ખૂબ જ સુખી રહે છે નવેમ્બરમાં લગ્ન કરવા વાળા કપલ, જાણો બાકીના મહિનાઓમાં લગ્ન કરવા વાળાના હાલ

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે લગ્ન કર્યા બાદ તમારું જીવન કેવું રહેશે ? આ વાત તેના પર પણ નિર્ભર કરે છે કે તમારા લગ્ન ક્યાં મહિનામાં થયેલ છે. દરેક મહિનામાં એક વિશેષ રાશિ તમારા જીવન પર પ્રભાવ પાડે છે. જે તમારું લગ્ન જીવન નક્કી કરે છે.

જાન્યુઆરી

આ મહિનામાં લગ્ન કરનાર કપલ પર કુંભ રાશિનો પ્રભાવ પડે છે. આ લોકો જીવનમાં ખુશ રહે છે. તેમની વચ્ચે સારી સમજણ હોય છે. આ લોકો ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપતા નથી. તેમને પોતાના લગ્નજીવનમાં રોમેન્ટિક સરપ્રાઈઝ અને ગિફ્ટ્સ મળતી રહે છે.

ફેબ્રુઆરી

આ મહિનામાં લગ્ન કરનાર લોકો પર મીન રાશિનો પ્રભાવ રહે છે. તેમનું લગ્નજીવન ઘણી સારી ભાવનાઓથી ઓતપ્રોત રહે છે. તે પોતાના લગ્ન પ્રત્યે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. તેમની જોડીઓમાં ઘણીવાર એવું જોવા મળે છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એક જ વધારે વફાદાર હોય છે. યુનિવર્સિટી ઓફ મેલબોર્નમાં કરવામાં આવેલ એક સ્ટડીના અનુસાર આ મહિનામાં વેલેન્ટાઈન્સ-ડે પર થયેલ લગ્ન તૂટવાના ચાન્સ ૧૮ થી ૩૬ ટકા સુધી હોય છે.

માર્ચ

આ મહિનામાં લગ્ન કરનાર કપલ પર મેષ રાશિની અસર પડે છે. તેમના લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. મતલબ કે સારા અને ખરાબ બંને દિવસો જોવા મળે છે. તેમની વચ્ચે નાની-નાની વાતોને લઈને દલીલો થતી રહે છે.

એપ્રિલ

આ મહિનામાં લગ્ન કરનાર કપલ પર વૃષભ રાશીની અસર પડે છે. તેમનામાં એક પાર્ટનરમાં ડોમિનેટીંગનો સ્વભાવ જોવા મળે છે જ્યારે બીજો પાર્ટનર શાંત સ્વભાવનો હોય છે. આ રીતે તેમના લગ્નજીવનમાં બેલેન્સ જળવાઈ રહે છે.

મે

તેમના પર મિથુન રાશિની અસર જોવા મળે છે. તેમના મામલામાં સ્થિતિ ૫૦/૫૦ ટકા હોય છે. મતલબ કે તેમનો સંબંધ સફળ પણ થઈ શકે છે અને નિષ્ફળ પણ જઈ શકે છે. બંનેના ચાન્સ બરાબર હોય છે. આ વાત બંને પાર્ટનરના સ્વભાવ પર પણ નિર્ભર કરે છે.

જૂન

તેમના ઉપર કર્ક રાશિની અસર પડે છે. તે લગ્ન પ્રેમ અને ભાવનાઓથી ભરેલી હોય છે. તે લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે. આ બંને વ્યક્તિ એકબીજાની સંભાળ રાખનાર સ્વભાવના હોય છે. તેમનું લગ્નજીવન સફળ રહે છે.

જુલાઈ

તેમના પર સિંહ રાશીની અસર પડે છે. આ કપલ પોતાના લગ્નને સફળ બનાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. એકબીજા પ્રત્યે તેમનું આકર્ષણ લાંબા સમય સુધી રહે છે. તે પોતાના લગ્ન જીવનથી સંપૂર્ણ રૂપથી સંતુષ્ટ રહે છે. તે દરેક સુખ-દુઃખમાં પોતાના પાર્ટનરને સાથ આપે છે.

ઓગસ્ટ

તેમના પર કન્યા રાશિનો પ્રભાવ પડે છે. તે પારિવારિક લોકો હોય છે. તેમને બાળકો વધારે પસંદ હોય છે. તે બંને એકબીજાની પસંદ અને નાપસંદનું ખાસ ધ્યાન રાખે છે. એમનો સંબંધ મજબૂત હોય છે.

સપ્ટેમ્બર

તેમના પર તુલા રાશિનો પ્રભાવ પડે છે. તેમની વચ્ચે ભલે લડાઈ-ઝઘડા થતાં હોય પરંતુ ત્યાર બાદ તે ફરી એક થઈ જાય છે. તેમની વચ્ચે એક સારો તાલમેલ જોવા મળે છે.

ઓક્ટોબર

તેમના પર વૃશ્ચિક રાશિનો પ્રભાવ પડે છે. તે પોતાના દરેક સુખ-દુઃખમાં પોતાના પાર્ટનરની સાથે રહે છે. તેમની રોમેન્ટિક લાઈફ સારી રહે છે. તેમનામાં એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે.

નવેમ્બર

તેમના ઉપર ધન રાશિનો પ્રભાવ પડે છે. તે એકબીજાની ખામીઓને સમજીને પ્રેમથી સંબંધ નિભાવે છે. તેમના માટે પ્રેમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. તે હંમેશાં સુખી રહે છે.

ડિસેમ્બર

તેમના પર મકર રાશિનો પ્રભાવ રહેતો હોય છે. તે એકબીજાને પ્રેમ તો કરતા જ હોય છે પરંતુ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટને તે વધારે મહત્વ આપે છે. તેમની વચ્ચે રોમાન્સ પણ ખૂબ જ હોય છે.