કેટરીના કૈફની બહેન ઈસાબેલની સુંદરતા પર દિવાના થયા સલમાન ખાન, વિડિયો શેર કરીને કહી દીધી આ વાત

કેટરીના કૈફ બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી છે. કેટરીનાને આજે કોઈ ઓળખની જરુર નથી. તેમના ચાહકોના લિસ્ટમાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ સામેલ છે. કેટરિનાએ બોલિવૂડમાં એક થી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. કદાચ એ જ કારણ છે કે આજે તેમની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની નંબર-૧ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.

કેટરીના કૈફ બોલીવુડમાં પોતાનો જાદુ બતાવી રહી છે, તેવામાં હવે તેમની નાની બહેન ઈસાબેલ પણ ધૂમ મચાવવા આવી ગઈ છે. હાલમાં જ કેટરીના કૈફની બહેન ઈસાબેલ એક મ્યુઝિક વીડિયો “માશાલ્લાહ” માં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર આ મ્યુઝિક વિડીયો આગની જેમ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ઈસાબેલની સુંદરતાની પ્રશંસા કરતાં થાકી રહ્યા નથી.

તેવામાં બોલિવૂડનાં સુપરસ્ટાર અને કેટરીના કૈફની નજીક સલમાન ખાન પણ ઈસાબેલની સુંદરતાના દિવાના થઈ ગયા છે. હકીકતમાં સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈસાબેલનાં મ્યુઝિક વીડિયોને શેર કરતા એક કેપ્શન આપ્યું છે. સલમાન ખાને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “અરે વાહ ઈસાબેલ, આ ગીત ખૂબ જ સુંદર છે અને તમે ખુબ જ સુંદર લાગી રહ્યા છો. ખૂબ અભિનંદન”.

જણાવી દઈએ કે “માશાલ્લાહ” ગીતને સિંગર ડીપ મની એ અવાજ આપ્યો છે. આ ગીતમાં ઈસાબેલ ખૂબ જ સુંદર નજર આવી રહી છે. અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધારે લોકો યુ-ટ્યુબ પર આ ગીતને જોઈ ચૂક્યા છે. જ્યારથી સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતને શેર કર્યું છે ત્યારથી તેમને જોવા વાળા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

વાત કરીએ સલમાનખાનના અપકમિંગ પ્રોજેક્ટસ્ ની તો તે ખૂબ જ જલ્દી ફિલ્મ “રાધે” માં જોવા મળશે. હવે વાત કરીએ કેટરિનાની તો તે કુલ ૭ બહેનો છે. કેટરીનાથી મોટી ત્રણ બહેનો છે અને તેમનાથી નાની ત્રણ બહેનો છે. ઇસાબેલ કેટરીનાથી નાની છે.