કરોડો સૈનિકો હોવા છતાં પણ ફક્ત આ ૩ લોકોને જ સાંભળવા મળી હતી શ્રીમદ ભાગવદ ગીતા, ખુબ જ ઓછા લોકો જાણે છે આ વાત

કહેવાય છે કે જો દુર્યોધને ભાગવત ગીતાનું જ્ઞાન શ્રીકૃષ્ણ પાસે લીધું હોત તો કદાચ તેમને જીવનનો મર્મ સમજાઈ જાત અને કુરુક્ષેત્રનાં ઐતિહાસિક યુદ્ધની જરૂર જ ના પડત. એવું નથી કે શ્રીકૃષ્ણ એ ક્યારેય દુર્યોધનને ગીતા જ્ઞાન આપવાની કોશિશ કરી નથી પરંતુ દુર્યોધને ગીતા જ્ઞાન લેતા પહેલા એવું કહીને મનાઈ કરી દીધી હતી કે તે સ્વયં ખુબ જ જ્ઞાની છે એટલા માટે તેમને કોઈપણ જ્ઞાનની જરૂરિયાત નથી પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણમાં મુખેથી માત્ર અર્જુન જ નહી પરંતુ બીજા પણ ઘણા યોદ્ધાઓએ પણ આ ગીતા સાંભળી હતી.

અર્જુન સિવાય આ યોદ્ધાઓએ પણ સાંભળી હતી ગીતાની મુલ્યવાન વાતો

જ્યારે શ્રીકૃષ્ણને પહેલી વાર અર્જુનને ભાગવદ ગીતા સંભળાવી હતી તો ત્યારે ત્યાં અર્જુન એકલા નહોતા પરંતુ તેમની સાથે હનુમાનજી, સંજય તથા બર્બરીક પણ હાજર હતાં. હનુમાનજી તે સમયે અર્જુનનાં રથ ઉપર સવાર હતાં. બીજી તરફ સંજયને શ્રી વેદ વ્યાસ દ્વારા દિવ્ય દૃષ્ટિનું વરદાન પ્રાપ્ત હતું, જેના લીધે તે યુદ્ધનાં મેદાનમાં ચાલી રહેલી દરેક હલચલને મહેલમાં બેસીને પણ જોઈ શકતા હતાં અને સાંભળી શકતા હતાં, જ્યારે બર્બરીક જે ઘટોત્કચનાં પુત્ર છે તેઓ તે સમયે શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે ચાલી રહેલી તે વાતને દુર પહાડોનાં શિખર પરથી સાંભળી રહ્યા હતાં.

કહેવામાં આવે છે કે મહાભારત યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી વાતચીત ઐતિહાસિક છે કારણકે આજે મનુષ્યમાં મહાભારતનાં તે યુગને અનુભવ કરવાની ક્ષમતા તથા દૈવીશક્તિ પ્રાપ્ત નથી, જે ઋષિ-મુનિ પોતાના તરફથી તે શક્તિ પ્રાપ્ત કરી લેતા હતાં. તે બંધ આંખોથી પોતાની સામે મહાભારત યુગમાં થયેલા એક-એક અધ્યાયને જોઈ શકતા હતાં.

આલ્બર્ટ આઈસ્ટાઈન સહિત ઘણા મોટા વૈજ્ઞાનિકો કરી ચુક્યા છે ગીતા ની પ્રસંશા

ભગવદ્ ગીતાની રચનાઓને માત્ર ભારતનાં વિભિન્ન ધર્મની જ માન્યતા નથી પરંતુ એક સમયે દુનિયાનાં જાણીતા વૈજ્ઞાનિક રહી ચુકેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ આ મહાન ગ્રંથની પ્રસંશા કરી હતી. બ્રહ્માંડ અને તેની સાથે જોડાયેલા તથ્યો જાણવા તેમના માટે ખુબ જ સરળ થઇ જાય છે. તે દેવો દ્વારા રચવામાં આવેલો એવો ગ્રંથ છે, જેમાં બ્રહ્માંડથી લઈને પાતાળ સુધીની બધી જ જાણકારી સામેલ છે.