આમ તો જીવનની પહેલી કિસ સૌથી સ્પેશિયલ હોય છે પરંતુ બાકીના ચુંબનોનું પણ પોતાની ખાસ વિશેષતા હોય છે. તે એક એવી ક્ષણ હોય છે જ્યારે તમે પોતાના જીવનની બધી જ મોહમાયાને ભૂલી જાઓ છો. તે દરમિયાન તમે ફક્ત શારીરિક રૂપથી જ નહી પરંતુ માનસિક રૂપથી પણ એકબીજાની નજીક હોવ છો. તેવામાં શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે કિસ કરતા સમયે પુરુષોના મનમાં આખરે શું ચાલી રહ્યું હોય છે ? એક મહિલાથી વધારે પુરુષને ચુંબનની જલ્દી હોય છે. એવામાં એક મહિલાએ જરૂર જાણવું જોઈએ કે આખરે તે જેમને કિસ કરી રહી છે તે વિશેષ વ્યક્તિના મનમાં શું શું ચાલી રહ્યું છે. આજે અમે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ.
પહેલો વિચાર
જ્યારે પણ કોઈ પુરુષ કિસ કરે છે તો તે પોતાને તીસ માર ખાં સમજે છે. તેમને એવું લાગે છે કે આ દુનિયામાં તે સૌથી સારો કિસર છે. તે તો એવું પણ વિચારવા લાગે છે કે તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ કેટલી નસીબદાર છે કે તેમને આટલો શાનદાર કિસ કરવા વાળો પતિ કે બોયફ્રેન્ડ મળ્યો છે. પુરુષ હંમેશા પોતાની આ બાબતમાં મહિલાઓથી આગળ જ સમજે છે.
બીજો વિચાર
જ્યારે એક પુરુષ તમને કિસ કરવાનું શરૂ કરે છે તો તે સંપૂર્ણ રીતે ભાવનાઓમાં વહી જાય છે. તે બાદમાં એવું બધું વિચારતા નથી કે તમે આ કિસને લઈને સંકોચ પણ મહેસૂસ કરી રહ્યા છો કે નહી. તે એકવાર શરૂ થઈ જાય છે તો બસ એવું જ વિચારે છે કે જેટલી વધારે અને જેટલી સારી રીતે હું કિસ કરી શકું તેટલું સારું રહેશે. એક રીતે આપણે એવું પણ કહી શકીએ કે ચુંબન દરમિયાન તે મહિલાઓને ડોમિનેટ કરે છે.
ત્રીજો વિચાર
જ્યારે કોઈ પુરુષ તમને કિસ કરે છે તો તે તમારી સુંદરતાને લઈને પણ વિચારી રહ્યો હોય છે. તેમના મનમાં એવું જ ચાલતું હોય છે કે વાહ હું કેટલો નસીબદાર છું કે મને આટલી સુંદર પત્ની કે ગર્લફ્રેન્ડ મળી છે. આ જ કારણ હોય છે કે તે દરમિયાન તે તમારા હોઠોની સાથે સાથે શરીરના બાકી અંગોને પણ ચૂમે છે.
ચોથો વિચાર
એકવાર જો યુવતી કિસ માટે રાજી થઇ જાય છે તો બાદમાં પુરુષ તેમને નેક્સ્ટ લેવલ પર લઇ જવા માંગે છે. એટલે કે તે વિચારવા લાગે છે કે હજુ તો કિસ કરી રહ્યો છું પરંતુ હવે ખૂબ જ જલ્દી શારીરિક સંબંધ પણ બનાવીશ. ઘણીવાર તો આવા વિચારો પણ ખૂબ જ જલ્દી તેમના મનમાં આવે છે અને તે બેકાબૂ થઈ જાય છે. આ જ કારણ છે કે ઘણા પુરુષો તમને કિસ કરતા સમયે તમારા શરીરના અન્ય અંગોને પણ સ્પર્શ કરે છે. તે દરમિયાન તેમના મનમાં ઘણા પ્રકારની રોમાન્સ સંબંધિત ક્રિયાઓ ચાલી રહી હોય છે.
પાંચમો વિચાર
મોટાભાગનાં પુરુષો કિસ કરતા સમયે એવું પણ વિચારી રહ્યા હોય છે કે શું તેમણે યુવતીને આગળ પણ ઘણું બધું કરવા માટે પૂછવું જોઈએ કે પછી તેમણે કંઈપણ પૂછ્યા વગર જ શરૂ થઈ જવું જોઈએ. આ કારણથી ઘણા પુરુષો કિસ દરમિયાન વધારે ફોકસ પણ કરી શકતા નથી. હકીકતમાં બધાને જ શારીરિક સંબંધ બનાવવાની જલ્દી હોય છે.