કર્ક રાશિફળ ૨૦૨૧ : જાણો કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ ૨૦૨૧ : આ નવું વર્ષ શું પરિવર્તન લાવશે

Posted by

રાશિચક્રમાં કર્ક રાશિ ચોથા નંબર પર આવે છે અને આ રાશિનું ચિન્હ વીંછી તથા તેના સ્વામી ચંદ્રમા છે. આ રાશિના વ્યક્તિ ખૂબ જ હોશિયાર હોય છે અને તેમને યાત્રા કરવાનો ખૂબ જ શોખ હોય છે. કર્ક રાશિના જાતકોની કલ્પનાશક્તિ અને સ્મરણશક્તિ ખૂબ જ તેજ હોય છે. તેમનામાં દ્રઢ સંકલ્પશક્તિ કમાલની હોય છે. આ લોકો પોતાના જીવનનાં અનુભવોને પોતાના મિત્રો અને પરિવારનાં લોકોની સાથે શેર કરવાનું પસંદ કરે છે. કર્ક રાશિના જાતકો સ્વભાવથી ખૂબ જ દયાળુ હોય છે અને તેમને ઘણીવાર સમજી શકવા મુશ્કેલ હોય છે.

જો તમારી રાશિ કર્ક છે અને તમારા મનમાં એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧ માં તમારી આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે? તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત કર્ક રાશિ ૨૦૨૧ તમારા બધા જ સવાલોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

વર્ષ ૨૦૨૧ વ્યવસાય માટે ખૂબ જ સારું રહેશે. આવક વધારવા માટે કરવામાં આવેલ પ્રયાસોમાં તમે સફળ રહેશો. વેપારીવર્ગ વર્ષના શરૂઆતના ૪ મહિનામાં નવા કાર્યોમાં રોકાણ ના કરે તો સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ પાછલા વર્ષની તુલનામાં સારી રહેવાના સંકેત છે. કામ ધંધામાં વધારો થવાથી તમારી આવકમાં પણ વધારો સંભવ છે. જો આર્થિક મામલાઓ સાથે જોડાયેલ મુદ્દાઓ પર તમે સમજ્યા વિચાર્યા વગર કોઈ પગલાં ભરશો તો પોતાનું જ નુકસાન કરી બેસશો, તેથી કોઈપણ નાનામાં નાનો નિર્ણય લેતા સમયે સતર્ક રહેવું.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે દૂરની યાત્રા કરવાથી તમે થોડા અસહજ મહેસૂસ કરી શકો છો. અમુક વિદ્યાર્થીઓને શારીરિક પરેશાનીઓ રહેશે. વધારે પડતું મસાલેદાર ભોજન કરવાથી બચવું. નિયમિત જીવનશૈલીનું પાલન કરવું અને યોગનો આરંભ કરવો. જૂન અને જુલાઈ મહિનામાં તમે માનસિક તણાવથી ગ્રસ્ત રહી શકો છો, તેથી સારું રહેશે કે બિનજરૂરી વાતો પર ચિંતા કરવી નહી. તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જોખમ લેવાથી બચવું, નહીતર ઈજા પહોંચી શકે છે. અનિંદ્રાની ફરિયાદ રહી શકે છે. ઠંડીની ઋતુમાં થનાર બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. તમારા સ્વભાવમાં પણ ચીડિયાપણું જોવા મળી શકે છે.

પારિવારિક જીવન

નવા વર્ષમાં તમે પોતાના વિવેકનો ઉપયોગ કરીને તમારા બધા જ પારિવારિક કાર્યોમાં સફળતા મેળવશો. દાંપત્યજીવન માટે નવું વર્ષ ખૂબ જ અનુકૂળ રહેશે. ફેબ્રુઆરી મહિનામાં વૈવાહિક જીવનમાં થોડી અશાંતિ રહી શકે છે. નવા મિત્રો બનશે અને તમારું સામાજિક વર્તુળ પણ વધશે. ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે, સંયમથી કામ લેવું. નવા વર્ષમાં તમે નવા મકાનનું નિર્માણ પણ કરી શકો છો. તમારા માતા-પિતા પ્રસન્ન રહેશે અને તેમના આશીર્વાદ તમારા પર જળવાઈ રહેશે, જેના લીધે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

પ્રેમ જીવન

મે મહિનામાં અવિવાહિત લોકોને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. માર્ચમાં પ્રેમમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આ વર્ષે તમારા અંદર પ્રેમની ભાવનાઓ વધશે અને તમે ભાવનાઓને લવ પાર્ટનરની સાથે શેર પણ કરશો. કઠિન સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પ્રેમીની સાથે સપ્ટેમ્બર મહિનામાં કોઈ આનંદદાયક યાત્રા કરી શકો છો. પ્રેમીઓ એકદમ આગળ આવીને પોતાના સંબંધને નવી મજબૂતી પ્રદાન કરશે. નવેમ્બર મહિનામાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની સંભાવના છે.

કરિયર

જાન્યુઆરીથી જુલાઇ સુધી નોકરીયાત લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. જુલાઈ બાદ નોકરી કરનાર લોકો પોતાની બિનજરૂરી ભાગદોડમાં રહેશે. વિદ્યાર્થીઓને મહેનત કરવાથી જ સફળતા મળશે. વ્યવસાય કરતા લોકોએ લેવડદેવડ સામાન્ય રાખવી. નવા વર્ષના શરૂઆતી દિવસોમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે પોતાની નોકરી અને વ્યવસાયમાં વધારે પરિશ્રમ અને સંઘર્ષ કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાના સંકેત છે. જે યુવાનો એન્જિનિયરિંગ, મેડિકલ, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ વર્ષે ૨૦૨૧માં કોઈ મોટી સફળતા મળી શકે છે.

વૈદિક ઉપાય

ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો અને નિયમિત રૂપથી તેને પાણી આપતા રહેવું, તેનાથી તમારા રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે અને ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકશે નહી. તેના સિવાય સોમવાર અને મંગળવારે ભગવાન શિવજી અને હનુમાનજીની પૂજા અર્ચના કરવી વિશેષ લાભદાયક રહેશે.

શુભ મહિનો અને શુભ રંગ

કર્ક રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરી અને ઓગસ્ટનો મહિનો ખૂબ જ શુભ રહી શકે છે. આ સમયમાં તમારી આવકમાં વધારો જોવા મળી શકે છે. તેના સિવાય આ વર્ષે વાદળી રંગ તમારા માટે શુભ રહેશે. કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા વાદળી રંગના વસ્ત્રો ધારણ કરવા, તેનાથી તમને દરેક કાર્યમાં સફળતા અવશ્ય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *