સુપરસ્ટાર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફ બંને હિન્દી સિનેમામાં પોતાનું એક ખાસ સ્થાન ધરાવે છે. બન્નેની જોડીએ અત્યાર સુધીમાં એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને જ્યારે પણ બંને કલાકારો એક સાથે પડદા પર નજર આવે છે તો ફેન્સ તરફથી આ જોડીને ખૂબ જ પ્રેમ મળે છે. બંનેએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે, આવી જ એક ફિલ્મ હતી “એક થા ટાઇગર”, જે આજથી ૮ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૨માં આવી હતી.
સલમાન ખાન અને કેટરિનાની જોડીવાળી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ બંને કલાકારોએ સેટ પર ખૂબ જ મજાક મસ્તી કરી હતી. હવે તે ફિલ્મની શૂટિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને કલાકારો મસ્તીના મુડમાં નજર આવી રહ્યા છે અને આ દરમિયાન એક્ટ્રેસ કેટરીના મસ્તી-મજાકમાં અભિનેતા સલમાનનું બંને હાથોથી ગળું દબાવતા જોવા મળી રહી છે.
“એક થા ટાઇગર” ફિલ્મની શૂટિંગ ઘણા સ્થાનો પર થઈ હતી. શૂટિંગ દરમિયાન એક સીનનાં સમયે સલમાન અને કેટરીના મસ્તી કરવા લાગે છે અને તે દરમિયાન સલમાન કેટરિનાની મજાક ઉડાવે છે. તેવામાં કેટરીના પણ તેમની સાથે બદલો લેવાના વિશે વિચારે છે. બંને કલાકારો વાયરલ વીડિયોમાં ફિલ્મનું હિટ ગીત “માશાલ્લાહ” પર ડાન્સ કરી રહ્યા છે.
આ ગીત પર ડાન્સ દરમિયાન સલમાન ખાન કહે છે કે જ્યારે ક્લોઝ-અપ શોટમાં ચહેરો લેવાનો છે તો પછી કેટરીના કમર કેમ હલાવી રહી છે. તેના પર બંને કલાકારો હસવા લાગે છે અને કેટરીના પોતાના બંને હાથોથી મસ્તીના મુડમાં સલમાન ખાનનું ગળું દબાવવા લાગે છે. સોશિયલ મીડિયા પર યશરાજ ફિલ્મ્સ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે.
યશરાજ ફિલ્મ્સના આધિકારિક ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. આ શેર કરેલા વિડિયોમાં લખવામાં આવ્યું છે કે, “એક આશ્ચર્યજનક નૃત્ય, તેમની પાછળ પૂરી મહેનત, ટીમ વર્ક અને મસ્તી. એક થા ટાઇગર”.
જણાવી દઈએ કે “એક થા ટાઇગર” ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં તેમની સિક્વલ પણ આવી હતી, જેમનું નામ હતું “ટાઈગર ઝીંદા હૈ”. સલમાન અને કેટરીના છેલ્લે એકસાથે ફિલ્મ “ભારત” માં જોવા મળ્યા હતા.
A stunning dance. A whole lot of hard work, teamwork and fun behind it. #EkThaTiger | #YRF50 pic.twitter.com/mtb4KVKseg
— Yash Raj Films (@yrf) November 26, 2020
વળી હવે આશા રાખવામાં આવી રહી છે કે ખૂબ જ જલ્દી બંનેની જોડી ફેન્સને ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી શકે છે. ખબરો અનુસાર બંને કલાકારો હવે ફરી એકવાર એક થા ટાઇગર સિરીઝ ની આગળની ફિલ્મમાં જોવા મળી શકે છે.