ખુબ જ નુકસાન પહોંચાડે છે કુંડળીમાં રહેલાં આ પાંચ દોષ, શરૂ થઈ જાય છે ખરાબ સમય, જાણો ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈની કુંડળીમાં દોષ હોય તો તેને જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેનાં લીધે વ્યક્તિને નોકરી, વ્યવસાય પરિવારમાં પણ ઘણા પ્રકારનું નુકસાન ભોગવવું પડે છે. ધર્મ શાસ્ત્રોનાં અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ અશુભ ગ્રહ, કોઈ શુભ ગ્રહ સાથે સંયોજન કરે છે તો તે સ્થિતિમાં કુંડળી દોષનું નિર્માણ થાય છે. જ્યોતિષનાં અનુસાર અમુક વિશેષ ઉપાય કરીને કુંડળીનાં આ દોષોમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો જાણી લઈએ આખરે તે ક્યાં દોષ છે અને તેનાથી કઈ રીતે બચી શકાય છે.

Advertisement

પિતૃદોષ

જે લોકો દર વર્ષે પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી, શ્રાદ્ધ કર્મમાં ભાગ લેતા નથી, પોતાનાં પિતૃઓની આત્માની શાંતિ માટે પુજાપાઠ કરતા નથી, તેમના પર આ પિતૃદોષ હાવી થઈ જાય છે, જેના લીધે વ્યક્તિનાં જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે અને આર્થિક સ્થિતિ ખરાબ થવાની સાથે જ ઘરમાં કલેશ વધવા લાગે છે.

પિતૃદોષનાં નિવારણ નો ઉપાય

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમારે દરરોજ કાગડા અને પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. અમાસનાં દિવસે સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. સંપુર્ણ વિધિ-વિધાન સાથે કોઈ વિદ્વાન જ્યોતિષ પાસે પિતૃદોષ નિવારણની પુજા કરાવવી જોઈએ. કાશી અને ગયા માં પોતાનાં દિવંગત પુર્વજોનું તર્પણ કરવું જોઈએ.

મંગળ દોષ

કોઈપણ કપલનાં સફળ અને સુખદ વૈવાહિક જીવન માટે જરૂરી છે કે બંનેની કુંડળીમાં મંગળદોષ ના હોય. જો કોઇ એક વ્યક્તિની કુંડળીમાં મંગળદોષ છે તો લગ્ન બાદ સંબંધમાં પ્રતિકુળ પ્રભાવ જોવા મળે છે. જ્યારે પણ કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અથવા તો દ્વાદશ ભાવમાં મંગળ હોય છે ત્યારે માંગલિક દોષ લાગે છે.

આવી રીતે મેળવો મંગળ દોષમાંથી મુક્તિ

મંગળ ગ્રહ માટે અગ્નિ અનુષ્ઠાન કરવું જોઈએ. મંગળવારનાં દિવસે મંદિરમાં માં દુર્ગાની પુજા કરવી અને દિવો પ્રગટાવવો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. સંપુર્ણ વિધિ-વિધાન સાથે માંગલિક દોષ નિવારણ પુજા કરાવવી.

ગુરુ ચાંડાલ દોષ

કુંડળીમાં આ દોષ હોવાથી વ્યક્તિને પાચનતંત્ર, લીવરની સમસ્યા અને ગંભીર રોગ થવાની સંભાવના રહે છે. આવા વ્યક્તિઓ બિનજરૂરી ખર્ચાઓ કરતાં હોય છે અને ભવિષ્યનાં વિશે વધારે વિચારી શકતા નથી. કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુ એકસાથે આવવાનાં લીધે આ દોષ બને છે. આ દોષ વ્યક્તિને હંમેશા નુકસાન જ કરાવે છે.

આવી રીતે દોષ કરી શકો છો દુર

ગુરુવારનાં દિવસે ગાયને અને જરૂરિયાતમંદ લોકોને ચણાની દાળ અને ગોળનું દાન કરવું જોઈએ. ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવી અને દર ગુરૂવારનાં રોજ બૃહસ્પતિ ગ્રહની પુજા કરવી. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો. ચાંડાલ દોષ પુજા કરાવવી.

કાલ સર્પ દોષ

કુંડળીમાં કાલસર્પ દોષ રાહુ અને કેતુ એકસાથે આવવાથી થાય છે. પોતાની કુંડળીમાં કાલસર્પ દોષનું નામ સાંભળતા જ લોકો પરેશાન થઇ જાય છે. આ દોષ નાં લીધે વ્યક્તિનું જીવન સંઘર્ષમાંથી પસાર થાય છે અને તેમને ઘણા ક્ષેત્રમાં નિષ્ફળતા જોવા મળે છે. જો કે તમે ઈચ્છો તો વિશેષ ઉપાય દ્વારા આ દોષને દુર કરી શકો છો.

કાલસર્પ દોષનું આવી રીતે કરો નિવારણ

મંગળવારનાં દિવસે સાપને દુધ પીવડાવો. માં દુર્ગા અને ભગવાન શ્રી ગણેશજીની પુજા કરવી. મંગળવારનાં દિવસે રાહુ અને કેતુ માટે અગ્નિ અનુષ્ઠાન કરવું. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

કેન્દ્રાધિપતિ દોષ

આ દોષનાં લીધે વ્યક્તિને કરિયર સાથે જોડાયેલ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમને અભ્યાસ અને વ્યવસાયમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના લીધે તેમનું પારિવારિક જીવન પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે. જ્યારે પણ શુભ ગ્રહ એટલે કે બૃહસ્પતિ બુધ, શુક્ર અને ચંદ્રમાની રાશિ કેન્દ્રમાં હોય છે તો તેને આ દોષ લાગે છે.

આ જ્યોતિષ ઉપાયોથી દુર કરો દોષ

દરરોજ ૨૧ વાર “ૐ નમો નારાયણ” મંત્રનો જાપ કરવો. મંદિરમાં દરરોજ ભગવાન શિવજીની પુજા કરવી. દિવસમાં ૧૧ વાર “ૐ નમઃ શિવાય” મંત્ર નો જાપ કરવો.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી સુચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી.

Advertisement