ખુબ જ રહસ્યમય છે આ મંદિર, ભુખનાં લીધે પાતળી થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણની મુર્તિ

Posted by

દુનિયામાં ભારત એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં પર ઘણા ચમત્કારિક અને રહસ્યમય મંદિરો છે. તેમાં ઘણા એવા મંદિર પણ છે કે જેનાં રહસ્યને આજ સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. એવું જ એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળનાં થીરુવરપ્પુમાં સ્થિત છે. માનવામાં આવે છે કે આ પ્રસિદ્ધ મંદિર લગભગ ૧૫૦૦ વર્ષ જુનું છે. તો ચાલો જાણી લઈએ આ મંદિરનાં રહસ્યો વિશે.

આ ભગવાન શ્રી કૃષ્ણનાં મંદિર સાથે ઘણી કિવદંતીઓ જોડાયેલી છે. જણાવવામાં આવે છે કે વનવાસ દરમિયાન પાંડવ, ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિની પુજા કરતા હતાં અને તેમને ભોગ લગાવતા હતાં. પાંડવો એ વનવાસ સમાપ્ત થયા બાદ થીરુવરપ્પુમાં જ આ ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ છોડીને ચાલ્યા ગયા હતાં કારણકે અહીંના માછીમારોએ મુર્તિને અહી છોડવાનો અનુરોધ કર્યો હતો. માછીમારો એ ભગવાન શ્રીકૃષ્ણની ગ્રામ દેવતાનાં રૂપમાં પુજા કરવાની શરૂ કરી દીધી હતી.

જોકે બાદમાં માછીમારો એકવાર સંકટમાં ઘેરાઇ ગયા તો એક જ્યોતિષે તેમને કહ્યું કે તમે પુજા સારી રીતે કરી રહ્યા નથી. ત્યારબાદ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની મુર્તિને એક સમુદ્રી તળાવમાં વિસર્જિત કરી દીધી હતી. કેરળનાં એક ઋષિ વિલ્વમંગલમ સ્વામીયાર હોડીમાં એકવાર યાત્રા કરી રહ્યા હતાં પરંતુ તેમની હોડી એક જગ્યાએ અટકી ગઈ. ઘણા પ્રયત્નો કરવા છતા પણ હોડી આગળ વધી શકી નહી તો તેમના મનમાં સવાલ ઊભો થવા લાગ્યો કે એવું તો શું છે કે હોડી આગળ વધી રહી નથી?.

ત્યારબાદ તેમણે પાણીમાં નીચે ડુબકી લગાવીને જોયું તો ત્યાં એક મુર્તિ પડી હતી. ઋષિ વિલ્વમંગલમ સ્વામીયારે મુર્તિને પાણીમાંથી કાઢી અને પોતાની હોડીમાં રાખી લીધી હતી. ત્યારબાદ તે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાયા અને મુર્તિને ત્યાં જ રાખી દીધી હતી. જ્યારે તેઓ જવા લાગ્યા તો મુર્તિને ઉઠાવવાની કોશિશ કરી પરંતુ તે ત્યાં જ ચીપકી ગઈ હતી. ત્યારબાદ તે મુર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવી. આ મુર્તિમાં ભગવાન કૃષ્ણનો ભાવ તે સમયનો છે, જ્યારે તેમણે કંસનો વધ કર્યો હતો. ત્યારે તેમને ખુબ જ ભુખ લાગી હતી. આ માન્યતાનાં લીધે તેમને હંમેશા ભોગ લગાવવામાં આવે છે.

દિવસમાં ૧૦ વાર લગાવવામાં આવે છે ભોગ

માન્યતા છે કે અહીં પર સ્થિત ભગવાનનાં વિગ્રહથી ભુખ સહન થતી નથી, જેના લીધે તેમનાં ભોગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાનને દિવસમાં ૧૦ વાર ભોગ લગાવવામાં આવે છે. જો ભોગ લગાવવામાં આવતો નથી તેમનું શરીર સુકાઇ જાય છે. એવી પણ માન્યતા છે કે પ્લેટમાં થોડો-થોડો કરીને ચઢાવેલો પ્રસાદ ગાયબ થઈ જાય છે. આ પ્રસાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ ખાય છે.

ગ્રહણ કાળમાં પણ બંધ નથી થતું મંદિર

પહેલા આ મંદિરને સામાન્ય મંદિરની જેમ જ ગ્રહણકાળમાં બંધ કરવામાં આવતું હતું પરંતુ એકવાર જે થયું તેને જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતાં. ગ્રહણ સમાપ્ત થતા થતા જ તેની મુર્તિ સુકાઈ જાય છે, કમરની પટ્ટી પણ ખસીને નીચે ચાલી જતી હતી. આ વાતની જાણકારી આદિ શંકરાચાર્યને થઈ તો તે પોતે આ સ્થિતિને જોવા અને સમજવા માટે ત્યાં પહોંચ્યા હતાં. હકીકત જાણીને તે પણ આશ્ચર્યચકિત રહી ગયા હતાં. ત્યારબાદ તેમણે કહ્યું કે ગ્રહણ કાળમાં પણ મંદિર ખુલ્લુ રહેવું જોઈએ અને ભગવાનને સમય પર ભોગ લગાવવામાં આવે.

માત્ર મિનિટ માટે બંધ થાય છે મંદિર

આદિ શંકરાચાર્યનાં આદેશ પ્રમાણે આ મંદિર ૨૪ કલાકમાં માત્ર ૨ મિનિટ માટે જ બંધ કરવામાં આવે છે. મંદિરને ૧૧.૫૮ મિનિટ પર બંધ કરવામાં આવે છે અને તેને ૨ મિનિટ બાદ બરાબર ૧૨ વાગ્યે ખોલવામાં આવે છે. મંદિરના પુજારીને તાળાની ચાવી સાથે કુહાડી પણ આપવામાં આવી છે. પુજારીને કહેવામાં આવ્યું છે કે જો તાળું ખોલવામાં સમય લાગે તો તે બહારથી તાળુ તોડી નાખે પરંતુ ભગવાનને ભોગ લાગવામાં વાર ના લાગવી જોઈએ. આ સિવાય ભગવાનનો જ્યારે અભિષેક કરવામાં આવે છે તો વિગ્રહ પહેલા માથા અને બાદમાં આખું શરીર સુકાઇ જાય છે કારણકે અભિષેકમાં સમય લાગે છે અને તે સમયે ભોગ  લગાવી શકાતો નથી. આ ઘટનાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.