કરીનાને “આંટી” કહેવા પર પાપા સૈફનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો સારા અલી ખાનને, સૈફ અલી ખાને ગુસ્સામાં આપી હતી આવી સલાહ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલિવૂડની સૌથી ચર્ચિત, ફેમસ અને સુંદર કપલમાં કરવામાં આવે છે. બંને કલાકારો ઘણીવાર પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. કરીના જ્યાં કપૂર પરિવાર સાથે સંબંધ રાખે છે તો વળી સૈફ નો સંબંધ પટૌડી પરિવાર સાથે છે.

સૈફ અલી ખાન કરીનાથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૧૨માં સૈફ એ કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેમણે છૂટાછેડા લીધેલા હતા અને તેમણે ઘણા વર્ષો એકલા પસાર કર્યા હતા. તેમના પહેલા લગ્ન બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. જે ઉંમરમાં તેમનાથી ૧૨ વર્ષ મોટી હતી.

વર્ષ ૧૯૯૧માં સૈફ એ અમૃતા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ ૨૦૦૪ સુધી ચાલ્યા હતા. તે વર્ષે બંને અલગ થઇ ગયા હતા. સૈફ અને અમૃતાના બે બાળકો એક્ટ્રેસ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે, જ્યારે કરિના અને સૈફનો એક નાનો દિકરો તૈમુર અલી ખાન છે.

ઘણીવાર ફિલ્મી ગલીઓમાં આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે કે કરીના કપૂર ખાનના પોતાના સાવકા દિકરાઓ સાથે ક્યાં પ્રકારનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે કરીનાના ઇબ્રાહિમ અને સારા અલી ખાન સાથે ખૂબ જ સારા સંબંધો છે. ખાસ કરીને મહિલા હોવાના લીધે કરીના અને સારાનાં સંબંધના વિશે જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળે છે.

ઘણીવાર સારા અને કરીનાને સાર્વજનિક સ્થાનો પર સ્પોટ કરવામાં આવી છે અને બંને કલાકારો એક મજબૂત બોન્ડ શેર કરતાં પણ નજર આવે છે. વળી જ્યારે સારા એકવાર પોતાના પિતાની સાથે કરણ જોહરના ચેટ શો “કોફી વિથ કરણ” માં પહોંચી હતી તો તેમણે ઘણા પ્રકારના ખુલાસાઓ કર્યા હતા અને તેમણે એ પણ જણાવ્યું હતું કે એકવાર જ્યારે તેમણે કરીનાને આંટી કહ્યું હતું તો આ અવસર પર સૈફ નું રિએક્શન કેવું હતું.

સારાએ કરણ જોહરના શો પર મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે એકવાર જ્યારે મે કરીના કપૂરને આંટી કહ્યું હતું તો પિતા સૈફ અલી ખાને મને કહ્યું હતું કે કરીનાને આંટી ક્યારેય ના કહીશ. શો માં વાતચીત દરમિયાન કરણ જોહરે સારાને સવાલ કર્યો હતો કે શું સૈફ એ ક્યારેય તમને કહ્યું હતું કે કરીનાને “છોટી માં” કહી ને બોલાવ ?

કરણના આ સવાલનો જવાબ આપતા સારા અલી ખાને કહ્યું કે, જો હું કરીનાને છોટી માં બોલાવું તો બની શકે છે કે તે નર્વસ બ્રેકડાઉનનો શિકાર થઈ જાય. તેમણે જણાવ્યું કે પાપા સૈફ અને કરિનાનાં જ્યારે નવા-નવા લગ્ન થયા હતા તો તેમને સમજમાં આવતું ના હતું કે હું કરીનાને શું કહીને બોલાવું. સારા એ આગળ જણાવતા કહ્યું કે, હું વિચારતી હતી કે તેમને શું કહીશ કરીના કે આંટી. પરંતુ મારા પિતાએ મને જણાવ્યું કે તું કરીનાને આંટી તો ક્યારેય પણ ના કહેતી.

સારાએ આગળ કહ્યું કે હું હવે તેમને કરીના કે “K” કહીને જ બોલાવું છું. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે કરીનાની સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો છે. સારાના અનુસાર તે અને કરીના મિત્રોની જેમ જ રહે છે. હંમેશા બંને અભિનેત્રીઓ એકબીજાના સમર્થનમાં બોલતી સાર્વજનિક સ્થાનો પર જોવા પણ મળી છે.