જશે. હકીકતમાં તેમાં જીવાણુરોધી ગુણો હોય છે. જે દુખાવાને ભગાડવામાં અને સોજાને ઓછો કરવામાં સહાયક હોય છે.

ઓલિવ તેલ

થોડું ઓલિવ તેલ ગરમ કરી લો. ત્યારબાદ કોટનની મદદથી ઓલિવ તેલનાં અમુક ટીપા કાનમાં નાખી દો. આવું કરવાથી કાનનો દુખાવો દૂર થઈ જશે. જોકે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે વધારે પ્રમાણમાં તેલ કાનમાં નાખવું નહી. વધારે તેલ કાનમાં નાખવાથી ઈયરડ્રમને નુકસાન પહોંચી શકે છે. વળી જો તમે ઈચ્છો તો ઓલિવ તેલની અંદર લસણ અને આદુ પણ ઉમેરી શકો છો.

રૂ થી કરો કાન સાફ

ઘણીવાર કાન સાફ ના થવા પર પણ તેમાં દુખાવાની ફરિયાદ રહેવા લાગે છે, તેથી તમારે પોતાના કામને કોટનની મદદથી તેને દરરોજ સાફ કરતા રહેવા જોઈએ. કારણકે જો ગંદકીના કારણે તેમાં દુખાવો રહેતો હોય તો તે દૂર થઈ જશે.

ઉપર જણાવવામાં આવેલા બધા જ ઉપાયો કારગર છે તેથી તમારે તેને જરૂર કરવા જોઈએ. તેમની મદદથી કાનમાં થઈ રહેલો દુખાવો દૂર થઇ જશે. જોકે આ ઉપાયો કર્યા બાદ પણ જો તમને આરામ ના મળી રહ્યો હોય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે જ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આ ઉપાયોને નાના બાળકો પર ના અજમાવવા જોઈએ. જો તમારા નાના બાળકોને કાનમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે તેમની સારવાર ફક્ત ડોક્ટર પાસે જ કરાવવી જોઇએ.