કિન્નરોએ ઘેરી લીધી હતી દુલ્હા આદિત્ય નારાયણની ગાડી, બાદમાં કરવા લાગ્યા હતાં આવી હરકતો : જુઓ વિડિયો

Posted by

બોલીવુડનાં દિગ્ગજ ગાયક ઉદીત નારાયણના દિકરા આદિત્ય નારાયણના લગ્ન તેમની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે થઈ ચૂક્યા છે. પાછલા ઘણા દિવસોથી આ લગ્ન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આખરે ૧ ડિસેમ્બરનાં રોજ સાંજે શ્વેતા અને આદિત્ય હંમેશા માટે એકબીજાના થઈ ગયા. આ લગ્નથી આદિત્યના ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. આ લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાઓમા છે. એક વીડિયોમાં તો લોકોને ખુબ જ મજેદાર નજારો જોવા મળ્યો. હકીકતમાં ૧ ડિસેમ્બરનાં રોજ સાંજે જ્યારે આદિત્ય જાન લઈને નીકળ્યા હતા તો વચ્ચે તેમને અમુક કિન્નરો મળી ગયા હતા.

આદિત્ય નારાયણની જાનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આદિત્ય નારાયણની ગાડીને અમુક કિન્નરો દ્વારા ઘેરી લેવામાં આવી છે અને તે બધા જ આદિત્યને આશીર્વાદ આપી રહ્યા છે, સાથે જ ગાયક પાસેથી પૈસાની માંગ પણ કરવામાં આવી રહી છે. બીજી જ ક્ષણે આદિત્યની સાથે ગાડીમાં બેસેલા લોકો કિન્નરોને પૈસા આપતા નજર આવી રહ્યા છે.

આદિત્ય અને શ્વેતાનાં લગ્નની ઘણી બધી તસ્વીરો અને વિડીયોની સાથે આ શાનદાર વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે. પોતાના દિકરાના લગ્નમાં દિગ્ગજ ગાયક ઉદિત નારાયણ પણ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે અને તેમણે ખૂબ જ ડાન્સ પણ કર્યો. વળી આદિત્યની માં દિપા પણ દિકરાના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ સિતારાઓને મોકલવામાં આવ્યું હતું આમંત્રણ

દિગ્ગજ ગાયક ઉદીત નારાયણએ દિકરાનાં લગ્ન માટે બોલાવવામાં આવેલ મહેમાનોની વાત કરતા જણાવ્યું હતું કે, “આદિત્ય અને શ્વેતાનાં લગ્ન મંદિરમાં થશે, જેમાં ૫૦ લોકો સામેલ થશે અને ત્યારબાદ રિસેપ્શન રાખવામાં આવશે. મેં પીએમ મોદી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર જી, રણવીર સિંહ, દિપીકા પાદુકોણ અને માધુરી દીક્ષિતને આમંત્રણ મોકલ્યું છે, પરંતુ કોરોના મહામારીને જોતા આ લોકો આવશે કે નહીં તેના વિશે કોઈ જાણકારી નથી”. તમને જણાવી દઈએ કે જે ખબરો છે તેના અનુસાર આદિત્ય અને શ્વેતાના લગ્નમાં આમાંથી કોઇપણ સિતારાઓ જોવા મળ્યા નથી. કોરોના મહામારીને જોતાં જ આ મહેમાનો માંથી કોઈએ પણ આદિત્ય અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં ભાગ લીધો નથી.

લગ્ન બાદ આદિત્યનું નિવેદન, મારું સપનું સાચું થઈ ગયું

પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતાની સાથે લગ્ન થયા બાદ આદિત્ય નારાયણ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમનું સપનું સાચું થઈ ગયું છે. તેમણે કહ્યું કે શ્વેતા અને હું પરિણીત છીએ તે સપના જેવું મહેસૂસ થાય છે. તે એક સપના જેવું જ છે, જે હવે હકીકત બની ગયું છે. હું શ્વેતા સિવાય કોઈ બીજાની સાથે પોતાનું જીવન પસાર કરવા વિશે વિચારી પણ શકું નહી. તેમણે મને એક સારો વ્યક્તિ બનાવવામાં મારી મદદ કરી છે.

આદિત્યએ પિતાને જન્મદિવસ પર આપી ખાસ ભેટ

જણાવી દઈએ કે ઉદીત નારાયણનો ૧ ડિસેમ્બરનાં રોજ ૬૫મો જન્મ દિવસ હતો અને આદિત્યએ પોતાના લગ્ન કરીને પિતાને એક ખાસ ભેટ આપી છે. આદિત્યએ ગયા મહિને જ એ વાતનો ખુલાસો કરી દીધો હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આદિત્ય અને શ્વેતા એકબીજાને ૧૧ વર્ષથી ઓળખે છે અને બંનેએ લાંબા સમય બાદ પોતાના સંબંધને એક નવું નામ આપવાનો નિર્ણય કર્યો હતો.

જુઓ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *