ખૂબ જ આલીશાન છે આલિયા ભટ્ટનો વિન્ટેજ ફ્લેટ, બહેન શાહીન એ પોતાના હાથથી સજાવ્યો છે, જુઓ સુંદર તસ્વીરો

આલિયા ભટ્ટ થોડા જ વર્ષોમાં ઇન્ડસ્ટ્રીની સૌથી મશહુર અભિનેત્રી બની ચૂકી છે. તેમણે હાઈવે, ડિયર જિંદગી, હંપટી શર્મા કી દુલ્હનિયા અને કલંક જેવી ફિલ્મોમાં ખુબ જ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. આ શ્રેષ્ઠ ફિલ્મો કરીને તેમણે સાબિત કરી દીધું છે કે ભલે તેમની ઉંમર નાની હોય પરંતુ અભિનયની બાબતમાં તે કોઈનાથી પાછળ નથી. આવનારા સમયમાં તે અયાન મુખરજીની મલ્ટી સ્ટારર ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં જોવા મળશે. ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં તે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મૌની રોય સહીત અન્ય ઘણા જાણીતા સિતારાઓની સાથે જોવા મળશે.

થોડા સમય પહેલા આલિયા ભટ્ટ ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ હતી. તેમના આ એપાર્ટમેન્ટને સજાવવામાં તેમની બહેન શાહીન ભટ્ટ એ તેમની મદદ કરી હતી. આલિયાની આ ઘરની ડિઝાઇન નિર્દેશક વિકાસ બહલની પત્ની ઋચાએ તૈયાર કરી છે. હાલના દિવસોમાં આલિયાનો આ વિન્ટેજ હોમ ચર્ચામાં છે.

જણાવી દઈએ કે પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા આલિયા ભટ્ટ પોતાના માતા-પિતા અને બહેનની સાથે જુહુ સ્થિત ઘરમાં રહેતી હતી. આલિયાનાં નવા ઘરથી થોડે જ દૂર તેમના માતા-પિતાનું ઘર છે. આ તસ્વીરને આલિયાએ દિવાળીના ખાસ અવસર પર શેર કરી હતી. આલિયાએ પોતાના ઘરની દિવાલોને સફેદ રાખી છે, જે પરફેક્ટ બૈકડડ્રોપ લુક આપી રહી છે.

રણબીર કપૂરે આલિયા ભટ્ટનાં આ નવા એપાર્ટમેન્ટ પર જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તસ્વીરને આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરમાં તમે રણબીરની પાછળ દિવાલો પર લગાવવામાં આવેલી સુંદર પેઇન્ટિંગસ્ ને જોઈ શકો છો.

પૂરા ઘરમાં એક ખૂણો એવો હોય છે જે બધાને જ બાકીની જગ્યાઓથી વધારે પસંદ હોય છે. આલિયાને પણ પોતાના ઘરનો એક ખૂણો ખૂબ જ પસંદ છે. આલિયા પોતાના આ ફેવરીટ કોર્નર પર બેસીને પુસ્તક વાંચતી જોવા મળે છે. આલિયાનો આ ફેવરીટ ખુણો બાલ્કનીની બાજુમાં છે, જ્યાં એક છોડ પણ રાખવામાં આવ્યો છે.

આલિયાનો ફેવરિટ કલર સફેદ છે તેથી પોતાના ઘરની બધી જ દિવાલોને તેમણે સફેદ રોયલ લુક આપ્યો છે. ત્યાં સુધી કે આલિયાની બિલાડી પણ સફેદ રંગની છે. આલિયા ઘરના સોફા પર આરામથી બેસીને સમય પસાર કરતી નજર આવી રહી છે. વર્ષ ૨૦૧૭માં આલિયાએ એક ફ્લેટ ખરીદ્યો હતો પરંતુ તે હવે અહીયા રહેવા આવી ગઈ છે.

આલિયા ભટ્ટ એ કરન જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ આલિયાનું અફેર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શરૂ થયું હતું. સિદ્ધાર્થ અને આલિયાનો સંબંધ ખુલ્લેઆમ મીડિયાની સામે આવ્યો હતો. બંને દરરોજ ક્યારેક ડિનર પર તો ક્યારેક સાથે ફરતા જોવા મળતા હતાં. જોકે બાદમાં બંનેના બ્રેકઅપની ખબરો સામે આવી હતી.

હાલનાં દિવસોમાં આલિયા ભટ્ટ બોલિવુડ એક્ટર રણબીર કપૂરને ડેટ કરી રહી છે અને ખબરોનાં અનુસાર બંને ખૂબ જ જલ્દી લગ્ન પણ કરી શકે છે. બંને ઘણીવાર એકબીજાની સાથે ટાઈમ પસાર કરતા પણ જોવા મળ્યા છે અને તેમના સંબંધને તેમના માતા-પિતાએ પણ મંજૂરી આપી દીધી છે.