ખોટા બૅન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે? તો ગભરાવ નહીં અને તુરંત કરો આ કામ

દૈનિક જીવન સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ ઝડપથી ટેકનોલોજી આધારિત થઇ રહી છે. બેન્ક સાથે જોડાયેલ લગભગ બધા જ કામકાજ હવે ટેક્નોલોજી સાથે જોડાયેલા થઈ ચૂક્યા છે. ઓનલાઇન બેન્કિંગને કારણે ગ્રાહકોએ હવે બેંકમાં ચક્કર લગાવવાની ઝંઝટ માંથી છુટકારો લગભગ મળી ગયો છે. પૈસાની લેવડ-દેવડ પણ હવે ઓનલાઇન થવા લાગી છે. હવે બેંક અથવા એટીએમ ની લાઈનમાં ઉભા રહીને પૈસા કાઢવાને બદલે ઓનલાઇન મની ટ્રાન્સફર એક સારો વિકલ્પ બની ગયો છે. તે સમયની બચત કરવાની સાથે સુરક્ષિત પણ છે.

જો કે ઘણી વખત આપણી નાની ભૂલ સમસ્યાઓ ઉભી કરી શકે છે. ઘણીવાર એવા મામલા સામે આવ્યા છે જેમાં ગ્રાહક દ્વારા ખોટા બેંક એકાઉન્ટમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આવું થાય છે તો આરબીઆઇ દ્વારા બનાવવામાં આવેલ ગાઇડ લાઇનને તુરંત ફોલો કરવી જોઈએ.

આવું કહે છે RBI

સામાન્ય રીતે આવું હંમેશા ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવાને કારણે થાય છે. આ ભૂલ થયા બાદ મોટાભાગના ગ્રાહકને સમજમાં આવતું નથી કે તેમણે શું કરવું જોઈએ. આરબીઆઈ અનુસાર જો કોઈ ગ્રાહક ભૂલથી ખોટા બેન્ક એકાઉન્ટ નંબર માં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો આ પરિસ્થિતિમાં સૌથી પહેલાં તેણે તે બેંકને જાણકારી આપવી જોઈએ જેમાં ગ્રાહકનું ખાતું છે. સૂચના મળ્યા બાદ બેંક તે સંબંધિત ખાતાધારક સાથે વાત કરે છે, જેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ત્યારબાદ જ ખાતાધારક ના એકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ કરી શકાય છે.

પૈસા પરત આપવાની મનાઇ કરે તો કરવું આ કામ

ઘણી વખત એવી બાબતો પણ સામે આવી છે કે જે ખાતામાં રકમ ભૂલથી જમા થઈ ગઈ હોય તેનું ખાતાધારક પૈસા પરત આપવાની મનાઇ ફરમાવી દે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહક પાસે અધિકાર છે કે તે તેની વિરુદ્ધ કોર્ટમાં જઈને લીગં એક્શન લઇ શકે છે. જોકે સામાન્ય રીતે મોટાભાગના મામલામાં બેંક તરફથી વાત કરવા પર રીસીવર પૈસા આપવા માટે તૈયાર થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં ગ્રાહક ઈચ્છે તો આ મામલામાં પૈસા પરત ન આપનાર ખાતાધારક વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી શકે છે અને કન્ઝ્યુમર કોર્ટમાં પણ જઈ શકે છે.