દરેક વ્યક્તિ મોટા માણસ બનવા અને પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. તે ઈચ્છે છે કે તેમની પાસે એટલા પૈસા હોય કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકે. પરંતુ કોઈ પણ ચીજને મેળવવા માટે મહેનત કરવી આવશ્યક હોય છે. તેવામાં ખૂબ જ ઓછા લોકો હોય છે જે મહેનત કર્યા વગર નામ કમાઈ લેતા હોય છે. આવા લોકોના નસીબ તેમની સાથે હોય છે. પરંતુ બધા સાથે આવું નથી બનતું. સમાજમાં એક અમીર અને એક સફળ વ્યક્તિ બનવા માટે સખત મહેનતની જરૂર હોય છે. શું તમે ક્યારેય મહેનત કર્યા વગર કોઈને અમીર માણસ બનતા જોયા છે ? લગભગ તો નહીં જ, કારણકે તેવું હોતું જ નથી.
વડીલો કહે છે કે મહેનત કર્યા વગર ફળ મળતું નથી. તેમનું માનવું હોય છે કે જો વ્યક્તિના કર્મ સારા હોય તો તેમને સફળતા આપમેળે જ મળવા લાગશે. પરંતુ ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ લોકો સફળ થઇ શકતાં નથી. તે કંઈ પણ કરી લે પરંતુ તેને હંમેશા નિરાશા જ મળે છે.
રોજ નવા દિવસો સાથે ફેશન પણ વધતી જઈ રહી છે. હાલના દિવસોમાં નવા નવા ફેશન ટ્રેન્ડ પોપ્યુલર થઈ રહ્યા છે. તમે ઘણા લોકોને ફેશનમાં હાથ કે પગમાં કાળા રંગના દોરા બાંધેલા જોયા હશે. ઘણા લોકો ફેશનમાં પોતાના એક હાથમાં અથવા પગમાં કાળા રંગનો દોરો બાંધી લેતા હોય છે. તે આ દોરો તો બાંધી લેતા હોય છે પરંતુ તે વાતથી અજાણ હોય છે કે આ દોરાનું પણ ખૂબ જ મહત્વ છે. ઘણા લોકો તો પોતાના હાથ કે પગમાં રંગબેરંગી દોરા પણ બાંધતા હોય છે. તે પૂજા પાઠ નહિ પરંતુ ફેશનનો એક ભાગ હોય છે. ખરેખર હાથ પર બાંધવામાં આવેલ દોરાનુ ખૂબ જ મહત્વ હોય છે. જેથી તેને કાંડા પર ખૂબ જ ધ્યાનપૂર્વક અને વિધિ વિધાન સાથે બાંધવો જોઇએ. આ દોરાને ગ્રહના હિસાબથી જો બાંધવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો મળે છે. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે રંગબેરંગી દોરાનું શું મહત્વ હોય છે અને કયા રંગનો દોરો તમારું નસીબ બદલાવી શકે છે.
ગ્રહના હિસાબથી બાંધો વિભિન્ન રંગના દોરા
વાદળી રંગનો દોરો
શનિદેવની કૃપા મેળવવા માટે હાથમાં વાદળી રંગનો દોરો બાંધવો જોઇએ. જો તમે ઇચ્છો છો કે તમારા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે તો હાથમાં વાદળી રંગનો દોરો બાંધી લો.
લીલા રંગનો દોરો
લીલા રંગનો દોરો હાથમાં બાંધવાથી બુદ્ધ ની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ કૃપા મેળવવા માટે દોરાને ચાર વાર ફેરવીને બાંધો.
સફેદ રેશમનો દોરો
શુક્રના સારા પ્રભાવ માટે સફેદ રેશમનો દોરો હાથ પર બાંધો. પરંતુ તેને બાંધતા સમયે દેવી માં લક્ષ્મી નું જાપ કરો ત્યારે જ સારું ફળ પ્રાપ્ત થશે.
પીળા રંગનો દોરો
ગુરુ અને ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે પીળા રંગનો દોરો હાથ પર બાંધો.
લાલ રંગનો દોરો
લાલ રંગના દોરાને મંગળ ગ્રહ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળ ગ્રહના પ્રભાવને દૂર કરવા માટે લાલ રંગનો દોરો હાથ પર બાંધવો જોઇએ.
કાળા રંગનો દોરો
કાળા રંગના દોરાને રાહુ-કેતુના પ્રભાવને દૂર કરવા માટે બાંધવો જોઇએ. આ દોરાને ભૈરવના નામનો જાપ કરતા હાથ પર બાંધવો જોઇએ.