ખુબ જ ગુણકારી હોય છે આંકડાના પાન, જાણો તેમનાં ચમત્કારીક લાભ, આટલા ગંભીર રોગોને જડમૂળમાંથી કરે છે દૂર

Posted by

આંકડો એક પ્રકારનો છોડ છે અને તેને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી માનવામાં આવે છે. આંકડાના છોડમાં ફૂલ આવે છે અને આમ તો આ છોડની બે પ્રજાતિ મળી આવે છે. જેમાં એક પ્રજાતિના ફૂલોનો રંગ સફેદ અને જાંબલી હોય છે અને બીજી પ્રજાતિના ફૂલોનો રંગ માત્ર સફેદ જ હોય છે. આ છોડનો પ્રયોગ કેટલાક રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ ખૂબ જ ગુણકારી છોડ છે. કેટલીક આયુર્વેદિક દવા બનાવવા માટે પણ છોડનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાના પાનનાં ફાયદાઓ આ છોડને એક વિશેષ છોડ બનાવે છે અને આ છોડથી જોડાયેલા કેટલાક ફાયદાઓની જાણકારી આ પ્રકારે છે.

બવાસીર કરે સારુ

બવાસીર સમસ્યાને દૂર કરવા માટે આંકડો ખૂબ જ લાભદાયી હોય છે અને તેમની મદદથી બવાસીરને સારું કરી શકાય છે. જે લોકોને બવાસીરની સમસ્યા હોય તે લોકો આંકડાના થોડા પાન તોડીને એ પાનને તડકામાં સારી રીતે સુકવી લે. જ્યારે આ પાન સારી રીતે સૂકાઈ જાય તો તેને સળગાવી દો અને તેનો ધુમાડો પ્રભાવિત જગ્યા પર લો. આંકડાનાં પાનનો ધુમાડો લેવાથી બવાસીર સારું થઈ જાય છે અને દુખાવામાંથી છૂટકારો મળે છે. તમે આ ઉપાયને એક અઠવાડિયા સુધી કરી શકો છો.

સોજાને કરે દૂર

સોજા આવવાથી તમે આંકડાના પાનને સોજા વાળી જગ્યા પર લગાવી દો. આ પાન રાખવાથી સોજો એકદમ સારો થઈ જશે. તમે એક આંકડાનું પાન લઈને તે પાનની ઉપર સરસવનું તેલ ગરમ કરીને લગાવી દો. પછી તમે આ પાનને સોજા વાળી જગ્યા પર મૂકી દો. તમને સોજામાંથી આરામ મળશે. તમે આ ઉપાય દિવસમાં ૩ વાર કરી શકો છો.

ઘુંટણનો દુખાવો થાય છે દૂર

ઘૂંટણનાં દુખાવાને સારો કરવામાં પણ આંકડાના પાન લાભદાયી હોય છે. જે લોકોને ઘુંટણના દુખાવાની ફરિયાદ હોય છે, તે લોકો પોતાના ઘૂંટણો પર આંકડાના પાનનો લેપ લગાવી લે. આ લેપ લગાવવાથી ઘૂંટણને દુખાવામાંથી રાહત મળી જાય છે. આંકડાના પાનનો લેપ તૈયાર કરવા માટે તમારે ૪ થી ૫ આંકડાના પાનની જરૂર પડશે. તમે આ પાન લઈને તેમને સારી રીતે પીસી લો. યાદ રાખો કે તેમને પીસતી વખતે તેમાં પાણી ઉમેરવું નહિ. જ્યારે આ પાન સારી રીતે પીસાઈ જાય તો તમે તેમની અંદર થોડું મીઠું અને સરસવનું તેલ મિક્સ કરો. પછી તમે આ લેપને પોતાના ઘુંટણ પર દિવસમાં ૩ વાર લગાવો. એક મહીના માટે આ લેપ લગાવવાથી તમને ઘુટણનાં દુખાવામાંથી એકદમ રાહત મળી જશે.

શ્વાસ સંબંધિત બિમારીમાં મળે રાહત

આંકડાના ફાયદાઓ અસંખ્ય છે અને એ અસ્થમાના રોગીઓ માટે પણ ખૂબ જ લાભદાયી છે. આંકડાના ફૂલોની મદદથી અસ્થમા અને શ્વાસ સંબંધિત કેટલીક બિમારીઓને પણ દૂર કરી શકાય છે. તમે કેટલાક આંકડાના ફૂલો લઈને તેને તડકામાં સુકાવી લો. પછી તમે આ ફૂલોને પીસીને પાવડર તૈયાર કરી લો. આ પાવડરમાં તમે મીઠું મિક્સ કરી લો. આંકડાના ફૂલોનો આ પાવડર તમે દિવસમાં એકવાર ગરમ પાણી સાથે ખાઈ લો. આ ખાવાથી અસ્થમાનો રોગ સારો થઈ જાય છે.

ખાંસી થાય દૂર

ખાંસી થવા પર તમે આંકડાના ફૂલનો પાવડર બનાવી લો અને આ પાવડરને હૂંફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને ખાઈ લો. આ પાવડર ખાવાથી ખાંસી એકદમ દૂર થઈ જશે. શરદી થવા પર પણ તમે આ પાવડર ખાઓ છો તો શરદીમાં પણ રાહત મળી જાય છે.

ફંગલ સંક્રમણ કરે સારુ

આંકડાનાં છોડમાંથી દૂધ નીકળે છે અને આ દૂધને ચામડી માટે ઉત્તમ માનવામાં આવે છે. ચામડી પર દાદ કે ફંગલ સંક્રમણ થવા પર આ દૂધને ચામડી પર લગાવવામાં આવે તો આ મુશ્કેલી દૂર થઈ જાય છે. જો કોઈ કીડો ડંખ મારી જાય તો પણ તમે ડંખ વાળી જગ્યા પર આ દૂધ લગાવી શકો છો. કારણકે આ દૂધમાં એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોય છે અને એ ચામડી માટે લાભદાયી હોય છે અને એ લગાવવાથી ચામડીની સમસ્યા સારી થાય છે.

બહેરાશ થાય દૂર

જે લોકોને સંભળાતું નથી તે લોકોએ આંકડાના પીળા પાનને લઈને તેને પાણીમાં ઉકાળીને તેનો રસ કાઢી લો. પછી આ રસના બે ટીપા કાનમાં નાખવાં. આવું કરવાથી બહેરાશ દૂર થાય છે. આંકડાના ફાયદા જાણીને તમારે આ છોડનો પ્રયોગ જરૂર કરવો. આ એક ચમત્કારી છોડ છે અને આ છોડનો પ્રયોગ આયુર્વેદમાં ખૂબ કરવામાં આવે છે. કેટલાક લોકો આ છોડને આક અને અકૌઆનાં નામથી પણ ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *