કરિશ્મા-રવિનાએ ખેંચી લીધા હતા એકબીજાના વાળ, સેટ પર જ એકબીજા સાથે મારપીટ કર્યા બાદ બંનેની હાલત થઈ ગઈ હતી ખરાબ

હિન્દી સિનેમા કલાકારોની મિત્રતાની સાથે જ ઘણીવાર તેમની વચ્ચે લડાઈ ઝઘડાઓ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. એવો જ એક વિવાદ બોલિવૂડની બે જાણીતી અને દમદાર અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને રવિના ટંડનની વચ્ચે થયો હતો. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે બન્નેની વચ્ચે મારામારી થઈ ગઈ હતી અને બંનેએ એકબીજાના વાળ ખેંચી લીધા હતા. ચાલો જાણી લઈએ આખરે શા માટે અને ક્યારે થયું હતું.

એક્ટ્રેસ રવીના ટંડન અને કરિશ્મા કપૂરની વચ્ચેના ખરાબ સંબંધથી દરેક લોકો વાકેફ હતા. જોકે જ્યારે ડાયરેક્ટર ફરાહ ખાને ખુલાસો કર્યો હતો ત્યારે દરેક વ્યક્તિ તેમના વચ્ચેની લડાઈના વિશે જાણીને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ફરાહ ખાને એક ચેટ શો માં તેને લઇને મોટો ખુલાસો કર્યો હતો.

ફરાહ ખાને એક ચેટ શો માં ફિલ્મ “આતિશ-ફીલ ધ ફાયર” સાથે જોડાયેલ આ કિસ્સાને શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું રવિના અને કરિશ્માની સાથે આ ફિલ્મ સાથે જોડાયેલ એક ગીત કરી રહી હતી, તે દરમિયાન કરિશ્મા અને રવિના બંને એકબીજાને પોતાની વિંગથી મારવા લાગી હતી. ફરાહ ખાને જણાવ્યું હતું કે એ બંનેની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને બંનેની વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ હતી. તેવામાં આ દરમિયાન બંનેએ એકબીજાના વાળ પણ ખેંચી લીધા હતા.

ફરાહ એ આગળ જણાવ્યું હતું કે, બંને બાળકોની જેમ લડી રહી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ત્યારબાદ જ્યારે બંને એક્ટ્રેસ એ ફિલ્મ “અંદાજ અપના અપના” માં સાથે કામ કર્યું ત્યારે પણ બંનેની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા અને બંનેએ આ ફિલ્મ દરમિયાન એકબીજા સાથે વાત પણ કરી ના હતી. જ્યારે ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ બંને અલગ અલગ જ રહી. બંને સાથે ફોટો ક્લિક કરવાથી પણ દૂર રહેતી હતી.

અજય દેવગનનાં કારણે થયો હતો ઝડો

ઘણા મીડિયા રિપોર્ટમાં બંનેની વચ્ચે સંબંધોમાં તિરાડનું મુખ્ય કારણ સુપરસ્ટાર અજય દેવગનને માનવામાં આવતું હતું કારણ કે બંને એક્ટ્રેસ એક સમયે અજય દેવગનાં પ્રેમમાં પાગલ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ “અંદાજ અપના અપના” નાં શૂટિંગ દરમિયાન જ કરિશ્મા અને રવિના બંનેને અજય દેવગણ સાથે પ્રેમ થઈ ગયો હતો. જણાવવામાં આવે છે કે રવિનાનાં લીધે અજય એ કરિશ્મા થી અંતર બનાવી લીધું હતું અને બન્નેની વચ્ચેનાં ઝઘડાઓનું આ મુખ્ય કારણ માનવામાં આવે છે.

રવિના એ કરિશ્માને લઈને કહી હતી આ વાત

એકવાર અભિનેતા શાહરુખ ખાને એક હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન રવિનાએ કરિશ્માની સાથે ફોટો ક્લિક કરાવવાની મનાઈ કરી દીધી હતી. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે હું કરિશ્માની સાથે ફોટો પડાવીશ નહી તો તે મને સુપર સ્ટાર જેવી બનાવી દેશે નહી. કારણકે કરિશ્મા મારા જીવનમાં તે પ્રકારનું મહત્વ રાખતી નથી. આગળ રવિનાએ જણાવ્યું હતું કે હું અજય અને કરિશ્માની સાથે કામ કરી શકું છું. તે મારુ પ્રોફેશન છે, પરંતુ કરિશ્મા અને હું સારા મિત્રો નથી. કામની સાથે હું ઈગોને સામેલ કરવા માંગતી નથી.

બીજી તરફ આ મામલા પર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે કહ્યું હતું કે, ભલે ફિલ્મ અંદાજ અપના અપનામાં રવિના અને મને બેસ્ટ ફ્રેન્ડનાં રૂપમાં બતાવવામાં આવ્યા હોય પરંતુ વાસ્તવિક જીવનમાં એવું કંઈ પણ નથી. જણાવી દઈએ કે “અંદાજ અપના અપના” માં રવિના અને કરિશ્માની સાથે આમિર ખાન અને સલમાન ખાન મહત્વની ભૂમિકામાં નજર આવ્યા હતા. આ ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી.