કન્યા રાશિફળ ૨૦૨૧ : જાણો કન્યા રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ, ૨૦૨૧માં શું લખેલું છે તમારા નસીબમાં

Posted by

રાશિચક્રમાં કન્યા રાશિ છઠ્ઠા નંબર પર આવે છે અને આ રાશિનું ચિહ્ન હાથમાં ફૂલ લઈને ઉભેલી કન્યા છે અને કન્યા રાશિના સ્વામી બુધ છે. આ રાશિનાં વ્યક્તિ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તે પોતાનાં મગજની જગ્યાએ પોતાનાં દિલનું સાંભળે છે અને ખૂબ જ જલ્દી ભાવુક પણ થઈ જાય છે. આ રાશિનાં વ્યક્તિઓ રૂઢિવાદી અને સંગઠિત ચીજોને પસંદ કરે છે. અન્ય લોકોની સેવા કરવી અને અન્ય લોકોને ખુશ રાખવા આ રાશિના જાતકોને ખૂબ જ પસંદ હોય છે. કન્યા રાશિના જાતકો પોતાના કામ પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે. ઘણીવાર તે કોઈ નાની વાતને લઈને પણ ખૂબ જ વધારે ચિંતિત થઈ જાય છે. જો તમારી રાશિ કન્યા છે અને તમારા મનમાં પણ એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે ? તો ચિંતા કરવાની જરૂર નથી કારણકે વૈદિક જ્યોતિષ પર આધારિત કન્યા રાશિ ૨૦૨૧ રાશિફળ તમને તમારા બધા જ સવાલોના જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. કોઈ મોટા કાર્યોને પુરા કરવા માટે એપ્રિલ અને મે મહિનામાં તમારા પર વિશેષ દબાણ રહેશે. આ વર્ષે કોઈપણ અવસર તમારા હાથ પરથી જવા દેવો નહી. આ વર્ષે તમે પોતાના જીવનમાં નવું કીર્તિમાન સ્થાપિત કરી શકશો. ઓગષ્ટના મહિનામાં તમારા જીવનમાં કોઈ ખાસ મિત્રની એન્ટ્રી થશે, જેની સાથે મળીને તમે કોઈ મોટું કાર્ય કરી શકો છો. આ મિત્ર વ્યવસાયથી લઈને તમારું મનોબળ ખૂબ જ વધારશે. નવું વર્ષ તમારા માટે અત્યાર સુધીનું સૌથી યાદગાર વર્ષ રહેશે.

સ્વાસ્થ્ય

જુલાઈ અને ઓગસ્ટનાં મહિનામાં અનાવશ્યક યાત્રા કરવી પડી શકે છે, તેનાથી બચવું તમારા માટે સારું રહેશે. ઓક્ટોબરનાં મહિનામાં તમારે માનસિક તણાવ અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી શકે છે. જે લોકો પોતાના વધેલા વજનને કારણે પરેશાન છે, તે નિયમિત વ્યાયામ દ્વારા પોતાના વજનને કાબુમાં કરી શકે છે. પરંતુ ધ્યાન રહે કે તળેલી ચીજોનું વધારે સેવન ના કરવું નહિતર રોગ થઈ શકે છે અને રોગના કારણે બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે. ફેબ્રુઆરીમાં ઇજા પહોંચવાની સંભાવના રહેલી છે.

પારિવારિક જીવન

નવું વર્ષ તમારા પારિવારિક અને દાંપત્યજીવન માટે શ્રેષ્ઠ રહેશે. પરિવારનાં લોકો તમારો આદર કરશે. તમે એકબીજાની ભાવનાઓને માન-સન્માન આપશો તો તમને પણ પારિવારિક ખુશીઓ પ્રાપ્ત થશે. પતિ-પત્નિમાં એકબીજા પ્રત્યે સમર્પણ ભાવ વધશે. પારિવારિક ખુશીઓ પ્રાપ્ત થશે. જોકે નવા વર્ષના અંતમાં તમારે થોડી પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અન્ય લોકોની જગ્યાએ પોતાનો વિશ્વાસ અને મહેનતથી કરવામાં આવેલ પ્રયાસો જ ફળીભૂત થશે.

પ્રેમજીવન

કન્યા રાશિના જાતકોને વર્ષ ૨૦૨૧માં સારો જીવનસાથી મળવાના યોગ બની રહ્યા છે. વર્ષ ૨૦૨૧ તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવશે. શરૂઆતમાં થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે પરંતુ નવા વર્ષના અંત સુધીમાં તમને સાચો પ્રેમ મળવાની પૂરી સંભાવના છે. જો તમે કોઈને પસંદ કરી રહ્યા છો તો તેમને પ્રપોઝ કરવા માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ સારો રહેશે. રોમાન્સના અવસર મળશે. અવિવાહિત લોકોના લગ્નની વાત ચાલી શકે છે. જીવનસાથીની સાથે રોમેન્ટિક બનીને તમારા સંબંધને એક નવું રૂપ આપી શકો છો.

કરિયર

વ્યવસાયથી તમને ખૂબ જ વધારે ધન લાભ થશે. ભાઈ-બહેનોનાં સહયોગથી કરિયરમાં વૃદ્ધિ થશે. નવા વર્ષમાં કોઈ સારી જગ્યાએ રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. જૂન મહિનામાં કરિયર સાથે જોડાયેલ કોઇ સારા સમાચાર મળી શકે છે. બેરોજગાર જાતકોને માર્ચમાં નવી નોકરીની પણ ઓફર મળી શકે છે. જે લોકો પહેલાથી જ નોકરી કરી રહ્યા છે તેમની વર્તમાન નોકરીમાં પદ અને અધિકાર ક્ષેત્ર વધશે. નવા વર્ષમાં તમારા કરિયરને પાંખ લાગી શકે છે. વ્યવસાય અને નોકરીની બાબતમાં ખૂબ જ પ્રગતિ થશે.

વૈદિક ઉપાય

દરેક મહિનાના બીજા બુધવારના દિવસે પૂજાની ત્રણ સોપારી ગણેશ મંદિરમાં ચઢાવો. શુક્રવારના દિવસે ગુલાબના ફૂલ પર કુમકુમ નાખીને માં દુર્ગાનાં મંદિરમાં ચઢાવો, તેના લીધે દુશ્મનો સામે તમારી રક્ષા થશે. મે અને જૂન મહિનામાં પોતાના ઘરની છત કે કોઈ ખુલ્લી જગ્યા પર પક્ષીઓ માટે પાણી રાખો, જેનાથી તમને ખૂબ જ સુખ-વૈભવ મળશે.

શુભ મહિનો અને શુભ રંગ

વર્ષ ૨૦૧૯માં કન્યા રાશિના જાતકો માટે જૂન અને સપ્ટેમ્બરનો મહિનો ખૂબ જ શુભ રહેશે. આ બે મહિનામાં તમને નોકરી અને ધનનાં વિષયમાં ખુશખબરી મળી શકે છે, જ્યારે પીળો રંગ તમારી રાશિ માટે શુભ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *