કેરી ખાવામાં ભલે ગમે એટલી મજા આવતી હોય પરંતુ ક્યારેય ભુલમાં પણ કેરી સાથે ના ખાવી જોઈએ આ ચીજો, તેનાથી થાય છે ગંભીર નુકશાન

ઉનાળાની ઋતુ આવતા જ બજારમાં ફળોનાં રાજા આવવાનું શરૂ થઈ જાય છે. ઘણા લોકોને કેરી એટલી પસંદ હોય છે કે તેઓ કેરી ને રોટલી અને પરાઠા સાથે અથવા તો પછી ત્યાં સુધી કે ભાત સાથે ભેળવીને પણ ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ કોઈપણ   કોમ્બિનેશન સાથે કેરી ખાવાનું પસંદ કરો છો તો આ ખબર તમારે વાંચવી ખુબ જ જરૂરી છે. ખુબ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે કેરી ખાવાનાં થોડા સમય બાદ અમુક ચીજો ખાવી આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો ચાલો જાણી લઈએ તે કઈ ચીજો છે, જેને કેરી સાથે ના ખાવી જોઈએ.

દહીં ના ખાવું

ઘણા લોકોને દહી એટલું પસંદ હોય છે કે તેઓ કેરી સાથે પણ દહીં ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ આવું જ કરો છો તો હવે સાવધાન થઈ જાઓ. એવું એટલા માટે કારણકે આ બંને ચીજોને એકસાથે ખાવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બનવા લાગે છે, જેનાં લીધે ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

ભુમાં પણ ના પીવો પાણી

ઘણા લોકોની આદત હોય છે કે તેઓ ફળ ખાધા બાદ પાણી પી લે છે. જો તમે પણ કેરી ખાઇને તરત જ પાણી પીવો છો તો આદત તરત છોડી દો. વારંવાર આવું કરવાથી આંતરડામાં ઇન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે એટલા માટે હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે કેરી ખાધા બાદ ઓછામાં ઓછા અડધા કલાક બાદ જ પાણી પીવું.

કારેલા થી પણ રહો દુર

જો તમે જમી રહ્યા છો અને તમારી પ્લેટમાં કારેલા અને કેરી બંને છે તો થોભી જાઓ. એવું એટલા માટે કારણકે કારેલા અને કેરીનું સેવન એકસાથે કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક હોય છે. કેરી ખાઈ લીધા બાદ તરત જ કારેલા ખાવાથી ઉલ્ટી, ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઇ શકે છે.

કોલ્ડડ્રિંક્સથી રહો દુર

કેરી ખાધા બાદ કોલ્ડ્રીંકસનું સેવન ના કરવું જોઈએ. એવું એટલા માટે કારણકે કેરીમાં શુગરની માત્રા વધારે હોય છે. તેની સાથે જ કોલ્ડ્રીંકસમાં પણ ખાંડની માત્રા વધારે હોય છે, તેવામાં બંને ચીજોનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

મસાલાવાળી ચીજો થી દુર રહો

કેરી ખાધા બાદ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે મસાલા વાળી ચીજો ના ખાવી. એવું એટલા માટે કારણકે બન્ને ચીજોનું કોમ્બિનેશન પેટ અને સ્કિન સંબંધીત બિમારીનું કારણ બની શકે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારીત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી. કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતાં પહેલાં કોઈ સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.