ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવા શારીરિક લક્ષણો વાળા પુરુષો, પૈસા જ તેમની પાસે ખેંચાઈ આવે છે

Posted by

કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને માત્ર જોવાથી જ તેમના સ્વભાવ કે ભવિષ્ય વિશે અંદાજો લગાવી શકાતો નથી. પરંતુ ભવિષ્યપુરાણ આ વાતથી સહમત નથી. હિન્દુ ધર્મમાં ઘણા ફેમસ પ્રાચીન ગ્રંથ છે, તેમાંથી ભવિષ્યપુરાણ પણ એક છે. આ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજીએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જો તમે કોઈપણ પુરુષનો સ્વભાવ જાણવા માંગતા હોય તો તેમના બધા જ અંગો જેવા કે દાંત, વાળ, નખ, દાઢી-મુછને ધ્યાનથી જુઓ. ભવિષ્યપુરાણ અનુસાર પુરુષોના આ અંગોના આકાર અને રંગરૂપને જોઈને તમે તેમની સાથે જોડાયેલ દરેક વાત જાણી શકો છો. તેમાંથી અમુક લક્ષણો તો ભાગ્યશાળી પુરુષોની નિશાની પણ હોય છે. તેના આધાર પર તમે તે વિશેષ પુરુષના વિશે ઘણું બધું જાણી શકો છો.

  • જે પુરુષોના પગની તર્જની આંગળી એટલે કે અંગુઠા પાસેની આંગળી અંગૂઠાથી મોટી હોય છે, તે લોકો જીવનમાં સ્ત્રી સુખ પ્રાપ્ત કરે છે. તેમને એક સારો અને કેરિંગ જીવનસાથી મળે છે.
  • જે પુરુષોના પગ કોમળ અને રક્તવર્ણ (લાલ રંગ)નાં હોય છે, તેમને જીવનમાં બધી જ સુખ-સુવિધાઓ સરળતાથી મળી જાય છે. આવા પુરૂષોનું જીવન ખૂબ જ આરામદાયક હોય છે. આ ખૂબીઓ તે પુરુષોમાં પણ હોય છે જેમનાં પગમાં પરસેવો થતો નથી.
  • જે પુરુષોનાં પગની સૌથી નાની આંગળી અંગૂઠાથી મોટી હોય છે, તેમને પૈસાની ક્યારેય પણ કોઈ કમી રહેતી નથી. આવા લોકો જીવનમાં ખૂબ જ પૈસા કમાય છે. ગરીબી તેમની આસપાસ પણ ફરકતી નથી.

  • જો કોઈ પુરુષની જાંઘ લાંબી અને મોટી હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા મજબૂત જાંઘ વાળા પુરુષો જીવનમાં પૈસા અને સુખ બંને પ્રાપ્ત કરે છે.
  • જે પુરૂષોનું પેટ માંસલ સીધુ અને ગોળ હોય છે, તે પણ જીવનમાં ખૂબ જ પૈસા પ્રાપ્ત કરે છે. આ લોકોના જીવનમાં સુખ-સુવિધાઓની કોઈ કમી રહેતી નથી.
  • જો કોઈ પુરુષોની પીઠ કાચબાના પીઠ શેપ જેવી દેખાય છે, તે ભાગ્યશાળી અને ધનવાન હોય છે.

  • મજબૂત ખભા વાળા પુરુષોને શુભ માનવામાં આવે છે અને તેમની સાથે લગ્ન કરનાર મહિલા હંમેશા સુખી રહે છે.
  • ઉંડી અને ગોળ નાભિ વાળા પુરુષો પણ તેમના જીવનમાં ખૂબ જ સુખી રહે છે.
  • જે પુરુષોનું ગળુ નાનું કે સામાન્ય હોય છે તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેમને ધન અને સુખની ક્યારેય પણ કોઈ કમી રહેતી નથી.
  • જે પુરૂષોનાં હથેળીનું તલ મતલબ વચ્ચેનો પાર્ટ ઉભરાયેલ હોય છે, તે દાનવીર હોય છે. ભગવાનની કૃપાથી તેમના જીવનમાં સુખ જ સુખ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *