ખૂબ જ ચતુર હોય છે આ રાશિવાળા લોકો, પ્રેમનો દેખાવ કરીને કઢાવી લે છે પોતાનું કામ

Posted by

એવું કહેવામાં આવે છે કે પ્રેમથી કોઈનો પણ વિશ્વાસ જીતી શકાય છે. જો તમે સામેવાળા સાથે મીઠું બોલો છો, તેમની પ્રશંસા કરો છો અને તેમનું સન્માન કરો છો તો તે તરત જ પીગળી જાય છે. ત્યારબાદ તે તમારી દરેક વાત ખૂબ જ સરળતાથી માનવા લાગે છે. જોકે અમુક લોકો તેનો ખોટો ફાયદો પણ ઉઠાવતા હોય છે. તે સામેવાળા સાથે મીઠું મીઠું બોલીને પોતાનું કામ કઢાવી લેતા હોય છે. હવે તે કામ યોગ્ય અને અયોગ્ય બંને પ્રકારનું હોઈ શકે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સામેવાળાનો વિશ્વાસ જીતવાનું હોય છે, ત્યારબાદ તે પોતાની ચાલ ચાલતા હોય છે. તે તમને દિલથી પ્રેમ કરતા નથી. બસ જ્યાં સુધી તેમને તમારી જરૂર હોય છે, ત્યાં સુધી જ તે પ્રેમનો દેખાવ કરે છે.

તેમને ખરેખર તમારી કોઈ ચિંતા હોતી નથી ખાસ કરીને જ્યારે તેમનું કોઈ કામ વચ્ચે આવી જાય તો તે તમને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દેતા હોય છે. આ પ્રકારના લોકોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમની પહેલી ઇમ્પ્રેશન એટલી સારી હોય છે કે લોકો તેમને ભલા વ્યક્તિ સમજી લેતા હોય છે. તે તમારા મગજ અને ભાવનાઓની સાથે રમત રમતા હોય છે. તેમને બસ પોતાના ફાયદાની જ ચિંતા હોય છે. જો કે તમે અમુક ખાસ રીતે આ “મીઠી છુરી” ટાઈપના લોકોને ઓળખી શકો છો.

સૌથી પહેલી રીત એ છે કે તમે તેમની દરેક વાત ના માનો. તેમને કોઈ ચીજની મનાઇ કરવા માટે કોઈ પર્સનલ બહાનું બનાવો. તેમાં થોડું ઈમોશન પણ ઉમેરી દો. જો તે તમને ખરેખર પ્રેમ કરે છે અને તેમને તમારી ચિંતા છે તો તમારી મનાઈ કરવા છતાં પણ તેમનો વ્યવહાર બદલાશે નહી. તેવામાં તમે જાણી જશો કે કોણ મીઠી છુરી છે અને કોણ તમારો સાચો મિત્ર છે. જો સામેવાળાનો વ્યવહાર તમારી મનાઈ કર્યા બાદ બદલાઈ જાય છે તો તમારે તેમનાથી દૂર જ રહેવું જોઈએ. આવા લોકો ભરોસાપાત્ર હોતા નથી. તેનાથી વિપરિત જો તેમનો સ્વભાવ સરખો જ રહે છે તો તમે બાદમાં તમે તેમની મદદ કરી શકો છો.

કઈ છે આ રાશિઓ

મિથુન, કર્ક, સિંહ, કન્યા, મકર અને વૃશ્ચિક રાશિ આ કેટેગરીમાં આવે છે. આ રાશિઓના ૭૦% જાતકો મીઠી છુરી બનીને પોતાનો ફાયદો શોધતા હોય છે. જોકે આ રાશિઓના બાકી ૩૦ ટકા લોકો હૃદયથી ખૂબ જ સારા હોય છે. તેથી જો તમે તેમની સાચી ઓળખ કરવા માંગતા હોય તો અમે તમને જે ઉપર રીત બતાવી છે, તેને અજમાવીને તેમનો ટેસ્ટ કરી શકો છો. જેનાથી તમને તેમની હકીકત જાણવા મળી જશે. બીજી એક સલાહ આપવામાં આવે છે કે આજનાં સમયમાં તમારે ક્યારેય પણ કોઈના પર સરળતાથી વિશ્વાસ કરવો નહી, ખાસ કરીને ત્યારે જ્યારે સામે વાળો વ્યક્તિ અજાણ્યો હોય. જોકે હાલના સમયમાં તો પોતાના પણ દગો આપતા હોય છે પરંતુ એક અજાણ્યા વ્યક્તિ પાસેથી દગો ખાવો થોડું વધારે નુકશાનદાયક સાબિત થઈ શકે છે, તેથી તમારે પોતાની ઓબ્ઝર્વેશન સ્કીલ પર કામ કરવું પડશે.