કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ નથી જોવા માંગતા એકબીજાના ચહેરા, જાણો શું છે ઝઘડાનું કારણ

Posted by

બોલિવૂડમાં એકતરફ જ્યાં પાર્ટીઓ દરમિયાન બધા જ કલાકારો એકબીજા સાથે હસતા બોલતા જોવા મળે છે તો બીજી તરફ પોતાના અંગત જીવનમાં ઘણા કલાકારો એકબીજા સાથે વાત કરવા પણ માંગતા નથી. ઘણી અભિનેત્રીઓ પ્રોફેશનલ કારણોના લીધે એકબીજાથી નારાજ રહે છે. તેમાંથી એક છે બોલિવૂડની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ. આ બંને અભિનેત્રીઓ પોતાના કરિયરમાં ખૂબ જ સફળ છે. એકતરફ જ્યાં કેટરીના કૈફને બોલિવૂડની બાર્બી ડોલ કહેવામાં આવે છે તો બીજી તરફ દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી સતત ઘણા વર્ષો સુધી બોલિવુડની નંબર વન અભિનેત્રી બની રહી છે. પરંતુ તે બંને એકબીજાથી ખૂબ જ નારાજ છે. જો કે બન્નેની વચ્ચે આ અંતર કોઈ પ્રોફેશનલ કારણના લીધે નહીં પરંતુ પર્સનલ કારણના લીધે છે. તો ચાલો જાણી લઈએ કે આખરે તે શું કારણ છે કે આ બંને અભિનેત્રીઓ એકબીજાનો ચહેરો પણ જોવાનું પસંદ કરતી નથી.

કેટરીનાનાં લીધે થયું હતું દિપીકાનું બ્રેકઅપ

દીપિકા પાદુકોણ રણવિર સિંહ સાથે લગ્ન કરી ચૂકી છે અને તે ખુશહાલ જિંદગી પસાર કરી રહી છે પરંતુ એક સમય હતો જ્યારે તે રણબીર કપૂરની સાથે રિલેશનશિપમાં હતી. બંનેના અફેરની ચર્ચાઓ તે દિવસોમાં ખૂબ જ થતી હતી. ખબર તો ત્યાં સુધી મળતી હતી કે તે બંને ખૂબ જ જલ્દી લગ્ન કરશે. જણાવી દઈએ કે રણબીર કપૂરની ઇમેજ દિલફેંક આશિક વાળી છે. જ્યારે તેમની મુલાકાત કેટરીના કેફ સાથે થઈ તો તેમને એક જ નજરમાં કેટરીના પસંદ આવી ગઈ. ધીમે-ધીમે બન્ને એકબીજાની નજીક આવી ગયા.

દિપીકા પછી કેટરિનાને કરી ડેટ

જ્યારે દીપિકા પાદુકોણને રણબિર અને કેટરિનાની નિકટતા વિશે જાણવા મળ્યું તો તેમણે રણબીર કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું. દીપિકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રણબીર કપૂરે તેમની સાથે ચીટ કર્યું છે. દીપિકા સાથે બ્રેકઅપ બાદ રણબીર કપૂર ખુલ્લેઆમ કેટરિનાને ડેટ કરવા લાગ્યા હતા. રણબીર કેટરીના માટે એટલા સિરિયસ થઇ ગયા કે તેમણે તેમના માટે અલગથી એક ફ્લેટ લઇ લીધો. જેમની ડિપોઝીટ પણ તેમણે જમા કરી પરંતુ રણબીર કપૂર આ સંબંધમાં પણ લાંબા સમય સુધી ટકી શકયા નહિં અને તેમણે કેટરીના સાથે બ્રેકઅપ કરી લીધું. કેટરીના ત્યારબાદ લાંબા સમય સુધી એકલી રહી. જોકે હવે ખબરો મળી રહી છે કે તે વિકી કૌશલને ડેટ કરી રહી છે. પરંતુ હાલમાં તો બંનેએ ઓફિશીયલી આ વાતને એક્સેપ્ટ કરી નથી.

હવે આલિયા ભટ્ટ પર આવ્યું છે દિલ

કેટરીનાથી પણ અલગ થઇ ગયા બાદ રણબીર કપૂરનું દિલ આલિયા ભટ્ટ પર આવી ગયું છે. આલિયા ભટ્ટ પણ રણબીર કપૂરના ચાર્મથી બચી શકી નહીં. જાણવા મળે છે કે રણબીર અને આલિયા ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. આલિયા ભટ્ટ ઘણીવાર રણબીર કપૂરની સાથે જોવા મળે છે. આલિયા રણબીર કપુરના દરેક ફેમિલી ફંક્શનનો ભાગ બને છે. વળી ઋષિ કપૂરના મૃત્યુ પછી આલિયા ભટ્ટ તેમના પરિવારની સાથે જોવા મળી હતી. હવે ફેન્સ બંનેના લગ્નની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *