આ દિકરી એ સખત મહેનત કરીને ડોક્ટર કોલેજમાં એડમિશન લેવાની નીટ ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૭૨૦ પુરા માર્કસ લાવીને તેમનાં પરિવારનું નામ દેશમાં રોશન કર્યું

આકાંક્ષા સિંહે દેશની સરકારી અને ખાનગી તબીબી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે નીટ ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક માં બીજો ક્રમ મેળવ્યો છે એટલે કે તેણે ૧૦૦% ગુણ મેળવ્યા હતાં. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હીથી પ્રેરિત આકાંક્ષા સિંહે નીટ ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની આકાંક્ષા મુળ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની રહેવાસી છે.

તેમણે કહ્યું કે, “પહેલા હું ધોરણ ૮ સુધી સિવિલ સર્વિસીસમાં જોડાવાનું વિચારી રહી હતી પરંતુ દિલ્હીની એઈમ્સ મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. નવમાં ધોરણથી જ મેં તેને મારું સપનું માન્યું હતું અને નીટ ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. આકાંક્ષાએ પોતાના વતન જિલ્લા કુશીનગરમાં ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે દિલ્હીની પ્રગતિ પબ્લિક સ્કુલમાં ૧૧ માં અને ૧૨ માં ધોરણમાં અભ્યાસ કર્યો હતો.

તેમના પિતા રાજેન્દ્ર કુમાર રાવ એરફોર્સમાંથી નિવૃત્ત છે જ્યારે તેમની માતા રૂચિ સિંહ શિક્ષિકા છે. આકાંશા નો ભાઈ અમૃતાંશ ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. તેમણે આગળ જણાવ્યું કે, “હું આ સફળતાનો શ્રેય ભગવાન, મારા માતા-પિતા અને મારી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આપવા માંગુ છું”. આકાંક્ષા સિંહ કહે છે કે, “મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું ટોચની કેટેગરીમાં આવીશ. હા… પરંતુ મેં સખત મહેનત કરી હતી તેથી મને ટોચનાં ૪૦ માં સ્થાન મેળવવાની અપેક્ષા હતી.

નીટ ની તૈયારી કરી રહેલા લોકો માટે આકાંક્ષાએ કહ્યું હતું કે, તેમને સફળતાથી ડરવું ના જોઈએ અને તેમણે પોતાનું લક્ષ્ય ઉંચું રાખવું જોઈએ અને તે મુજબ તૈયારી કરવી જોઈએ. જેમ-જેમ સપના મોટા થતા જાય છે, તેમ-તેમ એ જ જુસ્સા સાથે તૈયારી કરવાની જરૂર હોય છે. આકાંક્ષા ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના અભિનાયકપુર ગામની છે. તે ધોરણ ૯ અને ૧૦ માં નીટ ના કોચિંગ માટે દરરોજ ૭૦ કિ.મી.ની મુસાફરી કરીને ગોરખપુર જતી હતી. બાદમાં તેમણે ૧૧ અને ૧૨ તારીખે દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો અને નીટ નું કોચિંગ કર્યું હતું.

આ પહેલા આકાંક્ષા ધોરણ ૮ સુધી સિવિલ સર્વિસમાં જવાનું વિચારતી હતી પરંતુ ધોરણ ૯ માં આવતા જ તેનું મન બદલાઈ ગયું અને તેણે ડોક્ટર બનવાનાં સપના સાથે નીટ ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. તેણે તમામ અવરોધો સામે લડતાં આ પરિણામ મેળવ્યું છે. આ સપનું પુરું કરવા માટે આકાંક્ષાએ રાત-દિવસ મહેનત કરી હતી. તે કુશીનગર છોડીને અભ્યાસ કરવા ગઈ હતી અને બાદમાં ગોરખપુર અને બાદમાં દિલ્હી ગઈ હતી અને સખત મહેનત કરી હતી.