મીઠું શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ મોટાભાગના લોકો ખોરાકમાં સફેદ મીઠાનો જ પ્રયોગ કરતા હોય છે. જો કે આયુર્વેદમાં કાળા મીઠા (સંચળ) ને પણ ગુણકારી માનવામાં આવ્યું છે અને રોજ થોડું કાળું મીઠું (સંચળ) ખાવાથી ઘણા રોગ દૂર થઈ જાય છે. તેથી તમારે પણ સફેદ મીઠાની સાથે સાથે કાળા મીઠા (સંચળ) નો પણ પ્રયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કાળા મીઠા (સંચળ) ના અમુક ફાયદાઓ વિશે.
ગેસમાં રાહત આપે છે
કાળું મીઠું (સંચળ) ખાવાથી પેટ સ્વચ્છ રહે છે અને ગેસની સમસ્યમાંથી રાહત મળે છે. જે લોકોને મોટા પ્રમાણમાં ગેસ બને છે. તે લોકોએ કાળા મીઠા (સંચળ) ને પોતાના ડાયટ પ્લાનમાં સમાવેશ કરી લેવું જોઇએ અને રોજ થોડું કાળું મીઠું (સંચળ) ખાવું જોઈએ. આ જ રીતે એસીડીટી અને કબજિયાત માટે પણ કાળું મીઠું (સંચળ) ફાયદાકારક માનવામાં આવે છે.
પેટમાં દુખાવો
પેટમાં દુખાવો થવા પર કાળું મીઠું (સંચળ) અને અજમાનું સાથે સેવન કરી લો. થોડા અજમાને પહેલા પીસી લો. ત્યારબાદ તેના પાઉડરમાં મીઠાને ભેળવી દો અને તેનું સેવન પાણી સાથે કરી લો. આ ચૂર્ણને ખાવાથી પેટમાં થતાં દુખાવામાં રાહત મળે છે.
તણાવમાંથી મળે છે મુક્તિ
તણાવને દૂર કરવામાં પણ કાળું મીઠું (સંચળ) સહાયક હોય છે અને તેને ખાવાથી મન શાંત થઈ જાય છે. તળાવ થવા પર તમે રોજ રાત્રે સુતા પહેલા થોડું કાળું મીઠું (સંચળ) ચાટી લો. તમને આરામ મળી જશે. ખરેખર કાળું મીઠું (સંચળ) આપણા શરીરમાં સેરાટોનીન હાર્મોનને વધારવાનું કામ કરે છે. જેનાથી તણાવ થતો નથી. આ જ રીતે અનિંદ્રા થવા પર પણ કાળું મીઠું (સંચળ) ખાવું ફાયદાકારક હોય છે અને તેનું સેવન કર્યા પછી ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.
સોજામાં કરે છે ઘટાડો
સોજાને ઘટાડવા માટે કાળા મીઠા (સંચળ) નો પ્રયોગ કરો. પગમાં કે સાંધાઓમાં દુખાવો કે સોજો થવા પર કાળા મીઠા (સંચળ) નો શેક કરી લો. તમે કાળા મીઠા (સંચળ) ને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરી લો. ત્યારબાદ તેને કોઈ સુતરાઉ કાપડમાં બાંધી દો. આ કપડાને સોજો આવેલી જગ્યા પર કે દુખાવાની જગ્યા પર રાખીને તેનો શેક કરો. સોજો અને દુખાવો તરત જ દૂર થઈ જશે અને તમને રાહત પણ થઈ જશે.
વજન ઘટાડવા માટે
જે લોકો વજન ઘટાડવામાં લાગેલા છે તે લોકો સફેદ મીઠાની જગ્યાએ ખોરાકમાં કાળા મીઠા (સંચળ) નો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. કાળા મીઠા (સંચળ) માં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેના કારણે તેને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કાળા મીઠા (સંચળ) ના નુકસાન
વધારે પ્રમાણમાં કાળું મીઠું (સંચળ) ખાવાથી શરીરને ઘણા પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. તેથી વધારે પ્રમાણમાં તેમનું સેવન કરવાથી બચવું જોઈએ. કાળું મીઠું (સંચળ) વધારે પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશર, હાઈપર ટેન્શન, હાર્ટ ડીજીજ, કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ, પથરી, સ્ટ્રોક અને પેટનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.
આ રીતે કરો કાળા મીઠા (સંચળ) નું સેવન
- કાળા મીઠા (સંચળ) ને શાકભાજીમાં નાખીને ખાઈ શકીએ છીએ.
- ઘણા લોકો તેને દહીંમાં નાખીને ખાવાનું પસંદ કરે છે. તેથી તમે તેને દહીમાં પણ નાખી શકો છો.
- સલાડ પર પણ તમે કાળા મીઠા (સંચળ) નો છંટકાવ કરી શકો છો. તેથી તમે તેને સલાડમાં પણ નાખીને ખાઈ શકો છો.
- તેના સિવાય લીંબુ પાણી બનાવતા સમયે પણ તેમાં સંચળ ને નાખી શકો છો.