ખૂબ જ આલીશાન છે અમૃતા અરોડાનો ગોવા વાળો વિલા, વેકેશન માણવા પહોંચ્યા છે મલાઈકા અને અર્જુન

મલાઈકા અરોડાની તે ખાસિયત રહી ચૂકી છે કે જેટલી વધારે તે ખબરોમાં પોતાની પ્રોફેશનલ લાઇફને લઇને રહે છે તેનાથી પણ ઘણી વધારે તે ચર્ચામાં પોતાના વ્યક્તિગત જીવનને લઈને રહે છે. અર્જુન કપૂરની સાથે પોતાના સંબંધને લઈને હાલના દિવસોમાં મલાઈકા ખૂબ જ ચર્ચામાં રહે છે અને જ્યારથી આ કપલે દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે ત્યારથી કંઈક વધારે જ એકબીજાની સાથે નજર આવવા લાગ્યા છે.

હાલના દિવસોમાં આ કપલ ગોવામાં વેકેશન મનાવવા પહોંચી ચૂક્યું છે. મલાઈકા પોતાની બહેન અમૃતા અરોડા અને તેમના પતિ શકીલ લદાકનાં વિલામાં અર્જૂન કપુર સાથે કવોલેટી ટાઈમ પસાર કરી રહી છે. હાલમાં જ બંનેએ અમૃતા અરોરાના આ સુંદર વિલાની તસ્વીરો પોત-પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને ફેન્સ આ તસ્વીરોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

અર્જુન કપૂરે આ વિલાની અંદર ઘણી તસ્વીરો ખેંચાવી હતી. આ શાનદાર તસ્વીરોને તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં આ શાનદાર વિલાનો ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો છે. અમૃતા અરોરાનો આ વિલા ખૂબ જ શાંત જગ્યાએ અને હરિયાળીની વચ્ચોવચ સ્થિત છે.

જેમકે તમે જોઈ શકો છો કે ડ્રોઈંગરૂમમાં એક ખૂબ જ કમ્ફર્ટેબલ સોફા સેટ લગાવવામાં આવ્યો છે. રૂમની બંને તરફ સ્ટેયરકેસ છે, જે વુડનનાં છે. આ વિલાની છતને વિંટેજ સ્ટાઈલ લૂક આપવામાં આવ્યો છે. રૂમની વચ્ચોવચ લટકાવવામાં આવેલ એક મોટો ઝુમ્મર સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.

આ આલીશાન વિલામાં એક સ્વિમિંગ પૂલ પણ જોવા મળી રહ્યો છે. આ બંગલો 5-BHK છે, જે તમામ પ્રકારની લેટેસ્ટ સુવિધાઓથી લેન્સ છે. આ સુંદર વિલાની પ્રશંસા અર્જુન કપૂરે પણ કરી છે. તસ્વીરને શેર કરતા અર્જુન કપૂર કેપ્શનમાં લખે છે કે, આપણું મન પરત ઘરે જવાનું ના કરે… કેટલું સુંદર ઘર છે તમારું અમૃતા અરોડા અને શકીલ લદાક. ગોવામાં આનાથી સારુ કોઈ હોલિડે હોમ હશે જ નહી.

જણાવી દઈએ કે કોરોના વાયરસનાં લીધે લગાવવામાં આવેલ લોકડાઉનમાં પૂરો સમય અર્જુન કપૂર અને મલાઈકા અરોડા એકસાથે એક ઘરમાં જ હતાં. હાલમાં જ મલાઈકાએ ખુલીને તે વાત પણ માની હતી કે તે અર્જુન કપૂરની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. મલાઈકાનું માનીએ તો અર્જુનનું સેન્સ ઓફ હયુમર કમાલનું છે અને તે એક ખૂબ જ સારો વ્યક્તિ છે. લોકડાઉન માં તે અર્જુનની સાથે જરાપણ બોર થઇ ના હતી.

વાત કરીએ વર્કફન્ટની તો હાલમાં જ મલાઈકા “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર” અને “સુપર મોડલ ઓફ ધ યર” માં જજ તરીકે નજર આવી હતી. વળી અર્જુન આવનારા દિવસોમાં દિબાકર બેનરજીની ફિલ્મ “સંદીપ ઓર પિંકી ફરાર” માં નજર આવશે. આ ફિલ્મમાં તેમના ઓપોઝિટ પરણીતી ચોપડા નજર આવશે.