કિયારા આડવાણીએ જણાવી બેડરૂમની અંગત વાત, કહ્યું, આ ૩ ચીજોને હું સેકસ કરતાં પણ વધારે પસંદ કરું છું

ફિલ્મ “કબીર સિંહ” ફેમ એક્ટ્રેસ કિયારા આડવાણી ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાની સુંદરતાના લીધે છવાયેલી રહે છે. જણાવી દઈએ કે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ “કબીર સિંહ” માં કિયારાનાં જબરદસ્ત એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આમ તો કિયારા એ ફિલ્મ “એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી” થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ કબીર સિંહ તેમના કરિયરનો એક ટર્નિંગ પોઈન્ટ હતો.

એક્ટ્રેસ એ હાલમાં જ ફિલ્મ “ગુડન્યુઝ” માં કામ કર્યું હતું અને હવે તેમની આવનારી ફિલ્મ “લક્ષ્મી” છે. તેમની આ ફિલ્મ ખૂબ જ જલ્દી રિલીઝ થશે. જણાવી દઈએ કે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જોકે આ ફિલ્મના રિલીઝ પહેલા કિયારાએ પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તેમણે અમુક ચોકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ૩ એવી ચીજો છે જેને કરવામાં તેમને સેક્સ કરતા પણ વધારે મજા આવે છે. તો ચાલો જાણી લઈએ કઈ છે તે ત્રણ ચીજો.

કિયારાનાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક્ટ્રેસને અમુક મજેદાર સવાલોનાં જવાબ આપતા જોઈ શકીએ છીએ. એક્ટ્રેસને સવાલ કરવામાં આવ્યો કે જો તેમને ક્યારેય કોઈ જીવજંતુ બનવાનો મોકો મળે તો તમે શું બનવાનું પસંદ કરશો ? તેનો જવાબ આપતા કિયારાએ જણાવ્યું કે હું કૈટરપિલર બનવા માંગીશ જેથી બાદમાં તે પતંગિયુ બની શકે. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે તે કઈ ૩ ચીજો છે જેને તે સેક્સ કરતા પણ સારી માને છે.

કિયારાએ આ ૩ ચીજોને બતાવી સેક્સ કરતા પણ સારી

આ સવાલનો જવાબ કિયારાએ પોતાના અંદાજમાં આપતા જણાવ્યું કે એક શાનદાર પીઝા, શોપિંગ અને એક સારી ફિલ્મ, આ તે ૩ ચીજો છે જેને હું સેક્સ કરતા પણ સારી માનું છું. તેના સિવાય તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને જીવનમાં ક્યારેય એવું લાગ્યું છે કે તે મરતા મરતા બચી છે ? આ સવાલનો જવાબ આપતા કિયારાએ જણાવ્યું કે જ્યારે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી તો પોતાના ક્લાસમેટસની સાથે એક ટ્રીપ પર ગઈ હતી અને દુર્ભાગ્યથી તે ટ્રીપમાં અમારા રૂમમાં આગ લાગી ગઈ હતી. તે ખૂબ જ ડરામણી ઘટના હતી અને તે દિવસે મને એવું લાગ્યું કે હું જીવિત બચીશ નહી.

વર્કફન્ટની વાત કરવામાં આવે તો કિયારા આડવાણી આવનાર દિવસોમાં બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સાથે ફિલ્મ “લક્ષ્મી” માં નજર આવશે. તે બીજી ફિલ્મ હશે જેમાં કિયારા અને અક્ષય સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ પહેલા બન્ને ફિલ્મ “ગુડન્યુઝ” માં એકસાથે જોવા મળ્યા હતાં. જોકે કિયારા તે ફિલ્મમાં દિલજીત દોસાંજની પત્નિનો રોલ નિભાવ્યો હતો. તેવામાં તે પહેલીવાર હશે જ્યારે અક્ષયની ઓપોઝિટ કિયારા લીડ રોલ પ્લે કરશે. જોકે હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ ફેન્સની વચ્ચે કેવું પરફોર્મસ કરે છે.