બાળપણમાં ઘર છોડ્યું, રસ્તા ઉપર પાણીપુરી વેંચી, વાંચો આઇપીએલમાં ધમાલ મચાવી રહેલ યશસ્વી જયસ્વાલની કહાની

આજકાલ ક્રિકેટ પ્રેમીઓમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નો ખુબ જ વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઇપીએલની જેમ જ ખેલાડીઓને જમાડવા માટે કરોડોનો ચાર્જ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સનાં ક્રિકેટર યશસ્વી જયસ્વાલ આજકાલ બધી જગ્યાએ છવાયેલા છે. એક રિપોર્ટ મુજબ રાજસ્થાનની ટીમે તેને લગભગ ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

યશસ્વી જયસ્વાલે અહીં સુધી પહોંચવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેમણે ગરીબીમાં દિવસો પસાર કર્યા છે અને માત્ર એટલું જ નહી તેના પિતા પણ એક નાના દુકાનદાર હતાં તેથી યશસ્વી માટે અહીં પહોંચવું સહેલું નહોતું. તો ચાલો આપણે જાણી લઈએ યશસ્વી જયસ્વાલની કહાની. ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ ના રોજ ઉત્તરપ્રદેશનાં ભદોહીમાં જન્મેલા યશસ્વી બાળપણથી જ ક્રિકેટર બનવા માંગતા હતાં. આવી સ્થિતિમાં તે ઘણીવાર ક્રિકેટ રમવા જતાં હતાં.

પિતાની નાની દુકાનનાં કારણે તેની પાસે બહાર જવા માટે પુરતા પૈસા નહોતા. જોકે આ દરમિયાન યશસ્વી ગમે તેમ કરીને મુંબઈ પહોંચી ગયા હતાં જ્યાં તેઓ પોતાના સંબંધીનાં ઘરે રોકાયા હતાં. જોકે અહીં પણ તેઓ વધુ સમય સુધી રહી શક્યા નહીં કારણ કે જેમના ઘરે તેઓ રોકાયા હતાં. તેમના ઘરે બીજા માણસને પોતાની સાથે રાખવા માટે પુરતી સુવિધા નહોતી. આવી સ્થિતિમાં યશસ્વીને ટુંક સમયમાં જ તેના સંબંધીના ઘરેથી સામાન પેક કરવો પડ્યો હતો.

ત્યારપછી યશસ્વીએ મુંબઈનાં કાલબાદેવીની એક ડેરીમાં રહેવાનું શરૂ કર્યું હતું. અહીં તેણે ડેરીનું કામ કર્યું, જેનાં બદલામાં તેને ત્યાં રહેવા મળતું હતું. આ દરમિયાન યશસ્વીએ પોતાનું પેટ ભરવા માટે મજુરી પણ કરી હતી. આ દરમિયાન તે ક્રિકેટ પણ રમતો હતો, જેનાં કારણે તે ક્યારેક ડેરીનું કામ કરી શકતો નહોતો. ત્યારબાદ ડેરીવાળાએ પણ તેને નોકરીમાંથી છુટો કરી દીધો હતો.

ત્યારબાદ યશસ્વીએ આઝાદ મેદાન મુસ્લિમ યુનિટેક ક્લબમાં ગ્રાઉન્ડસમેન સાથે રહેવાનું નક્કી કર્યું પરંતુ અહીં પણ પૈસાની સમસ્યા હતી, જેનાં કારણે યશસ્વીએ પાણીપુરી વેચવાનું શરૂ કર્યું હતું. જોકે આ દરમિયાન તેણે પોતાના ક્રિકેટનાં ક્રેઝ ને છોડ્યો નહિ. આ દરમિયાન કોચ જ્વાલાસિંહની નજર તેના પર પડી અને તેને ક્રિકેટરની આગળની ટ્રેનિંગ આપી. ત્યારપછી યશસ્વીને વર્ષ ૨૦૧૪ માં જાયલ તરફથી શિરડીની એક સ્કુલની મેચમાં રમવાની તક મળી હતી, જ્યાં તે વિજેતા તરીકે બહાર આવ્યા.

ત્યારપછી તેની મુંબઈની ટીમમાં પસંદગી થઈ હતી. અહીં પણ તેણે શાનદાર ઈનિંગ રમીને ચર્ચામાં આવી ગયા હતાં. ત્યારપછી યશસ્વીને એક પછી એક ઘણી બધી તક મળી, જેમાં તેણે સારો દેખાવ કર્યો. જ્વાલાસિંહની તાલીમનાં લીધે યશસ્વીએ પોતાના જીવનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. યશસ્વી જ્વાલાસિંહના પણ ખુબ જ વખાણ કરે છે. તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે, “હું તેનો દત્તક પુત્ર છું. આજે મને આ સફળતા પર લાવવામાં તેમની મહત્વપુર્ણ ભુમિકા છે”.

યશસ્વીને અંડર-૧૯ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ દરમિયાન ૨૦૨૦ ની આઈપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે તેને ૨.૪૦ કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો પરંતુ પ્રથમ સિઝનમાં તે માત્ર ૩ મેચ જ રમી શક્યો હતો. ત્યારપછીની સીઝનમાં યશસ્વીએ પોતાની ટીમ માટે ૧૦ મેચ રમી હતી, જેમાં તેણે ૨૪.૯૦ ની એવરેજથી ૨૪૯ રન જ બનાવ્યા હતાં. હવે ૨૦૨૩ માં યશસ્વી આઈપીએલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આજે મોટા-મોટા ક્રિકેટરો પણ તેના વખાણ કરતા થાકતા નથી.