કરોડોની ગાડી હોવા છતાં પણ રીક્ષાથી મુસાફરી કરે છે જહોન અબ્રાહમનાં માતા-પિતા, જાણો તેનું કારણ

બોલિવૂડ એક્ટર જહોન અબ્રાહમએ થોડા દિવસો પહેલા જ પોતાનો ૪૮ મો જન્મદિવસ ઉજવ્યો હતો. ૧૭ ડિસેમ્બર ૧૯૭૨નાં રોજ કોચીમાં જન્મેલા જહોન અબ્રાહમે પોતાનું કરિયર મોડલના રૂપમાં શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને વિજ્ઞાપનોમાં કામ મળવા લાગ્યું હતું કે વર્ષ ૨૦૦૩માં તેમણે બિપાશા બાસુની સાથે “જિસ્મ” ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને બોડીનાં લોકો દિવાના થઈ ગયા હતાં. ત્યારબાદ તે ધીરે-ધીરે બોલિવૂડનાં ચમકતા સિતારા બની ગયા.

વર્તમાન સમયમાં જહોન અબ્રાહમની પાસે કરોડો રૂપિયા છે. જહોનને કાર અને બાઈક બન્નેનો ખુબ જ શોખ છે. બાઈકમાં તેમની પાસે ૨૯ લાખ રૂપિયાની યામાહા VMAX, ૨૨.૩૪ લાખની યામાહા R1, ૧૭.૬૬ લાખની કાવાસાકી નિન્જા, ૧૫.૯૫ લાખની ડુકાટી ડીવેલ, ૧૩.૮૬ લાખની હાયાબુસા અને ૧.૮૩ લાખની મહિન્દ્રા મોજો છે.

વળી કાર કલેક્શનમાં તેમની પાસે ૩.૪૬ કરોડ રૂપિયાની લૈમ્બોગિની ગૈલાર્ડો, ૨ કરોડ રૂપિયાની નિશાન જીટી-આર, ૮૧ લાખની ઓડી Q7, ૩૨ લાખની ઓડી Q૩ અને ૭ લાખની મારુતિ જિપ્સી છે. જહોન અબ્રાહમ વર્તમાન સમયમાં એક ફિલ્મના લગભગ ૧૫ કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.

આટલી મોંઘી કાર અને તગડી કમાણી હોવા છતાં પણ જહોન અબ્રાહમના માતા-પિતા ખુબ જ સાદું જીવન જીવે છે. જહોનએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા પિતા આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાનું પસંદ કરે છે. વળી મારી માતા પણ રિક્ષામાં મુસાફરી કરે છે. જણાવી દઈએ કે જહોનનાં પિતા મલયાલી ક્રિશ્ચિયન જ્યારે માતા ઈરાની છે. જહોનનો એલન અબ્રાહમ નામનો એક નાનો ભાઇ પણ છે.

જહોન પોતે પણ એક સિમ્પલ વ્યક્તિ છે. તે એક મિડલ ક્લાસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેથી તેમની વેલ્યુ તે વધુ સારી રીતે જાણે છે. આ તેમનો એક પ્લસ પોઇન્ટ પણ કહી શકાય. બોલિવૂડની હાઈફાઈ પાર્ટીઓમાં પણ જહોન સિમ્પલ ટીશર્ટ, જીન્સ અને ચપ્પલમાં જોવા મળે છે. તે જણાવે છે કે તેમના સાથી કલાકાર હંમેશા તેમને પૂછે છે કે હું પાર્ટીમાં શુઝ કેમ પહેરતો નથી. તેમના આ પ્રશ્ન પર હું જવાબ આપું છું કે, મને ચપ્પલ પહેરવા જ વધારે પસંદ છે. તે વધારે આરામદાયક પણ હોય છે.

પોતાની શાનદાર બોડીના વિશે તે કહે છે કે જ્યારે હું ૨૨ વર્ષનો હતો ત્યારે મેં હોલિવૂડ સ્ટાર્સ સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મ રોકી-૪ જોઈ હતી. તેમની પાસેથી જ પ્રેરણા લઈને હું પોતાને ફિટ રાખવા લાગ્યો હતો. જહોનએ ૧૯૯૯માં ગ્લૈડરૈગ્સ મૈનહંટ કોન્ટેસ્ટ જીત્યો હતો. તે મોડલિંગની સાથે ઘણા વિજ્ઞાપનો અને મ્યુઝિક વિડિયોમાં પણ નજર આવ્યા હતા.

ફિલ્મ “જિસ્મ” બાદ તેમને ૨૦૦૪માં “ધૂમ” ફિલ્મ મળી. આ ફિલ્મ તેમના કરિયરને ઊંચાઈ પર લઈ ગઈ. જીસ્મ અને ધૂમ સિવાય જિંદા, વોટર, દોસ્તાના, ફોર્સ, શૂટઆઉટ એટ વડાલા, મદ્રાસ કાફે, વેલકમ બેક, પરમાણુ, સત્યમેવ જયતે અને બાટલા હાઉસ તેમની અમુક ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. વિકી ડોનર જેવી ફિલ્મ તેમણે પ્રોડ્યુસ કરી હતી. ૨૦૧૪માં તેમણે પ્રિયા રુંચાલ સાથે લગ્ન કર્યા હતા.