કંગાલ થવાથી બચવા માંગતા હોવ તો પર્સ માંથી તરત કાઢી લો આ ૫ વસ્તુ, નારાજ થઈ જાય છે માતા લક્ષ્મી

Posted by

પૈસા એક એવી વસ્તુ છે, જેની ઇચ્છા દરેક લોકો ને હોય છે. આ જ કારણ છે કે દરેક લોકો દિવસ-રાત તેને કમાવવા માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ ઘણીવાર મહેનત અને કોશિશ કરવા છતાં પણ પૈસા આવતા નથી. જો આવે પણ છે તો ટકતા નથી. તેના ઘણા બધા કારણો હોય શકે છે. જેમ કે આવકથી વધારે ખર્ચાઓ, બજેટ પ્લાન બનાવીને ના ચાલવું કે પછી વાસ્તુ સાથે જોડાયેલી ભુલો.

જો તમે વાસ્તુ સાથે જોડાયેલી કોઇ ભુલ કરો છો તો ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. બાદમાં તમારી પાસે પૈસાની કમી થવા લાગે છે. તેવામાં આજે અમે તમને પર્સ સાથે જોડાયેલ વાસ્તુટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પર્સમાં અમુક ખાસ વસ્તુઓ રાખો છો તો પૈસાની થતી નથી. તો ચાલો તમને જણાવી દઈએ કે આખરે એવી કઈ વસ્તુઓ છે, જેને પર્સમાં રાખવી ના જોઈએ.

ભગવાનનાં ફોટા

ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પર્સમાં ભગવાનનાં ફોટા રાખે છે પરંતુ તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આ વસ્તુ તમને કરજનાં બોજ નીચે દબાવી દે છે. પર્સમાં ભગવાનનાં ફોટા ના રાખવા જોઈએ. હકિકતમાં પર્સમાં રાખેલા ફોટા ની ના તો પુજા થાય છે અને ના તો સાફ-સફાઈ થાય છે. વળી પર્સમાં ઘણા લોકોનાં હાથમાંથી પસાર થયેલી ગંદી નોટ અને અન્ય સામાન પણ હોય છે. જો કે ભગવાનની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ.

જુના બિલ કે રસીદ

અમુક લોકો પર્સમાં જુના બિલ અને રસીદ પણ રાખે છે. આ વસ્તુ પણ ખોટી છે. તેમને રાખવાથી ધનની હાનિ થાય છે. તેનાથી તમારા ખર્ચાઓ અટકવાનું નામ લેતા નથી. આ વસ્તુ તમારી બરકત પણ ઓછી કરે છે એટલા માટે આવી વસ્તુને પર્સમાં રાખવાની ભુલ ના કરતા.

મૃ-ત સંબંધીનો ફોટો

ઘણા લોકો પોતાનાં મૃત પરિજનનો ફોટો પણ પર્સમાં રાખે છે. તેમને તેમની સાથે ભાવુક લાગણી હોય છે પરંતુ આવા ફોટા ને પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તમારા પરિવારજનોની આત્મા સ્વર્ગમાં છે. તેમને હંમેશા પાસે રાખવાથી તેમનું ધ્યાન ભટકતું રહે છે અને તેઓ નારાજ થાય છે.

તીક્ષ્ણ કે ધારદાર વસ્તુ

પર્સમાં કોઈપણ તિક્ષ્ણ કે ધારદાર વસ્તુ ના રાખવી જોઈએ. આવી વસ્તુ નેગેટિવિટી લાવે છે અને જ્યાં નકારાત્મક ઉર્જા રહે છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી એટલા માટે પર્સમાં ચાવી, ચપ્પુ કે કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ રાખવી નહિ.

ફાટેલુ પર્સ

અમુક લોકો પર્સ ફાટી જવા પર પણ તેનો ઉપયોગ કરતા રહે છે. ફાટેલું પર્સ રાખવું શુભ માનવામાં આવતું નથી. તે દરિદ્રતાની નિશાની હોય છે. તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે.