ખુશ ખબર : ભૂલી જાઓ પબ-જી, અક્ષય કુમાર ગેમર્સ માટે લાવી રહ્યા છે FAU:G, જાણો તેના વિશે

Posted by

હાલમાં જ ચીન તરફથી થઇ રહેલી હલચલને શાંત કરવા માટે ભારત સરકારે ચાઈનીઝ એપ્સ પર અન્ય એક ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ભારત સરકારે ૧૧૮ ચાઈનીઝ એપ્સને બેન કરીને ચીનને તગડો ઝટકો આપ્યો છે. જણાવી દઈએ કે તે પહેલા પણ ભારત સરકાર ચાઈનીઝ એપ્સ પર બેન લગાવી ચુકી છે. પરંતુ ત્યારે પબ-જી પર બેન લગાવવામાં આવ્યો નહોતો.

વળી હવે દેશમાં સૌથી વધારે લોકપ્રિય ગેમ એપ પબ-જી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમાચારે દેશના ઘણા યુવાનોને નિરાશ કરી દીધા હતા. જોકે પબ-જી બેન થવા પર બીજા જ દિવસે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ગેમ લવર્સને એક મોટી ખુશખબરી આપી હતી. તો ચાલો જણાવી દઈએ તે ખુશખબરી વિશે.

અક્ષય કુમાર લાવી રહ્યા છે FAU:G

ખરેખર પબ-જી બેન થયા બાદ અક્ષય કુમાર ખૂબ જ જલ્દી FAU:G ગેમ લાવી રહ્યા છે. આ એપ અક્ષય કુમારના મેન્ટરશિપમાં બનશે. જે એક મલ્ટિપ્લેયર એક્શન ગેમ હશે. તેની સૌથી ખાસ વાત એ છે કે તે એક ભારતીય ગેમ છે અને તેમની કમાણીનો ૨૦ ટકા ભાગ “ભારત કે વીર” ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે “ભારત કે વીર” ટ્રસ્ટ ભારતના જવાનોને સપોર્ટ કરે છે.

આ એપ વિશે અક્ષય કુમારે પબ-જી બેન થવાના આગલા દિવસે જ જાણકારી આપી હતી. અક્ષય કુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે યુવાનો માટે ગેમ રમવી તેમના મનોરંજનનો એક જરૂરી હિસ્સો બની ગયો છે. FAU:G દ્વારા અમે આશા રાખીએ છીએ કે યુવાનો જ્યારે આ ગેમ રમશે તો આપણા દેશના જવાનોના બલિદાન વિશે પણ તેમને જાણ થશે. FAU:G ને આગલા મહિને ઓક્ટોબરમાં લોન્ચ કરવાની તૈયારી છે. આ ગેમને ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર બંને પર લોન્ચ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે લગાવ્યો PUB-G પર પ્રતિબંધ

ગેમિંગ પ્રકાશના ફાઉન્ડર અને ચેરમેન વિશાલ ગોંડાલ એ કહ્યું કે પીએમ મોદીના આ નિર્ણયનો જવાબ આપવો અને દુનિયાની સામે એક વર્લ્ડ ક્લાસ ગેમને રજુ કરવી અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ગેમ ગેમર્સને વર્ચ્યુઅલ સેટિંગમાં લડવામાં મદદ કરશે અને સાથે સાથે જ આપણા શહીદોને સમર્થન કરીને રાષ્ટ્ર નિર્માણમાં સકારાત્મક યોગદાન આપવામાં પણ મદદ કરશે.

જણાવી દઈએ કે પબ-જી સિવાય લુડો ઓન સ્ટાર અને વર્લ્ડ લુડો સુપરસ્ટાર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે તે પહેલા ભારત સરકારે ગલવાન ઘાટીમાં સીમા વિવાદ બાદ ચીનની ૧૦૬ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં ટીક ટોક વી-ચેટ જેવી એપ સામેલ હતી. હવે કુલ એપ્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ચીનની ૨૨૪ મોબાઇલ એપ્સ પર બેન લગાવી ચુકી છે. જણાવી દઈએ કે સરકારની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ બધી જ એપ્સ અમુક એવી ગતિવિધિઓમાં સામેલ હતી કે જેનાથી દેશની સુરક્ષાને નુકસાન પહોંચી રહ્યું હતું. વળી હવે અક્ષય કુમારે પબ-જી ના બદલે FAU:G ગેમ લાવવાનું વચન આપ્યું છે. જેનાથી ગેમર્સ ની સમસ્યા પણ દૂર થઈ જશે અને સરકાર પણ આ એપ પર બેન લગાવશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *