ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાણીનું માટલું આ દિશામાં રાખવાથી ઘરમાં એટલા પૈસા આવે છે કે સાચવવા અઘરા થઈ જાય છે

Posted by

આજનાં જમાનામાં કોઇનાં પણ ઘરમાં માટીનો ઘડો ખુબ જ મુશ્કેલીથી જોવા મળે છે. આજનાં સમયમાં લોકોનાં ઘરમાં ફ્રિજ વગેરેનાં કારણે માટીના મટકા ખુબ જ ઓછા જોવા મળે છે. પહેલાના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે ઘડા કે જગ નો ઉપયોગ કરવામાં આવતો હતો. માટીનાં વાસણમાં પાણી રાખવાથી પાણી ઠંડુ તો થાય જ છે સાથે જ તેના બીજા પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે માટીનો ઘડો કે જગ તમારા ઘરમાં રાખશો તો તમારી ધન સંબંધીત દરેક સમસ્યાઓ દુર થઈ શકે છે.

માટીનો ઘડો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને દુર કરી શકે છે. ફ્રીજ, વોટર કુલરનાં આધુનિક સમયમાં પણ ઘણા લોકો આજે પણ માટલાનું પાણી પીવે છે. અમુક લોકો ભીની માટીની સુગંધને પણ ખુબ જ પસંદ કરે છે. તેવામાં અમે તમને જણાવી દઈએ કે માટલા સાથે જોડાયેલા અમુક વાસ્તુ ઉપાયો પણ છે, જે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દુર કરી શકે છે અને ઘરમાં ખુશહાલી લાવે છે. તેવામાં આ ઉપાયો વિશે આપણને જાણ હોવી ખુબ જ જરૂરી હોય છે. આજનો અમારો લેખ આ બાબત પર જ આધારિત છે.

આજે અમે તમને અમારા આ લેખનાં માધ્યમથી જણાવીશુ કે માટીના ઘડા સાથે જોડાયેલા વાસ્તુ ઉપાયો શું છે. અહીં તમને ફરી એકવાર જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલા માટીના ઘડાને રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ થશે. તમારી ઉપર વરુણ દેવનાં આશીર્વાદ રહેશે. સાથે જ તમને કોઈપણ પ્રકારનાં ભય નહીં રહે. એટલે કે તમને કોઈપણ વસ્તુથી ડર નહીં લાગે. તમને જણાવી દઈએ કે પરિવારમાં તેનો સૌથી વધારે લાભ પરિવારનાં વચ્ચેનાં દિકરાને મળે છે.

જો સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો ઉત્તર દિશામાં જળ સંબંધીત વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ આપણા કાનને મળે છે. તેનાથી આપણી સાંભળવાની ક્ષમતા મજબુત રહે છે. વાસ્તુશાસ્ત્રનાં જાણકારો પ્રમાણે માટલાનો ઘડો કે અન્ય વાસણ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ કુંડળીનાં ગ્રહોને શાંત કરવામાં પણ લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પાણીથી ભરેલો માટીનો ઘડો રાખવાથી કુંડળીનાં બુધ અને ચંદ્ર ગ્રહ પ્રબળ થાય છે પરંતુ ધ્યાન રાખવું કે ક્યારેય પણ ઘડા ને સંપુર્ણ રીતે ખાલી ના થવા દેવો.

ઘરમાં ક્યારેય પણ ખાલી માટી નો ઘડો ના રાખવો જોઈએ. માટીનાં ઘડામાં પાણી ભરેલું હોવું જરૂરી હોય છે. જે લોકો તણાવથી ગ્રસ્ત હોય છે કે માનસિક રૂપથી પરેશાન રહે છે, જો તે માટલામાં રાખેલા છોડ પર પાણી નાખે છે તો તેનો લાભ થાય છે. જો ધન ની કમીનાં કારણે ઘરમાં તણાવ રહે છે કે આર્થિક કષ્ટોથી પરેશાન છો તો તેવામાં તમે ઉત્તર દિશામાં માટીનો ઘડો રાખો. પાણીથી ભરેલા માટલાની આગળ ઘી નો દિવો પ્રગટાવો. આવું કરવાથી ધન ની કમી પુરી થાય છે.

જ્યાં તમે તમારો ધંધો કરો છો અથવા તો તમે જે જગ્યાએ કામ કરો છો, ત્યાં તમારે માટીનો ઘડો રાખવો જ જોઇએ. જો તમે આવું કરો છો તો તમારા વ્યવસાયમાં હંમેશા પ્રગતિ થાય છે. ઘરમાં ક્યારેય પણ ખાલી કે તુટેલો માટીનો ઘડો ના રાખવો જોઈએ. આવું કરવાથી તણાવની સ્થિતિ સર્જાય છે. જો કોઈ વ્યક્તિને ઘરમાં માનસિક સમસ્યા હોય તો તેમણે માટીનાં વાસણમાં પાણી ભરીને દરરોજ છોડને પાણી આપવું જોઈએ. આવું કરવાથી ધીમે-ધીમે તે વ્યક્તિની માનસિક સ્થિતિ બદલાવા લાગશે.