કરીનાનો આશ્ચર્યચકિત કરનાર ખુલાસો, કહ્યું- “સાસુ શર્મિલાએ હજુ સુધી નથી જોયું પોતાનાં પૌત્રનું મોઢું”, જાણો કારણ

Posted by

બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી કરીના કપૂરે લગભગ બે મહિના પહેલા પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો. ૨૧ ફેબુઆરી ૨૦૨૧ એ કરીના કપૂર ખાન બીજા દિકરાની માતા બની હતી, તેને લગભગ બે મહિના થવા આવ્યા છે. જોકે સૈફ અલી ખાન અને કરિનાએ હજુ સુધી પોતાના દિકરાનું નામ જાહેર કર્યું નથી. જ્યારે મીડિયા સામે પણ હજુ સુધી તેમના દિકરાની કોઈ તસ્વીર સામે આવી નથી. એટલું જ નહિ શર્મિલા ટાગોરે પોતે પણ હજુ સુધી પોતાના પૌત્રનું મોઢું જોયું નથી.

જણાવી દઇએ કે હજુ સુધી ખાન અને કપૂર પરિવારનાં ઘણા સદસ્યોએ નવજાત બાળક સાથે મુલાકાત કરી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સૈફ અલી ખાનની માતા અને કરીના કપૂરની સાસુ અભિનેત્રી શર્મિલા ટાગોરે હજુ સુધી પોતાના પૌત્રનું મોઢું જોયું નથી. જણાવી દઈએ કે શર્મિલા ટાગોર પટૌડી પેલેસમાં છે અને હાલમાં જ તેમણે કોરોનાની રસી લગાવી છે અને હજુ સુધી તે પોતાના પૌત્રને મળી શકી નથી.

કરીનાએ કરી સાસુની પ્રસંશા

જણાવી દઇએ કે લેડીઝ સ્ટડી ગ્રુપ સાથે એક ઇન્ટરવ્યૂમાં કરિના કપૂર ખાને પોતાની સાસુ શર્મિલાને દુનિયાની સૌથી સુંદર અને શિષ્ટ મહિલાઓમાંથી એક બતાવી છે. કરીનાએ કહ્યું હતું કે “જ્યારે ભારતના એક આઇકન અને લીજેન્ડ વિશે વાત થાય છે તો શું કહેવાનું બાકી રહે છે ? સંપૂર્ણ દુનિયા જાણે છે કે મારી સાસુ, જેને હું મારી સાસુ કહેવા માટે ભાગ્યશાળી માનું છું, તે ધરતી પર પગ રાખવાવાળી સૌથી સુંદર અને શિષ્ટ મહિલાઓમાંથી એક છે. પરંતુ હું તેમને વધારે ઊંડાણથી જાણી શકી તેથી હું ભાગ્યશાળી છું, તે પ્રેમાળ અને કેરીંગ છે. તે ફક્ત પોતાના બાળકોને માટે જ નહીં પરંતુ પૌત્ર અને વહુ માટે પણ એવી જ છે”.

જલ્દી થઈ શકે છે મુલાકાત

કરીનાએ એ પણ જણાવ્યું કે ખૂબ જ જલ્દી તેમની મુલાકાત તેમની સાસુ શર્મિલા ટાગોર સાથે થઈ શકે છે. કરીના પ્રમાણે મહામારીનાં આ સમયમાં અમે વધારે સમય સાથે રહી શક્યા નથી. કરીનાએ કહ્યું કે, તેમને આશા છે કે શર્મિલા ટાગોર ખૂબ જ જલ્દી પોતાના નવજાત પૌત્રને મળશે.

ઇન્ટરવ્યુમાં કરિના કપૂર ખાને સાસુ સાથે પોતાની બોંડિંગ વિશે જણાવતાં કહ્યું કે, “એ  હકીકત છે કે આ સંપૂર્ણ વર્ષ ચાલ્યું ગયું છે અને અમે વાસ્તવમાં એટલો સમય આપી શક્યા નથી, જેટલો અમે પહેલા આપતા હતા. તમે અમારા પરિવાર સાથે જોડાયેલા નવા મેમ્બરને જોઈ શક્યા નથી પરંતુ અમે તમારા આવવાની અને થોડો સમય સાથે પસાર કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

મહત્વપૂર્ણ છે કે કરીના કપૂર, સૈફ અલી ખાનની બીજી પત્નિ છે. આ પહેલાં સૈફ એ વર્ષ ૧૯૯૧ માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં. વળી વર્ષ ૨૦૦૪માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતાં. ત્યારબાદ વર્ષ ૨૦૧૨ માં સૈફએ કરીના સાથે બીજા લગ્ન કર્યા હતાં. વર્ષ ૨૦૧૬ માં સૈફ અને કરીના દિકરા તૈમુર અલી ખાનના માતા-પિતા બન્યા હતાં. વળી ફરી એકવાર બંનેએ દિકરાનું સ્વાગત કર્યું છે.