કેટલા અલગ હોય છે ડાબા હાથ થી કામ કરનાર લોકો, જાણો શું હોય છે તેમની ખાસિયત

તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો ડાબા હાથથી કોઈ કામ કરે છે તો તેમને ઘણીવાર લોકો ટોકતા હોય છે અને કહે છે કે જમણા હાથથી કામ કરો. બની શકે છે કે તમને પણ મોટા વડીલો પાસેથી તે સાંભળવા મળ્યું હોય. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ડાબા હાથથી કામ કરે છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ન્યુટન, આઇન્સ્ટાઇન અને બરાક ઓબામા જેવી મોટી હસ્તીઓના નામોનો સમાવેશ થાય છે. તેવામાં અમે તમને ડાબા હાથથી કામ કરનારા લોકો સાથે જોડાયેલ અમુક રોચક તથ્યો વિશે જણાવીશું.

જે લોકો ડાબા હાથથી કામ કરતા હોય છે તે જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં તેમના નખ ખૂબ જ ઝડપથી વધતા હોય છે. જે માં-બાપ ડાબા હાથથી કામ કરતાં હોય છે તો તે વાતની ૫૦% સંભાવના રહે છે કે તેમના બાળકો પણ ડાબા હાથથી કામ કરતાં હશે. જ્યારે જમણા હાથથી કામ કરનાર માતા પિતાના બાળકોમાં આ પ્રકારની સંભાવના ફક્ત ૨% જ હોય છે.

ગુસ્સો જલ્દી આવે છે

જે લોકો જમણા હાથથી કામ કરે છે. તેમના વાળ સામાન્ય રીતે ક્લોકવાઇઝ વધે છે. પરંતુ જે લોકો ડાબા હાથથી કામ કરતાં હોય છે તેમના વાળ વધવાની કોઈ પેટર્ન નિર્ધારિત હોતી નથી. ડાબા હાથથી કામ કરનાર લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. કારણકે તેનામાં જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં નકારાત્મકતા વધારે હોય છે.

જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરનાર લોકોની સાથે દુર્ઘટનાની સંભાવના ૮૫% વધારે હોય છે. અનિંદ્રા, માઇગ્રેન અને એલર્જીનો શિકાર થવાની સંભાવના ડાબા હાથથી કામ કરનાર લોકોને વધારે રહે છે. ડાબા હાથથી કામ કરનાર મહિલાઓની તુલનામાં પુરુષોની સંખ્યા વધારે હોય છે.

વધારે બુદ્ધિશાળી હોય છે

એક સત્ય એ પણ છે કે તમે જમણા હાથથી કામ કરી રહ્યા હોય કે ડાબા હાથથી. તેની તમારા જીવનકાળ પર ક્યારેય પણ કોઈ અસર પડતી નથી. જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરનાર લોકો વધારે બુદ્ધિશાળી પણ હોય છે. ડાબા હાથથી કામ કરનાર મોટાભાગના લોકો ડાબી બાજુ ખોરાક ચાવે છે. જ્યારે જમણા હાથથી કામ કરનાર લોકો મોટાભાગે જમણી બાજુ ખોરાક ચાવે છે.

આલ્કોહોલનું વ્યસન થવાનું જોખમ જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરનાર લોકોમાં વધારે હોય છે. જે બાળકો સમય પહેલા જન્મ લેતા હોય છે તેમાંથી મોટાભાગના બાળકો લેફ્ટી જ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન જે મહિલાઓ વધારે પડતો તણાવ લેતી હોય છે મોટાભાગે તે લેફ્ટી બાળકોને જન્મ આપે છે.

ડાબોડી દિવસ

મલ્ટીટાસ્કીંગના મામલામાં જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં ડાબા હાથથી કામ કરવાવાળા લોકો ખૂબ જ સારા હોય છે. અમેરિકામાં ડાબા હાથથી કામ કરનારા લોકોની સંખ્યા ત્રણ કરોડથી પણ વધારે છે. દર વર્ષે ૧૩ ઓગસ્ટને ડાબોડી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દર વર્ષે ૫૦૦ થી પણ વધારે ડાબોડી લોકોનું મૃત્યુ જમણા હાથવાળા માટે બનેલ ઉપકરણોના ઉપયોગથી થાય છે.

ડાબા હાથથી જે લોકો કામ કરે છે તેમાંથી ૩૯ ટકા સમલૈગીક છે. તે જાણીને તમને આશ્ચર્ય થશે કે જે લોકો ડાબા હાથથી કામ કરે છે કમાણીના આ મામલામાં તે જમણા હાથથી કામ કરનાર લોકોની તુલનામાં ૧૨% પાછળ રહી જાય છે. કોમ્પ્યુટર ગેમ્સ કે પછી રમત ગમત દરમિયાન પણ પ્રતિક્રિયા ઝડપથી દેવાના મામલામાં ડાબા હાથ વાળા લોકો જમણા હાથ વાળા લોકોની તુલનામાં આગળ રહે છે.