ખૂબ જ ચમત્કારી છે નવગ્રહ કવચ મંત્ર, તેને વાંચવાથી શાંત રહે છે ગ્રહો, થાય છે અઢળક લાભ

Posted by

જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે આ ગ્રહોની સ્થિતિ પર જ જાતકોનું ભવિષ્ય નિર્ભર હોય છે. જો કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ યોગ્ય ના હોય તો જાતકોનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. આ પ્રકારે નવ ગ્રહોની સ્થિતિ સારી હોવા પર જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે તેથી તે ખૂબ જ જરૂરી છે કે નવગ્રહ તમારા અનુકૂળ બની રહે અને તેમના કારણે તમારા જીવનમાં કોઈપણ સમસ્યા આવે નહી.

નવ ગ્રહોના નામ

જ્યોતિષશાસ્ત્રમાં કુલ નવ ગ્રહો વિશે જણાવવામાં આવ્યું છે. તે નવ ગ્રહોના નામ આ પ્રકારે છે.

  • શુક્ર
  • બુધ
  • ચંદ્ર
  • બૃહસ્પતિ
  • સૂર્ય
  • મંગળ
  • કેતુ
  • રાહુ
  • શનિ

આ ગ્રહો આપણી કુંડળીમાં કોઈ ઘરમાં બિરાજમાન હોય છે. તેમની અસર આપણા જીવન પર પડતી હોય છે. ઘણા જાતકોની કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ ખરાબ હોય છે જેના કારણે તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવતા રહે છે. જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય નથી તો તમે ગ્રહોના અનુસાર નીચે જણાવવામાં આવેલ ઉપાયો કરી શકો છો.

બુધ ગ્રહ – બુધ ગ્રહ જો યોગ્ય ઘરમાં ના હોય તો જાતકના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તે હંમેશા બીમાર રહે છે. બુધ ગ્રહને પોતાના અનુકૂળ કરવા માટે આ ગ્રહની કથા વાંચવી અને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું કારણ કે લીલો રંગ આ ગ્રહ સાથે જોડાયેલ હોય છે સાથે જ બુધવારનું વ્રત પણ રાખવું જોઈએ.

શુક્ર ગ્રહ – શુક્ર ગ્રહ અનુકૂળ ના હોવા પર કાર્યમાં અડચણો આવવા લાગે છે અને કોઈપણ કાર્યમાં સફળતા મળતી નથી. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે શિવજીની પૂજા કરવી અને આ ગ્રહની કથા પણ વાંચવી. આ ઉપાય કરવાથી આ ગ્રહ તમને શુભ ફળ આપવા લાગશે અને જીવનમાં સુખ જળવાઈ રહેશે.

ચંદ્ર ગ્રહ – ચંદ્ર ગ્રહને શાંત રાખવા માટે સફેદ રંગની ચીજોનું દાન કરવું. દૂધ, દહીં, ખાંડ વગેરે ચીજોનું દાન કરવાથી આ ગ્રહ કુંડળીમાં મજબૂત થાય છે. તેના સિવાય તમારે ચંદ્રની પૂજા પણ કરવી.

બૃહસ્પતિ ગ્રહ – બૃહસ્પતિ ગ્રહ પીળા રંગ સાથે જોડાયેલ હોય છે. તેથી ગુરુવારના દિવસે આ રંગના કપડાં ધારણ કરવા અને કેળાના વૃક્ષની પૂજા કરવી.

સૂર્ય ગ્રહ – સૂર્ય ગ્રહ તમારા માટે અનુકૂળ રહે તેના માટે સૂર્યદેવની પૂજા કરવી અને દરરોજ અર્ધ્ય આપવું જોઈએ. સાથે જ દર રવિવારે સૂર્યદેવની કથા પણ વાંચવી.

મંગળ ગ્રહ – મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું.

કેતુ અને રાહુ – આ બંને ગ્રહોને શાંત રાખવા માટે શનિવારના દિવસે પૂજા કરવી અને લોખંડની ચીજોનું દાન કરવું.

શનિ ગ્રહ – શનિ ગ્રહ ભારે હોવા પર શનિવારના દિવસે તેલનું દાન કરવું. સાથે જ શનિદેવની પૂજા પણ કરવી.

નવગ્રહ કવચ મંત્ર

એક સાથે બધા જ નવ ગ્રહને શાંત કરવા માટે તમે નવગ્રહ કવચ મંત્રનો જાપ કરી શકો છો. માત્ર આ મંત્ર વાંચવાથી આ બધા જ ગ્રહ કુંડળીમાં શાંત રહે છે અને કોઈપણ પ્રકારની સમસ્યા જીવનમાં ઉત્પન્ન થતી નથી.

નવગ્રહ કવચ મંત્રનો જાપ કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું ઉચ્ચારણ તમે યોગ્ય રીતે કરો. કારણકે ખોટી રીતે ઉચ્ચારણ કરવાથી આ મંત્રનો જાપ કરવાનો કોઈ લાભ મળશે નહી. આ મંત્રનો જાપ તમારે દરરોજ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *