કર્ણાટકમાં ભિખારીની અંતિમયાત્રામાં ઉમટી પડ્યા લોકો, આટલી ભીડ તમે ક્યારેય નહિ જોઈ હોય, જાણો શું હતું કારણ

Posted by

તમે અત્યાર સુધી કોઈ નેતા, અભિનેતા કે પછી કોઈ મોટી હસ્તીનાં અંતિમયાત્રામાં હજારો લોકોની ભીડ જરૂર જોઈ હશે પરંતુ કર્ણાટકનાં વિજયનગર જિલ્લામાં એક ભિખારીની અંતિમયાત્રા દરેક તરફ ચર્ચાનો વિષય બનેલી છે. હકિકતમાં વિજયનગર જિલ્લામાં હડગલીમાં એક ભિખારીનું મૃ-ત્યુ થઈ ગયું હતું, જેની અંતિમયાત્રામાં સેંકડો લોકો સામેલ થયા હતાં અને હજારો લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

ભીખ માંગીને જીવન પસાર કરનાર વ્યક્તિની અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતાં, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતાં. ખાસ વાત એ છે કે આ ભીડ કોઈને પણ લાલચ આપીને બોલાવવામાં આવી નથી અને ના કોઈનાં ડર થી આ લોકો ભેગા થયા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે મૃ-ત્યુ પામનાર ભિખારીએ લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી, જેનાં લીધે ઘણા લોકો તેમની અંતિમયાત્રામાં સામેલ થયા હતાં.

જણાવી દઇએ કે ૧૨ નવેમ્બરે ૪૫ વર્ષનાં માનસિક રૂપથી વિક્ષિપ્ત ભિખારી બસવા ઉર્ફ “હુચા બસ્યા” નું એક દુર્ઘટનામાં મૃ-ત્યુ થઈ ગયું હતું. રિપોર્ટ પ્રમાણે તો બસવા ને બસ એ ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તેને તરત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરો એ તેમને મૃ-ત ઘોષિત કરી દીધો હતો. અંતિમ યાત્રા દરમિયાન સંપુર્ણ શહેરમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. સાથે જ મુખ્ય રસ્તા પર બેન્ડબાજા દ્વારા અંતિમયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવામાં દરેક લોકો આશ્ચર્યચકિત છે કે આખરે એક ભિખારીનાં મૃ-ત્યુ પર આટલી ભીડ કેવી રીતે ઉમટી પડી ?.

કહેવામાં આવે છે કે બસવા ભીખમાં માત્ર એક રૂપિયો જ લેતો હતો અને તેના બદલામાં લોકોને કરોડોની દુઆ આપતો હતો એટલું જ નહીં પરંતુ લોકોનું કહેવાનું હતું કે ઘણા લોકો તેને હાથ જોડીને આગ્રહ કરતા હતાં અને તેમને પોતાના ઘરે ભીખ લેવા બોલાવતા હતાં. લોકોનું માનવાનું હતું કે બસવા જો કોઇ ગલીમાંથી પસાર થઇ જાય છે તો તે ગલી માં રહેવા વાળાનું નસીબ ખુલી જતું હતું.

એટલું જ નહી પરંતુ લોકો આ ભિખારીને પોતાનું “ગુડ લક” માનતા હતાં. ૪૭ વર્ષનાં બસવા એ ક્યારેય એક રૂપિયાથી વધારેની ભીખ માંગી નથી અને આ જ કારણ છે કે તેમણે પોતાના આ અંદાજથી લાખો લોકોનાં દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી.

એટલું જ નહીં પરંતુ બસવા પુર્વ મુખ્યમંત્રી દિવંગત સાંસદ પ્રકાશ પુર્વ મંત્રી પરમેશ્વર નાયકને પણ ઓળખતો હતો અને રાજનીતિ વિષે પણ પોતાનાં વિચાર રાખતો હતો. જેવી જ લોકોને બસવાનાં મૃત્યુનાં સમાચાર મળ્યાં તો દરેક લોકો ને ઝટકો લાગ્યો હતો. વળી સોશિયલ મીડિયા પર પણ લોકો તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.