કિયારાને રિપોટર્રએ ભૂલમાં બોલાવી એવા નામથી કે ભડકી ગઈ એક્ટ્રેસ, સવાલનાં જવાબ આપવાની ચોખ્ખી ના પાડી દીધી

Posted by

ઘણા લોકોના નામ એવા હોય છે જેમને બોલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. જેના લીધે ઘણીવાર ખોટું નામ પણ લઈ લેવામાં આવતું હોય છે. અથવા તો ઘણીવાર એવું પણ થાય છે કે આપણને કોઈનું નામ કન્ફર્મ હોતું નથી અને આપણા મોઢામાંથી ખોટું નામ નીકળી જાય છે. આવું સામાન્ય લોકોની સાથે જ નહી પરંતુ બોલિવૂડ સ્ટાર્સની સાથે પણ થતું હોય છે. જણાવી દઈએ કે હાલમાં જ આવું જ કંઈક બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી કિયારા અડવાણી સાથે પણ થયું છે. કિયારાનું બોલિવૂડ કરિયર હાલમાં તો ખૂબ જ નાનું છે પરંતુ તેમણે એક સારું એવું નામ બનાવી લીધું છે. કિયારા હાલમાં જ પોતાના નામના કારણે ચર્ચામાં આવી છે. તેમને એક રિપોર્ટરે ખોટા નામથી બોલાવી હતી. તેવામાં એક્ટ્રેસને ગુસ્સો આવી ગયો.

જાણો પૂરો મામલો

પોતાની અદાઓથી લાખો લોકોને પોતાના દિવાના બનાવી ચૂકેલી એક્ટ્રેસ કિયારા હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટર પર ગુસ્સે થઈ ગઈ હતી. હકીકતમાં વાત એવી હતી કે એક રિપોર્ટરે કિયારાને ખોટા નામથી બોલાવી હતી. તેમણે કિયારાના સ્થાન પર કાયરા નામથી બોલાવવામાં આવી તો તેમના પર તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ “ઇન્દુ કી જવાની” ના લીધે ચર્ચામાં બનેલી છે. હાલમાં જ આ ફિલ્મ રિલીઝ થઈ છે. જેના લીધે હાલમાં જ એક પ્રેસ-કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. સવાલ જવાબનાં સેશનમાં એક રિપોર્ટર સવાલ પૂછવા માંગતા હતા અને તેમણે એક્ટ્રેસને કિયારાની જગ્યાએ કાયરા કહી દીધું.

રીપોર્ટરનાં આવું કહેવા પર અભિનેત્રી નારાજ થઈ ગઈ તેમણે રિપોર્ટરને કહ્યું કે, તમે મને શું નામથી બોલાવી ?, તમે કાયરા કહ્યું કે કીયારા ? મને ખોટા નામથી બોલાવવાના કારણે હું તમારા સવાલોના જવાબ નહી આપું. પરંતુ તમને એ જાણીને ખુશી થશે કે કિયારાએ રિપોર્ટરને આ બધું મજાકમાં કહ્યું હતું. બાદમાં કિયારાએ મજાક કરતા રિપોર્ટરને પોતાનું નામ યોગ્ય રીતે બોલવા માટે કહ્યું હતું.

બાદમાં રિપોર્ટ દ્વારા કિયારાને ફરીથી કિયારા જ બોલાવવામાં આવી. ત્યારબાદ ફરીથી એક્ટ્રેસને સવાલ કરવામાં આવ્યો અને તેમણે તેમનો જવાબ પણ આપ્યો. પ્રેસ કોન્ફરન્સનો આ કિસ્સો સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ ચર્ચામાં બનેલો છે. પોતાની ફિલ્મ “ઇન્દુ કી જવાની” ને લઈને કિયારા અડવાણી ચર્ચામાં બનેલી છે.

૨૦૧૪માં કર્યું હતું ડેબ્યૂ

૨૮ વર્ષની કિયારા આડવાણીએ બોલિવૂડમાં વર્ષ ૨૦૧૪માં પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ “ફગલી” હતી. ત્યારબાદ તે “એમ એસ ધોની” જેવી સુપ હિટ ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત ધોનીનાં પાત્રમાં જોવા મળ્યા હતા. ૨૦૧૯માં આવેલી ફિલ્મ “કબીરસિંહ” થી તેમને ખૂબ જ મોટી ઓળખ મળી હતી. વળી તે અક્ષય કુમારની સાથે પાછલા દિવસોમાં આવેલી ફિલ્મ “લક્ષ્મી” અને વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ “ગુડન્યૂઝ” થી પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *