ખૂબ જ ઊંડી છે સલમાન ખાનની આ ૫ સિતારાઓ સાથે દુશ્મની, આજ સુધી કરી નથી શક્યા માફ

Posted by

સલમાન ખાન બોલિવૂડના એક એવા અભિનેતા છે, જે વારંવાર કોઈને કોઈ કારણથી મીડિયામાં ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના ગુસ્સાના કારણે ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાની ચેરિટીના કારણે ચર્ચામાં રહે છે. સલમાન પોતાના ગુસ્સા સિવાય દરિયાદિલી માટે પણ જાણીતા છે. તે વાતની મનાઈ ના કરી શકાય કે સલમાન બોલિવૂડના એક એવા અભિનેતા છે, જે લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. જોકે તેમનો ગુસ્સો પણ કોઈનાથી છુપાયેલો નથી. સલમાન ખાન જેટલી મનથી મિત્રતા નિભાવે છે તેટલા જ મનથી દુશ્મની નિભાવવા માટે પણ જાણીતા છે. થોડા દિવસો પહેલાં જ સલમાન ખાને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ૨૭ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ જન્મેલા સલમાન ખાન આજે ૫૫ વર્ષના થઈ ચૂક્યા છે. તેવામાં આજે આ સ્ટોરીમાં અમે તમને અમુક એવા સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમનો ઝઘડો સલમાન ખાનની સાથે થઈ ચૂક્યો છે અને જેમને સલમાનખાન ખૂબ જ નફરત કરે છે.

વિવેક ઓબરોય

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયનું. જ્યારે સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ થયું હતું ત્યારે વિવેક ઐશ્વર્યાની નજીક આવવા લાગ્યા હતાં. આ કારણથી સલમાનખાન એટલા ગુસ્સે થઈ ગયા હતાં કે તેમણે વિવેકને અડધી રાતે ફોન કરીને ખૂબ જ ખરાબ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહી સલમાન ખાને વિવેકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેના વિશે ખુદ વિવેક ઓબોરોયે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ ઘટના બાદથી સલમાન અને વિવેકમાં કોલ્ડ-વોર શરૂ થઈ ગયું હતું. ઘણા લોકોનું તો એવું પણ માનવું છે કે સલમાન ખાનનાં કારણે જ વિવેક ઓબેરોયનું કરિયર ખરાબ થયું છે.

અર્જુન કપૂર

કહેવામાં આવે છે કે જ્યારે અરબાઝ ખાન સાથે સંબંધ તૂટી ગયા બાદ મલાઈકા અરોડા અર્જુન કપૂરને ડેટ કરવા લાગી હતી ત્યારે સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. સલમાન અર્જુનને જોવાનું પણ પસંદ કરતા ના હતાં. હવે જ્યારે અર્જુન અને મલાઈકાએ સંપૂર્ણ દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધો છે તો સલમાનની કોઈપણ ફિલ્મ કે શો માં અર્જુનની એન્ટ્રી બૈન કરી દેવામાં આવી છે.

અરિજિત સિંહ

વર્ષ ૨૦૧૪માં એક એવોર્ડ શો ને સલમાન ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરી રહ્યા હતાં. આ શો માં અરિજીત સિંહને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો હતો અને જ્યારે તે એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા તો સલમાને તેમને મજાકિયા અંદાજમાં પૂછ્યું હતું કે શું તે સૂઈ ગયા હતાં ? તેના પર અરિજિતે કહ્યું કે, તમે લોકો એ સુવડાવી દીધા હતાં યાર, બસ તેમની આ વાત જ સલમાનને પસંદ ના આવી અને તેમણે પોતાની ફિલ્મ “સુલતાન” માંથી અરિજિતનું ગીત હટાવી દીધું હતું. જોકે અરિજિત એ ઘણીવાર સલમાન પાસે માફી પણ માંગી પરંતુ સલમાને તેમને માફ કર્યા નહી.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ સલમાન ખાનની હવે દુશ્મન છે. હકીકતમાં સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પહેલા કેટરીના કૈફની જગ્યાએ પ્રિયંકા ચોપડા નજર આવનારી હતી. પ્રિયંકાએ આ ફિલ્મને સાઇન પણ કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી. આ વાતથી સલમાન ખાન ખૂબ જ નારાજ થયા હતાં અને તેમણે તેને લઈને ઘણીવાર દેશી ગર્લ પર ટોન્ટ પણ મારી ચૂક્યા હતાં. વળી સલમાનના વારંવાર ટોણા મારવા પર પ્રિયંકા પણ ચૂપ બેસી નહી અને તેમણે તે ફિલ્મને નાચવા ગાવા વાળી ફિલ્મ કહી દીધી હતી. અહીંયાથી જ બન્નેની દુશ્મનીની શરૂઆત થઈ અને સલમાને પ્રિયંકાની સાથે ક્યારેય પણ કામ ના કરવાની કસમ ખાઈ લીધી.

રણબીર કપૂર

કહેવામાં આવે છે કે કેટરીના કૈફનાં કારણે સલમાન અને રણબીર કપૂરની વચ્ચે દુશ્મની થઈ છે. જો કે બન્નેની વચ્ચે મતભેદની શરૂઆત ઘણા સમય પહેલાં જ થઈ ગઈ હતી. હકીકતમાં જ્યારે રણબીર કપૂરની પહેલી ફિલ્મ “સાવરીયા” રિલીઝ થવાની હતી તો એક પાર્ટીમાં સલમાન અને રણબીરની વચ્ચે કોઇ વાતને લઇને તકરાર થઇ ગઇ હતી. તેના વિશે એકવાર વાત કરતા ઋષિ કપૂરે કહ્યું હતું કે એક મગજ ફરેલા સ્ટારનાં કારણે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી પરેશાન છે. જોકે બાદમાં મામલો ઉકેલાઈ ગયો હતો અને સલમાન રણબીરની ફિલ્મ “અજબ પ્રેમ કી ગજબ કહાની” માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતાં. પરંતુ રણબીર અને કેટરીનાની નિકટતા બાદ તે ફરીથી રણબીરથી નારાજ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *