ખૂબ જ ચમત્કારી છે પારદ શિવલિંગ, ઘરમાં રાખીને કરશો પૂજા તો બદલાઈ જશે તમારું ભાગ્ય અને થશે ઘણા બધા ફાયદાઓ

બધા લોકોની એવી ઇચ્છા હોય છે કે પોતાનું જીવન ખુશહાલીથી પસાર થાય. જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્વક પસાર થાય તો તમારે દરરોજ પારદ શિવલિંગની પૂજા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે વેદ અને પુરાણોમાં પારદ શિવલિંગને ખૂબ જ ખાસ અને ચમત્કારી માનવામાં આવે છે. તમે જો પારદ શિવલિંગની પૂજા કરશો તો તમને એક નહી પણ ઘણા બધા ફાયદાઓ થશે. પારદ શિવલિંગ ચાંદી અને પારાના મિશ્રણથી બને છે. તમે જો પારદ શિવલિંગની પૂજા કરશો તો ભગવાન શિવજીના તમને આશીર્વાદ મળશે. એટલું જ નહીં પણ પારદ શિવલિંગની પૂજા કરશો તો ધનની દેવી માં લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થશે.

પારદ શિવલીંગની પૂજા કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. બ્રહ્મ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરરોજ નિયમિત રૂપથી પારદ શિવલિંગની પૂજા કરશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આજે અમે આ લેખના માધ્યમથી પારદ શિવલિંગની પૂજા કરવાથી તમને કયા કયા ફાયદાઓ થશે, તેનાં વિશે જાણકારી આપીશું.

પારદ શિવલિંગની પૂજા કરવાથી માં લક્ષ્મીજીની થશે કૃપા

શિવપુરાણમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અન્ય શિવલિંગની અપેક્ષા વગર પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે તો ભક્તોને ખૂબ જ ફાયદાઓ થશે. તમને જણાવી દઈએ કે પારદ શિવલિંગની ઉત્પત્તિ ભગવાન શિવજીના અંશથી થઈ છે. તમે જો પારદ શિવલિંગને પોતાના ઘરમાં રાખશો તો ભગવાન શિવની સાથે-સાથે લક્ષ્મી અને કુબેર દેવતાની કૃપા પણ પ્રાપ્ત થશે.

પારદ શિવલિંગની પૂજાથી જીવનમાં આવશે ખુશીઓ

તમે જો તમારા જીવન અને પરિવારમાં ખુશી ઈચ્છો છો તો તે સ્થિતિમાં પારદ શિવલિંગની પૂજા જરૂરી છે. પારદ શિવલિંગની પૂજા કરવી ખૂબ જ લાભદાયક છે. તમે જો પારદ શિવલિંગની પૂજા દરરોજ કરશો તો તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે. એટલું જ નહીં પણ તમારું જીવન ધન-ધાન્યથી પરિપૂર્ણ થશે. જીવનની તમામ સમસ્યાઓ ધીરે-ધીરે પૂરી થતી જશે.

પારદ શિવલિંગ નકારાત્મક શક્તિને કરશે ખતમ

જો વ્યક્તિ દરરોજ નિયમિત રૂપે પારદ શિવલિંગની પૂજા કરે છે તો તેના જીવનની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જશે. ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પારદ એક પોતે સિધ્ધ ધાતુ છે. ચરક સંહિતામાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ઘણા પુરાણોમાં પણ પારદ શિવલિંગના વિષયમાં વર્ણન કરવામાં આવ્યું  છે. પારદ શિવલિંગની પૂજા કરવાથી તમામ પ્રકારના તંત્ર-મંત્ર નષ્ટ થઇ જાય છે અને આજુબાજુની બધી જ ખરાબ શક્તિ નષ્ટ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો પારદ શિવલિંગની પૂજા કરે છે તેની રક્ષા સ્વયં મહાકાલ અને મહાકાલી કરે છે. વ્યક્તિના જીવનની તમામ નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે.

પારદ શિવલિંગની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ થશે મજબૂત

તમે જો આર્થિક પરેશનીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો આવી પરિસ્થિતિમાં પારદ શિવલિંગ પર ૧૦૮ બિલિપત્ર અર્પિત કરો ત્યારબાદ એક બીલીપત્ર તિજોરી અથવા પૂજાના સ્થાન પર રાખી દો. જો તમે આવું કરો છો તો ધન લાભનાં યોગ બનશે અને ખૂબ જ જલ્દી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકનાં સ્ત્રોત પણ ખુલશે.

પારદ શિવલિંગ કરશે તમારી તમામ સમસ્યાઓનો અંત

તમે જો પારદ શિવલિંગની પૂજા કરશો તો ધન, પરિવાર, સ્વાસ્થ્ય અને તમારામાં જીવનમાં સંકળાયેલ નાનીથી મોટી તમામ સમસ્યાઓનો અંત થશે. જો તમારા પરિવારના કોઈપણ સદસ્યની તબિયત હંમેશા ખરાબ રહેતી હોય તો આવી પરિસ્થિતિમાં તેમને દવાઓની સાથે પારદ શિવલિંગની પૂજા કરાવો, તેનાથી ખૂબ જ જલ્દી રોગમાંથી છુટકારો મળી જશે.

પારદ શિવલિંગની પૂજાથી મળશે સફળતા

પારદ શિવલિંગ પોતે સિદ્ધ ધાતુ હોય છે, જેના કારણે શિવલિંગની પૂજા કરવા માટે કોઈપણ પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂરી રહેતી નથી. જો તમે નવા વર્ષને લાભદાયક બનાવવા માંગતા હોય તો દરરોજ પારદ શિવલિંગનાં સીધા હાથની સામે દીવો પ્રગટાવો અને હાથમાં પાણી અને ફૂલ લઈને ૩ વાર મહામૃત્યુજય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થશે એટલું જ નહી પણ જીવનનાં તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.