બોલીવુડનાં સુપરસ્ટાર સલમાન ખાનનું નામ ખુબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તેમનાં સ્ટારડમની તુલના કોઈ બીજા સાથે કરવી બેઇમાની હશે. તે પોતાની જિંદાદિલી નાં કારણે ઘણા લોકોનાં દિલ પર રાજ કરે છે. એક વાત બીજી છે, જે તેમને બીજાથી અલગ બનાવે છે અને તે છે તે પોતે સિંગલ રહેતા હોવા છતાં પણ પરફેક્ટ ફેમિલી મેનની ભુમિકા નિભાવવી.
સલમાન ખાનની ભાઈ અને બહેન સાથે બોન્ડિંગ કોઈથી છુપાયેલી નથી. ઘણીવાર સલમાન ખાન સોશિયલ મિડીયા પર પોતાનાં ભાઈ-બહેન સાથે તસ્વીરો શેર કરતા રહે છે. હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર સલમાન અને તેમના ભાઈની બાળપણની તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન પાસે તેમના નાના ભાઇ સોહેલ ખાન અને અરબાઝ ખાન નજર આવી રહ્યા છે.
પરંતુ આ ત્રણ સાથે ઉભેલા ત્રીજા નંબરનો બાળક ઓળખવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે થોડું ધ્યાનથી જોશો તો તમને ઓળખવામાં વધારે મુશ્કેલી થશે નહિ. હકિકતમાં આ તસ્વીરમાં જે સૌથી નાનો બાળક નજર આવી રહ્યો છે, તે કોઈ બીજું નહીં પરંતુ સલમાન ખાનની બહેન અલવીરા ઉભી છે, જે ખુબ જ ક્યુટ લાગી રહી છે. બધા પોતાની બાળપણની તસ્વીરમાં ખુબ જ ક્યુટ નજર આવી રહ્યા છે.
View this post on Instagram
બાળપણની જેમ જ હજુ પણ આ ચાર ભાઈ-બહેન એકબીજા સાથે ખુબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. મહત્વપુર્ણ છે કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાન અલગ થયા બાદ સલમાન અને સોહેલે જ અરબાઝને સંભાળ્યો હતો, જેના પરથી જાણવા મળે છે કે બધા વચ્ચે કેટલો પ્રેમ અને લાગણી છે. મહત્વપુર્ણ છે કે સલમાન ખાનનો બાળકો પ્રત્યે પ્રેમ પણ કોઈનાથી છુપાયેલો નથી. તે હંમેશા પોતાના ભાણેજ આહિલ સાથે પણ મસ્તી કરતા નજર આવે છે. ફેન્સ પણ મામા ભાણેજની મસ્તી જોવાનું ખુબ જ પસંદ કરે છે.