ખાલી પેટ ખાવા પર આ ચીજો કરે છે ઝેરનું કામ, ભુલમાં પણ ના ખાવી

Posted by

તંદુરસ્ત રહેવા માટે જેટલો જરૂરી પૌષ્ટિક આહાર હોય છે, એટલું જ જરૂરી હોય છે ખાણી-પીણીનાં બાબતમાં નિયમિત રહેવું, એટલે કે સાચા સમય પર ભોજન કરવું. કારણ કે જો સાચા સમય પર ભોજન કરવામાં ના આવે તો પૌષ્ટિક આહાર પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જી હા, ઘણા એવા ખાદ્ય પદાર્થ અને પેય છે, જેનું સવારનાં સમયે ખાલી પેટ સેવન કરવું ઝેર સમાન હોય છે. આજે અમે તમને એવી જ અમુક ખાણી-પીણીની ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમે તેનું ખાલી પેટ સેવન કરવાથી બચી શકો.

હકિકતમાં જ્યારે તમે રાત્રે ૭-૮ કલાક ઊંઘ્યા બાદ સવારે તમે ઉઠો છો તો ઘણીવાર ઉઠતા જ ભૂખનો અહેસાસ થાય છે, તેવામાં તમને જે પણ ખાવા-પીવાની ચીજો સામે દેખાય છે, તમે તેનું તરત જ સેવન કરી લો છો, જ્યારે અમુક ચીજો ખાલી પેટ ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને તેનાથી પાચન સહિત બીજી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તેવામાં આ પ્રકારની ચીજોનું સેવન ખાલી પેટ ના કરવું જ સારું રહે છે.

જેમ કે સામાન્ય રીતે આપણા બધાની આદત સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની હોય છે કે પછી આજકાલ લોકો ગ્રીન-ટી પણ પીવે છે પરંતુ ધ્યાન રાખો કે જો સવારમાં ચા, કોફી કે કોઈપણ રૂપમાં કેફીનનું સેવન કરી રહ્યા છો તો તેનાથી બોડીમાં એસિડનું લેવલ વધી જાય છે, જેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

દૂધની પૌષ્ટિકતા વિશે તો બધા જાણે છે, તેને તો પોતાનામાં જ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તેવામાં સવારે ઉઠતા જ દિવસની શરૂઆત એક ગ્લાસ દૂધ સાથે કરવાની સલાહ આપવામાં આવે છે, વળી વાસ્તવમાં એવું કરવું સાચું નથી કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ અને પ્રોટીન રહેલ હોય છે, જે પેટની માંસપેશીઓને કમજોર બનાવે છે. સાથે જ જો તમે ખાલી પેટ દૂધનું સેવન કરો છો તો તેની ડાયજેસ્ટિવ સિસ્ટમ પર વિપરીત અસર થાય છે, તેના સિવાય તેનાથી શરીરમાં કફ નિર્માણ પણ વધી જાય છે.

કેળા શરીરને તરત જ ઉર્જા પ્રદાન કરે છે, તેવામાં લોકોને જ્યારે ઉઠતાની સાથે જ ભૂખ લાગે છે તો તે તરત જ કેળા ખાઈ લે છે, વળી ખાલી પેટ કેળું ખાવું નુકસાનકારક છે. મતલબ કે તેનાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે અને તેના કારણે બોડીમાં કૈલ્શિયમ અને મૈગ્નેશિયમની માત્રા અસંતુલિત થઈ જાય છે. ફળ સ્વરૂપ શરીર પર તેનો વિપરિત પ્રભાવ પડે છે.

આમ તો ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ સવારે ખાલી પેટ તેનું સેવન કરવું પણ નુકસાનકારક છે. હકિકતમાં ટામેટામાં રહેલ ખાટા અમ્લ પેટમાં ગેસ્ટ્રોઈંટસ્ટાનઇલ  એસિડ સાથે ક્રિયા કરીને પેટમાં દુખાવો, ગેસ અને છાતીમાં બળતરાની સમસ્યા ઉત્પન્ન કરે છે. વળી ખાલી પેટ ટામેટાનું સેવન કરવાથી પથરી થવાનું જોખમ પણ વધી જાય છે.

દહીં સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે પરંતુ જ્યારે તેનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો તેના કારણે પેટમાં દુખાવો થઇ શકે છે.

વળી અમુક લોકોને દિવસની શરૂઆત મીઠા સાથે કરવાની આદત હોય છે જે ખરેખર ખોટું છે. હકિકતમાં જ્યારે તમે ખાલી પેટ કંઈક મીઠુ ખાઓ છો તો તેનાથી બોડીમાં સુગરનું લેવલ વધી જાય છે, જેના લીધે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકોને શક્કરિયા ખૂબ જ પસંદ હોય છે પરંતુ ધ્યાન રાખવું કે ભલે તમને તે કેટલું પણ પસંદ કેમ ના હોય પરંતુ ક્યારેય પણ સવારે ખાલી પેટ તેનું સેવન ના કરવું કારણ કે શક્કરિયામાં ટેનિન અને પેક્ટિન હોય છે, જે ગેસ્ટ્રિક એસિડની સમસ્યા ઉત્પન્ન કરે છે. સાથે જ છાતીમાં બળતરા અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.