KGF સ્ટાર યશ એ પાન-મસાલાની જાહેરાત કરવાની ના પાડી દીધી, કરોડો રૂપિયાની ઓફરને મારી લાત

સાઉથ ઇન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ KGF-2 હાલનાં દિવસોમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલે રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં આ ફિલ્મે દુનિયાભરમાં ૧ હજારથી પણ વધારે કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વળી ફિલ્મનાં હીરો રોકિંગ સ્ટાર યશને આ ફિલ્મનાં માધ્યમથી સારી એવી સફળતા મળી છે. મહત્વપુર્ણ છે કે તે પહેલા KGF નાં પહેલા પાર્ટ એ પણ સફળતા સારી એવી સફળતા મેળવી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ KGF-2 પણ સતત કમાણી કરી રહી છે. તેની વચ્ચે યશને  એક પાન મસાલા બ્રાન્ડ એ અપ્રોચ કર્યા હતાં પરંતુ અભિનેતાએ આ જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. તો ચાલો જાણી લઈએ તેની સાથે જોડાયેલ સંપુર્ણ મામલો શું છે?.

Advertisement

માકુ જાહેરાતને લઈને થઈ બબાલ

મહત્વપુર્ણ છે કે છેલ્લા થોડા દિવસોથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં તમાકુ બ્રાન્ડને લઈને સતત વિવાદ થઈ રહ્યાં છે. વળી આ જાહેરાતનાં કારણે અક્ષય કુમારને ખુબ જ ટ્રોલિંગનો સામનો કરવા પડ્યો છે. હકિકતમાં  અક્ષય કુમારે બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝનાં મોટા સ્ટાર શાહરુખ ખાન, અજય દેવગનની સાથે પાન મસાલાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતાં. જો કે ત્યારબાદ અક્ષય કુમારે ફેન્સ પાસે માફી પણ માંગી હતી અને હંમેશા માટે પાન-મસાલા એડમાંથી હટી ગયા હતાં. હવે તેની વચ્ચે પાન-મસાલા બ્રાન્ડએ યશને પણ જાહેરાત માટે કરોડો રૂપિયાની ઓફર આપી હતી પરંતુ યશ એ આ જાહેરાત કરવાની તરત જ ના પાડી દીધી હતી.

પ્રેસ સ્ટેટમેન્ટ રજુ કરીને કહી આ વાત

જણાવી દઈએ કે આ વાતની જાણકારી યશનાં એન્ડોર્સમેન્ટ ડિલ્સને મેનેજ કરવા વાળી કંપની EXCEED ENTERTAINMENT એ શેર કરી છે. તેમણે પ્રેસ સ્ટેટમેન્ટ રજુ કરતા લખ્યું કે, “પાન મસાલા અને આવા પ્રોડક્ટની લોકોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનો પ્રભાવ જીવલેણ હોય શકે છે. હકિકતમાં યશ દ્વારા લેવામાં આવેલો આ એક હિરોઇક નિર્ણય છે, જેમણે ફેન્સ અને પોતાનાં ફોલોઅર્સનાં હિતમાં લોભામણી ડીલ કરવાની ના પાડી દીધી હતી.

પોતાની પેન ઇન્ડિયા અપીલને જોતા અમે આ અવસરનો ઉપયોગ અમારા ફેન્સ અને ફોલોઅર્સને સાચો મેસેજ આપવા માટે કરવા માંગીએ છીએ. તમારો સમય અને મહેનત તે બ્રાન્ડ પર ખર્ચ કરવા માંગીએ છીએ, જેની પાસે વિવેક છે, જે લાંબી રમત રમવા માંગે છે. સમાન વિચારધારા વાળા છે. જેમકે યશ પોતે છે”.

ફેન્સે પણ યશની કરી પ્રસંશા

જણાવી દઇએ કે જેવી ફેન્સને યશની આ વાતની ખબર પડી તો દરેકે લોકો તેમની પ્રસંશા કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત યશની પ્રસંશા કરીને કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે યશ પાન મસાલાની જાહેરાત કરવાની ના પાડવા વાળા પહેલા અભિનેતા  નથી. આ પહેલાં પણ જાણીતા અભિનેતા અલ્લુ અર્જુન પણ પાન-મસાલાની જાહેરાત કરવાની ના પાડી ચુક્યા છે.

રિપોર્ટ પ્રમાણે તો પાન મસાલા માટે અલ્લુ અર્જુનને પણ કરોડો રૂપિયાની ફી આપવામાં આવી રહી હતી પરંતુ તેમ છતાં તેમણે જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. અલ્લુ અર્જુન કહે છે કે, તે પોતાનાં ફેન્સને ખોટો સંદેશો આપવા માંગતા નથી એટલા માટે તેમણે આ જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. વળી બોલિવુડ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા શાહરુખ ખાન પાન-મસાલાની જાહેરાત કરે છે. આ સિવાય અજય દેવગણ પણ આ પ્રકારની ઘણી જાહેરાત કરી ચુક્યા છે અને તેમને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે.

Advertisement