દહીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વળી તેમાં પુષ્કળ માત્રામાં પૌષ્ટિક તત્વો પણ મળી આવે છે. દહીં સાથે જો ગોળ ભેળવીને સેવન કરવામાં આવે તો તેનાથી દહીંની તાકાત વધી જાય છે. ખરેખર ગોળમાં ભરપૂર માત્રામાં આયરનની હાજરી હોય છે. દહીં અને ગોળના ફાયદા જ્યારે મળે છે તો શરીરમાં તે જબરદસ્ત પ્રભાવ બતાવે છે.
એવું કહેવું ખોટું નથી કે દહીંની સાથે જો ગોળ ભેળવીને તેમનુ સેવન કરવામાં આવે તો તે દહી ખાવાનો ફાયદો બે ગણો થઈ જાય છે. અહીંયા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જો તમે દહીં સાથે ગોળ ભેળવીને ખાઓ છો તો તેનાથી તમને ક્યા ક્યા પ્રકારના લાભ મળે છે. તે તમારા પેટને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવાની સાથે જ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અન્ય પરેશાનીઓ પણ દૂર કરે છે અને તે તમને સ્વસ્થ જાળવી રાખે છે.
શરદીમાંથી મળે છે આરામ
જો તમે એ લોકોમાંથી છો જે શરદીની સમસ્યાથી હંમેશા પરેશાન રહે છે તો તમારે ખાટા દહીંમાં થોડો ગોળ અને કાળા મરી ભેળવીને તેનું નિયમિત રૂપથી સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી તમને ખૂબ જ જલ્દી લાભ મળવા લાગશે. ગોળમાં ખનીજની સાથે પોટેશિયમ, મૈગ્નિશિયમ, આયરન, મૈગ્નીઝ, કોપર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે તમારા શરીરમાંથી બિમારીઓને દૂર રાખે છે.
લોહીની ખામીને કરે છે દૂર
તમારા શરીરમાં જો લોહીની ખામી હોય તો તેવામાં પણ તમારે દહીં અને ગોળને ભેળવીને તેમનું સેવન કરવું જોઈએ. ગોળનું સેવન જ્યારે તમે કરો છો તો તેનાથી તમારા શરીરમાં લોહીની ખામી હોય છે તો તે પૂરી થઈ જાય છે. આવી જ રીતે દહીં અને ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહી પૂરતી માત્રામાં હાજર હોય છે. તેનાથી તમારું શરીર યોગ્ય રીતે કામ કરતું રહે છે.
તણાવમાંથી મળે છે મુક્તિ
દહીં એક એવી ચીજ છે જેનો સીધો સંબંધ મસ્તિક સાથે હોય છે. જો તમે દહીં અને ગોળને ભેળવીને તેનું સેવન કરો છો તો તેનાથી તમારો તણાવ ઘટવા લાગે છે. દહીમાં તણાવને ઘટાડવાના તત્વો રહેલા હોય છે. જો તમે રોજ દહીમાં ગોળ મેળવીને સેવન કરો છો તો તમે ક્યારેય પણ તણાવની ઝપેટમાં આવશો જ નહી.
પીરિયડ્સ ના દુખાવામાં આપે છે આરામ
પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પસ અને દુખાવો સામાન્ય વાત હોય છે. તેવામાં જો દહીંમાં ગોળ મેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આ બન્નેમાંથી રાહત મેળવવાનું કામ કરે છે. પીરિયડ્સના દુખાવામાં દહીં સાથે ગોળનું સેવન આરામ તો આપે જ છે સાથે જ પેટમાં જે દુખાવો થાય છે તેને પણ દૂર કરીને તે લાભદાયક સાબિત થાય છે.
પાચનશક્તિને બનાવે છે ખૂબ જ સારી
શરીરની પાચનશક્તિને ઠીક રાખવા માટે શરીરમાં જે ચીજોની આવશ્યકતા હોય છે તે બધી જ દહીં અને ગોળમાં મળી આવે છે. દહીં અને ગોળનું સેવન જો તમે રોજ કરો છો તો તેનાથી તમારા પેટમાં કબજિયાત થતી નથી. તેના સિવાય એસીડીટી અને ડાયેરિયા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. રોજ એક વાટકી દહીમાં જો ગોળ ભેળવીને સેવન કરો છો તો તેનાથી તમારું પેટ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે.
હાડકાંના વિકાસમાં સહાયક
દહીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેનાથી તમારા હાડકાંનો વિકાસ યોગ્ય રીતે થઇ શકે છે. તેના સેવનથી દાંત અને નખ પણ મજબુત બને છે. તેના સિવાય શરીરની માંસપેશીઓ પણ યોગ્ય રીતે કામ કરે છે. જ્યારે તેમાં ગોળ ભળી જાય છે તો તે દહીંના પ્રભાવમાં વધારો કરે છે.
વજન ઘટાડવામાં લાભદાયક
જો તમે મેદસ્વીપણના કારણે પરેશાન રહો છો અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમારા શરીરના વજનમાં ઘટાડો થઈ રહ્યો નથી તો તેવામાં દહી અને ગોળનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે નિયમિત રૂપથી દહીંમાં ગોળ ભેળવીને તેનું સેવન શરૂ કરો છો તો થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે.
થાક થાય છે દૂર
દહીમાં ગોળ ભેળવીને તેનું જો રોજ સેવન કરવામાં આવે તો તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. તમારો થાક દૂર થાય છે અને શરીર ઊર્જાવાન રહે છે.