કપુર અને લવિંગનાં આ ઉપાયોથી ઘરની નકારાત્મકતા અને બિમારીઓ રહે છે દુર, આ છે લવિંગનાં ખાસ ઉપાયો

Posted by

આર્યુવેદ દ્રષ્ટિકોણથી લવિંગને ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, તેનો ઉપયોગ અનેક બિમારીની સારવાર માટે કરવામાં આવે છે. તેની સાથે જ લવિંગનો ઉપયોગ રસોઈમાં મસાલાનાં રૂપમાં પણ કરવામાં આવે છે. તેનાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તેના ઔષધીય ગુણોનો લાભ પણ આપણને મળે છે. લવિંગ એક એવી ચીજ છે, જેનો ઉપયોગ અનેક કામમાં કરવામાં આવે છે.

જેમ કે કિચનમાં મસાલાનાં રૂપમાં, આર્યુવેદમાં ઔષધિનાં રૂપમાં અને માત્ર એટલું જ નહી હિન્દુ ધર્મમાં કરવામાં આવતા પુજાપાઠ તથા અન્ય ધાર્મિક ક્રિયામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષમાં પણ લવિંગનાં અમુક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને કરવાથી તમે ધન અને કાર્યક્ષેત્ર સાથે સંબંધિત મુશ્કેલીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણી લઈએ લવિંગનાં અમુક ખાસ ઉપાયો.

ઉપાય-૧

એક કટોરીમાં ૫ લવિંગ, કપુર અને લીલી એલચી પ્રજ્વલિત કરો અને તેને પુજા સ્થાન સહિત સંપુર્ણ ઘરમાં ફેરવો. માનવામાં આવે છે કે તેનાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. તેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહે છે. સાથે જ વાયુમાં રહેલા કીટાણુઓ પણ નષ્ટ થઈ જાય છે. જેનાથી રોગો ની ઉત્પન્ન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કે તેનાથી વધારે વખત કરી શકાય છે.

ઉપાય-૨

પાંચ કોડી અને પાંચ લવિંગને કોઈ લાલ રંગનાં કપડામાં બાંધીને માતા લક્ષ્મીનાં ચરણો પાસે સ્પર્શ કર્યા બાદ પોતાની તિજોરી અથવા તો જ્યાં પણ ધન રાખો છો ત્યાં રાખી દો. માનવામાં આવે છે કે તેનાથી ધનમાં બરકત થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

ઉપાય-૩

જો તમે દુશ્મનથી પરેશાન છો તો દર મંગળવારે હનુમાનજીનાં મંદિરમાં જઈને બજરંગ બાણનો પાઠ કરો. ત્યારબાદ પાંચ લવિંગ અને કપુર સળગાવીને હનુમાનજીનું પુજન કરવું જોઈએ. ત્યારબાદ જે રાખ બચે તેનાથી પોતાના માથા પર તિલક કરો. માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ખુબ જ જલ્દી દુશ્મનોથી છુટકારો મળી જાય છે.

ઉપાય-૪

ઇન્ટરવ્યુમાં સફળતા મેળવવા માટે મંગળવારે કોઇ હનુમાનજીનાં મંદિરમાં એક લીંબુ લઈને જાઓ અને તેની ઉપર ચાર ભાગમાં ચાર લવિંગ ખોસી દો. આ લીંબુ ને હાથમાં લઇને “ઓમ શ્રી હનુમંતે નમઃ” મંત્રનો જાપ કરો. જાપ પુર્ણ થયા બાદ પરત આવી જાઓ અને ઈન્ટરવ્યુ આપતા સમયે તે લીંબુ ને સાથે લઈ જાઓ. માન્યતા છે કે તેનાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. તેને અપનાવતા પહેલાં કોઈ જ્યોતિષ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લો.