ખૂબ જ શુભ હોય છે ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખવો, ૨૪ કલાકમાં જ નસીબ આપવા લાગશે સાથ

Posted by

દરેક વ્યક્તિ અમીર બનવા અને પૈસા કમાવવા માંગતો હોય છે. તે ઈચ્છે છે કે તેમની પાસે એટલા પૈસા હોય કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકે. પરંતુ કોઈપણ ચીજ મેળવવા માટે પહેલા તો ખૂબ જ મહેનતની આવશ્યકતા હોય છે. એવા ઘણા ઓછા લોકો હશે કે જે મહેનત કર્યા વગર નામ કમાવી લેતા હોય છે. આવા લોકોના નસીબ તેમની સાથે હોય છે. પરંતુ બધાની સાથે એવું નથી હોતું. સમાજમાં એક અમીર અને સફળ વ્યક્તિ બનવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર હોય છે. શું તમે ક્યારેય પણ મહેનત કર્યા વગર કોઈ વ્યક્તિને અમીર બનતા જોયેલ છે ? લગભગ તો નહીં જ. કારણકે એવું થતું જ નથી.

મોટા વડીલો કહે છે કે મહેનત વગર ફળ મળતું નથી. તેમનું માનવું છે કે જો વ્યક્તિના કર્મ સારા હોય તો તેને સફળતા જરૂર મળે છે. પરંતુ ઘણીવાર સખત મહેનત કરવા છતાં પણ લોકો સફળ થઇ શકતાં નથી અને તેને હંમેશા નિરાશા જ મળતી હોય છે. જો તમે પણ તેમાંથી એક હોય તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી.

ફેંગશૂઈમાં કાચબાનું વિશેષ સ્થાન

ફેંગશુઈનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને સાથે જ તેમાં વિશ્વાસ કરનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેનું મુખ્ય કારણ છે તેમાં જણાવવામાં આવેલ સરળ ટિપ્સ. આ ટિપ્સ એટલી સરળ હોય છે કે જેનો ઉપયોગ સરળતાથી કરવામાં આવી શકે છે. ફેંગશુઈ અને વાસ્તુમાં કાચબાનું ખૂબ જ મહત્વ છે. તેથી આજે અમે તમારા માટે કાચબાનો એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેને કરવાથી તમને સફળતા જરૂર મળશે અને તમારી બધી જ મનોકામનાઓ પણ પૂરી થશે.

શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે કાચબો

હકીકતમાં ફેંગશુઈમાં ક્રિસ્ટલના કાચબાને એક વિશેષ સ્થાન પ્રાપ્ત છે. કહેવામાં આવે છે કે ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં દૈવીય ઊર્જાનું સંચાલન થાય છે અને તે વ્યક્તિના અશુભ ગ્રહોને તેમના અનુકૂળ બનાવીને તેમના જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓનો અંત કરે છે. ક્રિસ્ટલના કાચબાનો યોગ્ય ઉપયોગ વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી બધી જ અડચણોને ખતમ કરી નાખે છે. કાચબાને સનાતન હિન્દુ ધર્મ સિવાય પણ ચાઇનાના ફેમસ ફેંગશુઈ વાસ્તુમાં શુભ અને સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવ્યો છે.

ઘરમાં જળવાઈ રહે છે સકારાત્મકતા

કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિને  પોતાના ઘરમાં કાચબો અથવા તો કાચબાનું પ્રતિક રાખવું જોઈએ. તેને ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. તેને ઘરમાં રાખવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બની જાય છે. એટલું જ નહીં તે ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ સારી અસર પાડે છે. ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં કાચબાને એક ખૂબ જ પ્રભાવશાળી યંત્ર જણાવવામાં આવ્યું છે.

ધન સંબંધી સમસ્યાઓ માંથી મળે છે મુક્તિ

એટલું જ નહીં કાચબાને ધન પ્રાપ્તિનું સૂચક પણ કહેવામાં આવે છે. ધન સંબંધી પરેશાની થવા પર ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેને પોતાના ઘર, કાર્યસ્થળ કે પછી તિજોરીમાં રાખવો જોઈએ. તેને સ્થાપિત કરવા માટે ગુરૂવારના દિવસને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે કાચબો ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે અને ભગવાન વિષ્ણુને ગુરુવારના દિવસે પૂજવામાં આવે છે. તેથી ગુરુવારના દિવસે તેને સ્થાપિત કરવાથી બે ગણું ફળ પ્રાપ્ત થાય છે. તેને તમે ઘર કે ઓફિસની ઉતર દિશામાં રાખો. તેને તમે એ રીતે સ્થાપિત કરો કે જેનાથી તેનું મોં ઘરની અંદરની તરફ હોય. તેને કાંચના વાસણમાં થોડું પાણી ભરીને રાખો. થોડા જ દિવસોમાં તેની અસર તમને તમારા જીવનમાં અને વ્યવસાયમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *