રિયલ-મી કંપની ધમાલ કરવાની તૈયારીમાં છે. Realme દુનિયાની સૌથી ફાસ્ટ સ્માર્ટફોન ચાર્જિંગ ટેકનોલોજી લાવવાની તૈયારીમાં છે. Realme મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ૨૦૨૨ માં ફાસ્ટેસ્ટ સ્માર્ટફોન ચાર્જિંગ ટેકનોલોજી લોન્ચ કરશે. સાથે જ આ ઇવેન્ટમાં કંપની Realme GT 2 Pro સ્માર્ટફોન પણ લાવશે. Realme 125W ફ્લેશ ચાર્જિંગ ટેકનોલોજી લાવવા વાળી શરૂઆતની બ્રાન્ડમાંથી એક છે. જોકે કંપનીએ હજુ સુધી પોતાનાં નવા સ્માર્ટફોન ચાર્જિંગ ટેકનોલોજી વિશે કંઈ પણ ખુલાસો કર્યો નથી.
શું ૮ મિનિટથી પણ ઓછા સમયમાં ચાર્જ થઈ જશે સ્માર્ટફોન ?
Realme નું કહેવાનું છે કે આ દુનિયાની સૌથી ફાસ્ટ સ્માર્ટફોન ચાર્જિંગ ટેકનોલોજી હશે. તો શું તે સ્માર્ટફોનને ૮ મિનિટથી પણ ઓછા સમયમાં ફુલ ચાર્જ કરી દેશે?. કારણકે Xiaomi એ જે પોતાની 200W ચાર્જિંગ ટેકનોલોજી શો-કેસ કરી હતી, તેમાં 4,000 mAh ની બેટરી ૮ મિનિટમાં ફુલ ચાર્જ થવાની વાત છે. તેવામાં Realme ની ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનું પરફોર્મન્સ શું રહે છે. તે જોવા વાળી વાત છે.
200 W આઉટપુટ સાથે આવી શકે છે ચાર્જિંગ ટેકનોલોજી
તેની વચ્ચે ગીજ્મોચાઈનાએ Realme નાં એક ચાર્જરની ફોટો પબ્લિશ કરી છે. આ ચાર્જર અત્યાર સુધીમાં રિલીઝ થયું નથી. આ ચાર્જર વ્હાઇટ કલર પેન્ટ જોબમાં છે. પાવર રેટીંગ પરથી જાણવા મળે છે કે Realme નું આ ચાર્જર 200W આઉટપુટ સાથે આવશે. તેના પરથી સંકેત મળે છે કે Realme દુનિયાની સૌથી ફાસ્ટ સ્માર્ટફોન ચાર્જિંગ ટેકનોલોજી 200W આઉટ પુટ સાથે આવી શકે છે. ચાર્જર પર આપવામાં આવેલા ટેક્સ્ટ પરથી નક્કી થાય છે કે તે USB પાવર ડિલિવરી સાથે આવશે. Realme હાલનાં સમયમાં ફાસ્ટ ચાર્જીંગ સોલ્યુશન 125W પર બેઝ છે. જોકે કંપની કોમર્શીયલ તરીકે અત્યારે માત્ર 65W ચાર્જિંગનો ઉપયોગ કરે છે.
આવી રહ્યો Realme GT 2 Pro
વર્લ્ડ ફાસ્ટેસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સિવાય Realme આ ઇવેન્ટમાં ફ્લેગશિપ GT 2 Pro સ્માર્ટફોન લોન્ચ કરશે. Realme નો આ સ્માર્ટફોન 6.7 ઇંચ LTPO OLED ડિસ્પ્લે સાથે આવશે. ડિસ્પ્લેમાં 120Hz નો રીફ્રેશ રેટ સપોર્ટ મળશે. Realme નો આ ફ્લેગશિપ ફોન કવાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 1 પ્રોસેસરથી પાવર હશે. સ્માર્ટફોનનાં બેકમાં ટ્રીપલ કેમેરા સેટઅપ હશે. ફોનનાં બેકમાં મેઈન કેમેરા ૫૦ મેગાપિક્સલનો હશે. ફોનમાં 5000 mAh ની બેટરી આપવામાં આવશે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે.