બોલીવુડ સિતારાઓ હંમેશાથી જ પોતાની ફિલ્મો અને પોતાના અભિનય કળાની સાથે જ પોતાનાથી જોડાયેલ ઘણા પ્રકારની ચીજોને લઈને પણ ચર્ચામાં રહે છે અથવા તો એવું કહી શકાય કે તેમની સાથે જ તેમની સાથે જોડાયેલ ઘણી ચીજોના વિશે પણ હંમેશા ફેન્સ જાણવા માંગતા હોય છે. બોલીવુડ કલાકારોની મોંઘી અને સુંદર વેનિટી વેન હંમેશાં ચર્ચામાં રહે છે. આજે અમે તમને અભિનેતા સલમાન ખાનની સુંદર વેનિટી વેનની સફર કરાવવા લઈ જઈ રહ્યા છીએ. સલમાન ખાનની વેનિટી વેનની કિંમત કરોડોમાં છે તેમજ તેમની અંદર જરૂરિયાતની બધી ચીજો રહેલી છે. તો ચાલો એક નજર નાખી દઈએ સલમાન ખાનની સુંદર અને શાનદાર વેનિટી વેન પર.
સલમાન ખાનની આ વેનિટી વેનમાં જરૂરિયાતની બધી જ ચીજો રહેલી છે. જો તેને એક આલિશાન ઘર કહેવામાં આવે તો પણ કોઇ આશ્ચર્યની વાત નથી. આ વેનીટી વેન અંદર અને બહાર બંને તરફથી સુંદર છે. જાણકારીના અનુસાર ફિલ્મના સેટ પરથી નીકળ્યા બાદ અભિનેતા પોતાની વેનિટી વેનમાં જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. તેમાં આરામ કરવા માટે શાનદાર સોફા સેટ છે. વળી મનોરંજન માટે તેમાં એક મોટું ટીવી પણ લગાવેલ છે. સલમાન ખાનની આ વેનિટીનું આકર્ષક અને શાનદાર દેખાવાનું એક પ્રમુખ કારણ તેની ભારે ભરખમ કિંમત પણ છે. રિપોર્ટના અનુસાર સલમાનની આ વેનિટી વેનની કિંમત ૪ કરોડ રૂપિયા છે.
સલમાન ખાનની આ લગ્ઝરી વેનિટી વેનમાં તેમનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે, જેમાં સલમાન હંમેશાની જેમ જ ખૂબ જ સ્માર્ટ નજર આવી રહ્યા છે. વેનિટી વેનનાં આ એરિયાના ફોટોમાં તમે જોઈ શકો છો કે પાસે જ મેકઅપ માટે જગ્યા આપવામાં આવી છે.
જણાવી દઈએ કે ફિલ્મના સેટ પર જતા પહેલા અહીંયા જ સલમાન ખાનનો મેકઅપ કરવામાં આવે છે. મેકઅપ એરિયામાં એક આરામદાયક સોફા અને એક ખુરશી લગાવવામાં આવેલી છે. સલમાન ખાન ફિલ્મ મેકર્સની સાથે ફિલ્મની સ્ક્રીપ્ટને લઈને પણ અહીંયા વાતચીત કરે છે.
જ્યાં સલમાન ખાનની તસ્વીર લગાવવામાં આવી છે અને જ્યાં મેકઅપ એરિયા છે બરાબર તેની પાસે જ સીટીંગ એરિયા પણ રાખવામાં આવેલ છે. તે સલમાન ખાનની સાથે કામ કરનાર સ્ટાઇલિસ્ટ, મેનેજર, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટની જગ્યા છે. તે લોકો ફ્રી ટાઇમમાં અહીયા જ બેસે છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની આ મોંઘી અને આકર્ષક વેનિટી વેનમાં મનોરંજન માટે એક મોટી સ્ક્રીનનું ટીવી પણ લગાવવામાં આવ્યું છે. જાણકારીના અનુસાર પોતાના ખાલી અને ફ્રી સમયમાં સલમાનનું ટીવીની મદદથી જ મનોરંજન થાય છે. તેના ઇન્ટીરિયરને હળવા પીળા રંગની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે.