ભારત સરકાર પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતમાંથી છુટકારો મેળવવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે પાંચ રાજ્યોમાં ચુંટણી બાદ ઈંધણની કિંમતોમાં વધારો થઈ શકે છે પરંતુ હવે આ બે કારણોથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આવનારા સમયમાં મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી રાહત મળી જશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધનાં કારણે અમેરિકા એ રશિયા પર તમામ પ્રતિબંધ લગાવી દીધા છે.
ઘણા યુરોપીય દેશોએ રશિયામાંથી કાચું તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. તેવામાં રશિયાએ પોતાનાં જુના મિત્ર ભારતને ડિસ્કાઉન્ટ પર કાચું તેલ આપવાની ઓફર આપી છે. એક રિપોર્ટ પ્રમાણે ભારત, રશિયાની આ ઓફર પર વિચાર કરી રહ્યું છે. જો બન્ને દેશો વચ્ચે સહમતી થઈ જાય છે તો ભારતમાં તેલની કિંમત પર તેની સીધી અસર પડશે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ ૮૦% તેલ આયાત કરે છે, જેમાં રશિયામાંથી લેવામાં આવતું ૨-૩% તેલ પણ તેમાં સામેલ છે.
૬ મહિનામાં બનવા લાગશે ફ્લેક્સ ફ્યુલ એન્જિન
આ પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે તમામ મોટી ઓટોમોબાઇલ કંપનીનાં પ્રબંધ નિર્દેશક અને સિયામનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેમને વચન આપ્યું છે કે ૬ મહિનાની અંદર જ તેઓ વાહનો માટે ફ્લેક્સ ફ્યુલ એન્જિનનું નિર્માણ શરૂ કરી દેશે, જે એક થી વધારે ઇંધણથી ચાલે શકે છે. ફ્લેક્સ ફ્યુલ, ગૈસોલિન અને મેથેનોલ કે ઇથેનોલનાં મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ એક વૈકલ્પિક ઇંધણ હોય છે.
૧૦૦% ઇથેનોલ પર ચાલશે ગાડીઓ
ગડકરી એ ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરતા કહ્યું કે સરકાર સાર્વજનિક પરિવહનને ૧૦૦% સ્વચ્છ ઉર્જા સ્ત્રોતથી ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ગડકરી અનુસાર ખુબ જ જલ્દી ભારતમાં મોટાભાગનાં વાહનો ૧૦૦% ઇથેનોલ પર ચાલશે. તેમણે એવું પણ કહ્યું કે સરકાર હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણનાં ઉપયોગને પ્રોત્સાહિત કરવા પર કામ કરી રહી છે.
પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેનાથી તે બ્લેન્ડેડ ફ્યુઅલ બને છે અને સામાન્ય પ્રમાણમાં અડધી કિંમત પર મળે છે. હાલમાં મહારાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ પર ઇથેનોલ પેટ્રોલ મળી રહ્યું છે, જેની કિંમત ૭૦ રૂપિયા પ્રતિ લિટરથી પણ ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ ૯૫.૪૧ રૂપિયા, મુંબઈમાં ૧૦૯.૯૮ રૂપિયા, કોલકત્તામાં ૧૦૪.૬૭ રૂપિયા અને ચેન્નઈમાં ૧૦૧.૪ રૂપિયા પ્રતિ લીટર વેચાયું હતું.